ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. આજે ભગવાન નગરચર્યા પર ન નીકળ્યા અને રથયાત્રામાં મંદિરની આસપાસ જ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી. મંદિર સંકુલ બહાર રથ કાઢવામાં ન આવ્યાં. આ ઉપરાંત તમામ વિધિમાં કોઈ પણ ભક્તોને પ્રવેશ અપાયો નહતો. જો કે ત્યારબાદ થર્મલ ગનથી તાપમાન ચેક કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં ભક્તોને હવે દર્શન માટે પ્રવેશ અપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રા લાઈવ અપડેટ્સ...


- પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે આ વર્ષે ભગવાનના દર્શનનો લ્હાવો ભક્તજનો વિવિધ નિયમાધિન રહી મેળવી શક્યા હતા.  
- મંદિર પરિસરમાં માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોના પાલન સાથે નગરજનો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 



- મંદિર પ્રાંગણમાં પ્રવેશતી વેળાએ જ ભક્તો ભગવાનનો જયઘોષ કરતા હતા જેથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પોતાના પ્રાણપ્યારા ભગવાનની મૂર્તિના દર્શન કરી ઘણા ભક્તો ભાવવિભોર બન્યા હતા.
- અનેક શ્રદ્ધાળુઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, રથની પરિક્રમા ભલે મંદિર પરિસરમાં જ યોજાઇ હોય પરંતુ ભગવાનના દર્શન અત્યંત સરળતાથી થઈ શક્યા તેનો એક અનેરો આનંદ છે. એટલું જ નહીં આ વખતે ભગવાનની એકદમ નજીક જવાનો લ્હાવો પણ મળ્યો છે એટલે અમે સૌ ભક્તજનો ધન્યતા અનુભવીએ છીએ. 



- કોરોનાના કારણે પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. જગન્નાથ મંદિરમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને ભક્તોને વારાફરતી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 
- ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા. મામેરાની પૂજા વિધિ શરૂ કરાઈ છે. પૂજા બાદ પ્રતિક રૂપે થોડી વસ્તુઓ લઈને પૂજારી તથા ટ્રસ્ટીઓ મંદિર જશે. રથયાત્રા પૂરી થયા બાદ તમામ ભેટ સોગાદ મંદિરે પહોંચાડવામાં આવશે. 



- હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય રણછોડ માખણ ચોરના નારા ગૂંજી રહ્યાં છે. 
- ત્રણેય રથે એક પરિક્રમા પૂર્ણ કરી અને તેમને મંદિર પરિસરમાં ઊભા રાખવામાં આવ્યાં છે. 



- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રથયાત્રા પર્વ પર શુભેચ્છાઓ પાઠવી. 



- મંદિર પરિસરમાં જ રથયાત્રાનો પ્રારંભ કરાયો છે. ખલાસીઓએ ત્રણેય રથ ખેંચવાના શરૂ કર્યાં. રથ મંદિરની બહાર જશે નહીં. 
- જગન્નાથ મંદિર ખાતે ગૃહમંત્રી જાડેજા, ડીજી શિવાનંદ ઝા, સીપી ભાટિયા અને મન્દિર ટ્રસ્ટી અને ગાદીપતિ વચ્ચે બેઠક યોજાઈ. ડીજીપી શિવાનંદ ઝાએ મંદિર પરિસરમાં ભક્તો માટે કરાયેલી વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું. મંદિરના અન્ય રૂમમાં દિલિપદાસજી  અને મહેન્દ્ર ઝા વચ્ચે બેઠક યોજાઈ.



-મંદિર બહાર ચુસ્ત બંદોબસ્ત. ટુ લેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લાઈનમાં જ દર્શનાર્થીઓ ને પ્રવેશ અપાશે. ટોળું ન થાય એ માટે પોલીસે મંદિર ગેટ પર ગાડીઓ ગોઠવી. એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ હાજર.સંવેદનશીલ વિસ્તારમાં પણ રહેશે બંદોબસ્ત. રથયાત્રા ન નીકળે પણ પૂરતો બંદોબસ્ત યોજાશે. તમામ પોલીસસ્ટેશનનો સ્ટાફ રહેશે હાજર. ક્રાઇમ બ્રાન્ચની ટિમો ડીસીપી સહિત રૂટ પર જશે.
- ભગવાન જગન્નાથજીના  મામેરાની પૂજા  9 વાગે કરવામાં આવશે. કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર  સરસપુરવાસીઓએ  ભાણેજો માટે મામેરું તૈયાર કર્યું છે.જેમાં ભગવાન જગન્નાથ ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ માટે સફેદ રંગના રજવાડી અને મોરની પ્રતિકૃતિવાળા વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે ભાણેજોને સોના ચાંદીના અન્ય ઘરેણાં પણ મામેરામાં આપવામાં આવશે. બહેન સુભદ્રા માટે પાર્વતીનો શણગાર તૈયાર કરાયો છે. ભક્તોની ગેરહાજરીમાં મામેરાનાની પૂજા કરવામાં આવશે.



