શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુ:ખાવો થાય તો અવગણતા નહીં! કોરોનાએ ફરી ગુજરાતમાં ચિંતા વધારી!

Gujarat's active Covid case tally crosses 1000-mark: ગુજરાત સહિત દેશ-દુનિયામાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે. જી હા... રાજ્યમાં નવા 235 કેસ નોંધાતાં કુલ એક્ટિવ કેસનો આંક 1109 પર પહોંચ્યો છે. 33 સંક્રમિત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુ:ખાવો થાય તો અવગણતા નહીં! કોરોનાએ ફરી ગુજરાતમાં ચિંતા વધારી!

Corona Case: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 235 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 50 કેસનો ઉછાળો આવ્યો છે સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે હાલમા રાજ્યમાં કોરોના કુલ એક્ટિવ કેસ ૧૧૦૯ ઉપર પહોંચી ગયા છે. હાલમાં ૩૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ૧૦૯૬ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. બીજી તરફ કોરોનાથી સંક્રમિત ૧૦૬ દર્દીઓને ડીસ્ચાર્જ અપાયા છે. 

Add Zee News as a Preferred Source

અમદાવાદમાં નવા 131 કેસ
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોવિડ-૧૯નો રોગચાળો ધીમે ધીમે માથું ઉંચકી રહ્યો છે. અમદાવાદમાં સોમવારે કોરોનાના નવા ૧૩૧ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને ૯૧૬ થયો છે અને તે પૈકી ૬૪૬ કેસ એક્ટિવ હોવાનું અને અત્યાર સુધીમાં ૨૬૮ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાને કારણે ત્રણ મહિલાના મોત નીપજ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોનાના સૌથી વધુ ૨૧૧ કેસ નોંધાયા છે. 

મધ્ય ઝોનમાં ૧૮, ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ૨૦૪. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૧૪, ઉત્તર ઝોનમાં ૨૫, પૂર્વ ઝોનમાં ૨૪ અને દક્ષિણ ઝોનમાં ૫૦ કેસ નોંધાયા છે. સૌથી વધુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, આશ્રમરોડ, વાડજ, નવાવાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, નારણપુરા, આંબાવાડી, સુભાષબ્રિજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, મેમનગર, સેટેલાઈટ, થલતેજ, સરખેજ, બોપલ, ઘુમા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. શહેરના પશ્ચિમ પટ્ટામાં કોરોનાના વધુ કેસો હોવાનું જોવા મળ્યું છે.

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શરુઆતમાં 20 કેસથી શરૂઆત થઈને હવે સીધા રોજના 235 કેસ નોંધાઈ રહ્યાં છે. મેડિકલ વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે જે પણ દર્દીઓને કોરોનાના લક્ષણો દેખાય તેમણે તરત જ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી લેવા જોઈએ. સાથોસાથ જે લોકો હાલ હોમ આઈસોલેશનમાં છે તેઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. જે પણ દર્દીને ઘરે શ્વાસ લેવામાં તકલીફ કે પછી છાતીમાં દુખાવો થાય તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જરુરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news