અમદાવાદીઓ સાવધાન! કાળઝાળ ગરમીમાં શરીરના મુખ્ય અંગ પર અસર; કેસમાં 20 ટકાનો વધારો!
હાલ રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેને લઈને હવે લોકોને આંખોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત મોબાઇલ ફોનના વધુપડતા ઉપયોગ અને ધૂળ ઊડવાને કારણે પણ લોકોને આંખોની સમસ્યા વધી રહી છે.
Trending Photos
)
દર્શલ રાવલ/અમદાવાદ: શહેર સહિત રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. આ ગરમી વચ્ચે લોકોએ શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તેની સાથે પોતાની આંખની પણ કાળજી લેવાની જરૂર છે. કેમ કે ગરમી દરમિયાન આંખોમાં દ્રાયનેશ આવવાના કેસમાં 20 ટકા ઉપર વધારો થયો છે. ત્યારે લોકોએ શું કાળજી રાખવી જોઈએ?
જી હા...અમદાવાદ સહિત રાજ્યમાં આકરા પાયે ગરમી પડી રહી છે. જ્યાં ગરમી લોકોના શરીર પર અસર કરે છે. જે ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવું તે આમ બાબત છે. પણ ગરમી વચ્ચે લોકો આંખનું ધ્યાન રાખતા નથી. જેના કારણે આંખની હોસ્પિટલમાં ગરમીને લઈને આંખની બીમારીના કેસમાં વધારો થયો છે.
આંખના એક ડોક્ટરની. વાત માનીએ તો ગરમી દરમિયાન આંખમાં દ્રાયનેશ ના કેસ માં વધારો થાય છે. સામાન્ય દિવસમાં જે 5 કે 10 કેસ જોવા મળે તે કેસ ગરમી દરમિયાન 100 માંથી 25 ઉપર કેસ જોવા મળે છે. જ્યાં લોકોને આંખમાં ધૂળ કે ગરમ પવન જવા. બળતરા બળવી. આંખ લાલ થવી. ખંજવાળ આવવી. આંખ દ્રાય થવી. જેવા લક્ષણ દેખાય છે. જે આંખમાં દ્રાયનેશ આવવાના લક્ષણ છે. જે થાય અને લાંબા સમય સુધી ધ્યાન ન આપવામાં આવે તો આંખમાં નંબર આવવા જેવી સમસ્યાની પણ આંખના ડોક્ટરે ચિંતા વ્યક્ત કરી.
હવે આ સમસ્યાને લઈને શુ ધ્યાન રાખવુ તે પણ આંખના ડોક્ટરે સલાહ આપી. જો આંખના ડોકટર પાર્થ રાણા ની વાત માનીએ તો આંખમાં પાણીની છાલક ન મારવી. કેમ કે તેમ કરવાથી આંખ પર રહેલ પ્રોટીન અને પાણી જતું રહે છે અને આંખ દ્રાય થાય. આ સિવાય ચશ્મા પહેરવા. પણ યુવી પ્રોટેકટ લેન્સ પહેરવા પણ ડોક્ટરે સલાહ આપી જેથી સન લાઈટ સીધી આંખમાં ન પડે અને જેમ શરીરનો સન ક્રીમ દ્વારા બચાવ થાય તેમ આંખનો બચાવ કરી શકાય. આ સાથે ડોકટરે લોકોને એસીનો સીધો પવન નહી ખાવા પણ સલાહ આપી છે કેમ કે તેમ કરવાથી આંખો ડ્રાય થાય છે જે ધ્યાન રાખવા પણ સલાહ આપી.
આંખ એ શરીરનું અભિન અંગ કહેવાય. જો તેને તકલીફ પડે તો દેખાતું બંધ કે ઓછું થાય. અને તેમ થાય તો લોકોની રોજિંદી પ્રક્રિયા પર અસર પડે. જે ન બને માટે દરેક વ્યક્તિએ આંખની દરકાર લેવી તે જરૂરી છે. અને તેના માટે લોક જાગૃતી જરૂરી છે. અને તેમ થાય તો ગરમી વચ્ચે શરીર સાથે આંખને પડતી અસર ઓછી કરી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