- જગન્નાથ ભગવાન સાથે સરસપુરના  ભક્તોની આસ્થા એટલી હદે જોડાયેલી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંના સ્થાનિકો રસ્તા ધોવાનું કાર્ય કરી રહ્યા છે.કેમ કે આ કાર્ય સાથે સ્થાનિક ભક્તો લાગણી જોડાયેલી છે કે ભગવાન મામાના ઘરે આવે ત્યારે તેમના પગ ના બળે  અને ખલાસી મિત્રો પણ ખુલ્લા પગે આવે છે માટે તેમના માટે રોડ ધોવામાં આવે છે અને આજે ભલે ભગવાન મોસાળમાં નથી આવવાના પણ લોકો રોડ ધોઈ રહ્યા છે.
- જગન્નાથજીના મામેરાની પૂજા 9 વાગે કરવામાં આવશે. 
- મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાના કારણે રથયાત્રા કાઢી શક્યા નહીં. અમે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. મોડી રાત સુધી સુનાવણી ચાલી હતી. 



- CM વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કર્યો. ત્યારબાદ ત્રણેય રથને પ્રસ્થાન કરાવવામાં આવશે જો કે રથ મંદિર સંકુલમાં જ પરિક્રમા કરશે. 
- સીએમ વિજય રૂપાણી સાથે મેયર બિજલ પટેલ, પ્રદિપસિંહ જાડેજા પણ હાજર છે. 
- CM વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે જગન્નાથ મંદિર પહોંચ્યાં. થોડીવારમાં કરશે પહિંદ વિધિ.
- ગજરાજનું મંદિર પરિસરમાં પૂજન કરવામાં આવ્યું. 



- રથયાત્રા ભલે બહાર નહીં નીકળે પરંતુ આમ છતાં મંદિર હાલ છાવણીમાં ફેરવાયેલું છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ડોગ સ્ક્વોડની ટીમ પણ મંદિર પહોંચી છે. 
- આ બાજુ મોસાળ સરસપુરમાં ભક્તોના દર્શન માટે તૈયારી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ રાખીને ભક્તોને ઊભા રહેવા માટે બેરિકેટ અને લાઈટિંગ કરવામાં આવી છે. 
- ગજરાજને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં છે. 



- થોડીવારમાં પહિંદ વિધિ કરવામાં આવશે. પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવવામાં આવશે. 
- રથયાત્રાની તમામ વિધિઓ મંદિર પરિસરમાં જ ચાલી રહી છે. 
- ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને હવે ભાઈ બલભદ્ને રથમાં બિરાજમાન કરાયા. 



- તમામ વિધિ બાદ હવે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્રને રથમાં બેસાડવામાં આવ્યાં.
- આરતી બાદ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવાની વિધિ કરવામાં આવી. સાથે ભગવાન જગન્નાથને પ્રિય એવા ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો. 



- વહેલી સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવી. આ આરતીમાં મેયર બીજલ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. ભક્તોને પ્રવેશવા દેવાયા નહતાં. 
-ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ અરજીઓ ફગાવી દીધા બાદ હવે આ વખતે રથયાત્રા નીકળી રહી નથી અને રથને મંદિર સંકુલમાં જ પ્રદક્ષિણા કરાવવામાં આવશે. 


જુઓ LIVE TV



હાઇકોર્ટનાં આદેશ બાદ સ્થિતી ખુબ જ ગુંચવાડા ભરી બની હતી. છેલ્લા 142 વર્ષથી ગમે તેવી વિપત્તી છતા પણ રથયાત્રાનું આયોજન થયુ છે. ત્યારે આ વખતે કોર્ટનાં આદેશ બાદ શું કરવું તેવી સ્થિતી પેદા થઇ હતી. જેના પગલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત અમદાવાદના મેયર ઉપરાંત ઉચ્ચે અધિકારીઓએ મંદિર ટ્રસ્ટ સાથે વિચાર વિમર્શ કરીને પરંપરા પણ ન તુટે અને જે રિવાજ છે તે પણ જળવાઇ રહે તે પ્રકારનો વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. 



થયાત્રાની મંદિર ખાતે થતી તમામ વિધિ યથાવત્ત રીતે જ થશે પરંતુ રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવાશે. મંદિર સંકુલની બહાર રથ કાઢવામાં નહી આવે. ઉપરાંત આ તમામ વિધિમાં કોઇ પણ ભક્તોને પ્રવેશ આપવામાં નહી આવે. માત્ર આમંત્રીત મહેમાનો અને મીડિયાને પ્રવેશ અપાશે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે.