ગુજરાતી ન્યૂઝGujaratઅમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન સામે આ રોડ ચાર મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન સામે આ રોડ ચાર મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશન અને તેની બહાર અનેક કામ ચાલી રહ્યાં છે. તેવામાં કાલુપુર રેલવે સ્ટેશનની સામેનો એક રોડ બંધ રહેશે.

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન સામે આ રોડ ચાર મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલવે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે.  આ કામકાજ અંતર્ગત રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર બનાવવામાં આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેના ભાગે એલીવેટેડ રોડના નિર્માણ માટે ગર્ડર લોન્ચીંગ તથા અન્ય કામગીરી ક્રેઈન તથા અન્ય મશીનરી સાથે કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૦૧/૦૫/૨૦૨૫થી તા.૩૧/૦૮/૨૦૨૫ સુધી ૩ મહિના સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
રેલવે સ્ટેશનની સામેના રોડ ઉપર આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેનો આશરે ૪૦ મીટર જેટલો રોડ બંધ રહેશે.

Add Zee News as a Preferred Source

વૈકલ્પિક માર્ગ
સાળંગપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર સીધે સીધા રેવડી બજાર થઈ બી.બી.સી. માર્કેટ થઈ રીડ હોટલ તરફથી વણાંક લઈ કાલુપુર ઈનગેટ તરફ તેમજ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે. તેમજ કાલુપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર કે જે કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલ એક તરફનો રોડ ચાલું છે તે માર્ગ થઈ સાળંગપુર તરફ જઈ શકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news