)
Ahmedabad News : સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઈડર, હિંમતનગર, વિજાપુર, માણસા વિસ્તારમાંથી પસાર થતી સાબરમતીના પાણી અમદાવાદમાં પહોંચી ગયા છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે, અમદાવાદ રિવરફ્રન્ટનો વોક-વે પાણીમાં ડૂબ્યો છે. સાબરમતી નદીમાં પૂરથી તંત્ર દ્વારા લોકોને નદી પાસે ન જવાની અપીલ કરાઈ છે.
ધરોઇ ડેમ અને સંત સરોવરમાંથી દોઢ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં જળ સ્તર વધતા સાબરમતી નદી ઉફાન પર છે.
સિઝનમાં બીજી વાર પાણીમાં ડૂબ્યો વોક-વે
અમદાવાદ રિવરફ્રન્ટનો વોક-વે પાણીમાં ડૂબ્યો છે. આવું ચાલુ ચોમાસું સીઝનમાં બીજીવાર થયું છે. સાબરમતીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. સાબરમતી નદીના પાણી વોક-વે પર ફરી વળ્યાં છે. તેથી અમદાવાદ પોલીસ દ્વારા લોકોને રિવરફ્રન્ટથી દૂર રહેવા અપીલ કરાઈ છે. રિવરફ્રન્ટ વોક-વે અને નદી પાસે ન જવા સૂચના જાહેર કરાઈ.
પોલીસે માઈકથી એનાઉન્સમેન્ટ ચાલુ કર્યું
બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા લોકોને એલર્ટ કરવાનું શરૂ કરાયું છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે માટે સાવચેતીની જાહેરાત કરાઈ. નીચાણવાળા વિસ્તારોને ઊંચાણવાળા વિસ્તારમાં ખસી જવા માટે અપીલ કરાઈ. બગોદરા પોલીસ દ્વારા સતત માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરીને લોકોને સતર્ક કરાઈ રહ્યાં છે.
પૂરના પાણી ફરી વળ્યા અમદાવાદ આ વિસ્તારો બંધ કરાયા
સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતા રિવરફ્રન્ટ રસ્તા પર પાણી ભરાયા છે. શાહપુર તરફ રિવરફ્રન્ટ રસ્તામાં ગાંધી બ્રિજ નીચે પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનની અવર જવર માટે રસ્તો બંધ કરાયો છે. દુધેશ્વરથી જતા લોકોએ શાહપુર ભવન્સ કોલેજ કામા હોટેલ થઈ જવાનું રહેશે. જ્યારે કામા હોટેલથી દુધેશ્વર જતા લોકોએ શાહપુર ભવન્સ કોલેજ થઈ શાહપુર થઈ જવાનું રહેશે. પરિસ્થિતિ અનુકૂળ ફરી રસ્તો શરૂ કરાશે. હાલ બેરીકેટિંગ કરી રસ્તો બંધ કરાયો છે.
શાહપુર તરફ ગાંધી બ્રિજ નીચે રિવરફ્રન્ટના રસ્તા ઉપર પાણી ભરાયા
સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતા રિવરફ્રન્ટના રસ્તા ઉપર પાણી ભરાયા છે. શાહપુર તરફ ગાંધી બ્રિજ નીચે રિવરફ્રન્ટના રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. રિવર ફ્રન્ટ રસ્તામાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું. ગાંધી બ્રિજ નીચે રિવરફ્રન્ટના રસ્તા પર ટુ વ્હીલરની અવર-જવર બંધ કરાઈ છે. માત્ર ફોરવ્હીલરની અવર-જવર શરૂ છે. જરૂર જણાય તો ગાંધી બ્રિજ નીચેનો રસ્તો વાહનોની અવર જવર માટે સદંતર બંધ કરાઈ શકાય છે. રિવર ફ્રન્ટ પર હાલ તંત્ર અને dymc સ્થળ પર પહોંચ્યા છે.
પૂરના પાણી જોવા લોકો રિવરફ્રન્ટ પર ઉમટ્યા
સાબરમતી નદી નો આhલાદક નજારો મોબાઈલમાં કેદ કરવા લોકોની ભીડ જોવા મળી. સાબરમતી નદી પર હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે સાબરમતી નદીનું અલગ સ્વરૂપ જોવા મળ્યું છે. કોઈ દુર્ઘટના ન સર્જાય માટે તંત્ર દ્વારા રિવરફ્રન્ટનો લોવર પ્રોમિનાડ જનતા માટે બંધ કરાયો છે. કે આહલાદક દ્રશ્યો જોવા લોકો અપર પ્રોમિનાર પર એકઠા થતા જોવા મળ્યા. રિવરફ્રન્ટના અપર પ્રોમિનાર ખાતે લોકોની ભીડ સાબરમતી નદીનું સ્વરૂપ વીડિયો અને ફોટોગ્રાફીમાં કેપ્ચર કરતાં દેખાયા. રિવરફ્રન્ટ અપર પ્રોમિનાડ સાથે નદી ઉપર આવેલા બ્રિજ ઉપર પણ લોકોની ભીડ સાબરમતી નદીનું સ્વરૂપ જોવા માટે એકઠી થતી દેખાઈ. સાબરમતી નદીનું અહલાદક સ્વરૂપ લોકો વિડિયો ફોટોમાં અને સેલ્ફીમાં કેપ્ચર કરતાં દેખાયા. નાગરિકોને તંત્ર દ્વારા સપોર્ટ કરવા અને લોવર પ્રોમીનાડથી દૂર રહેવા અપીલ કરી. પાણી વધે તો તંત્રને સહકાર આપી દૂર જવા પણ લોકોએ કરી આપી.
ખેડામા સાબરમતીનું રૌદ્ર રૂપ, 11 ગામોને એલર્ટ કરાયા
સાબરમતી નદીમાં એક લાખ યુસ એક પાણી છોડાતા ખેડા તાલુકાના રસિકપુરા પાસે સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું. સાબરમતી નદીના પાણી જોવા માટે ખેડાના રસિકપુરા બ્રિજ પર લોકોની ભીડ જોવા મળી. સાબરમતી નદીમાં જળસ્તર વધવાને કારણે પાણી વધતા સ્થાનિક પોલીસ દ્વારા બ્રિજ પરથી લોકોને હટાવવામાં આવ્યા. સાબરમતી નદીમાં પાણીની વધતી સપાટીના કારણે 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
આણંદ સુધી પહોંચ્યા સાબરમતીના પાણી
આણંદના તારાપુર પાસે કલોદરા ખડા ગામની સીમમાં 200 વિઘાથી વધુ જમીનમાં નદીના પૂરના પાણી ઘૂસી જતા ડાંગરના પાકને નુકશાન થવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરોઇ ડેમ અને સંત સરોવરમાંથી દોઢ લાખ કયુસેક પાણી છોડવામાં આવતા તેમજ શેઢી નદીમાં પણ પાણી વધતા તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જળ સ્તર વધતા નદી ગાંડીતુર બની છે. તારાપુર પંથકના 11 ગામોમાં હાલ ખેડૂતો અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી રહી છે. મોટા કલોદરા અને ખડા ગામની સીમમાં સાબરમતી નદીના પાણી 150 થી 200 વીઘા જમીનમાં ઘૂસી જતા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે. અને નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને હજુ 500 થી 700 વિઘા જમીનમાં નદીના પૂરના પાણી ફરી વળવાની ભીતિને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.