અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મીઓએ રોડ સેફ્ટી વીકની કરી અનોખી રીતે ઉજવણી

ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવાના ઉદ્દેશથી અમદાવાદ ટ્રાફિક પોલિસ અને  કોલંબિયા એશિયા હોસ્પિટલ્સે સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન એક વિશેષ અભિયાનની શરૂઆત કરી છે, ૨૩ થી ૨૯ એપ્રિલ ૨૦૧૮ વચ્ચે ચાલનાર આ અભિયાનમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતતા લાવવા, ટ્રોમેટિક ઈન્જરીના ખતરાને ઓછો કરવા માટે અને જીવન બચાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ. આ માટે હોસ્પિટલે ક્રુશિયલ પોઈન્ટ, પકવાન ક્રોસરોડ પર ટુ-વ્હીલર ચાલકોને રેડિયમ સ્ટિકર લાગેલાં હેલમેટ અને ગુલાબના ફૂલ વ્હેંચ્યા. અહીં હેલમેટ ન પહેરેલા દ્વિચક્રી વાહનચાલકોને પકડીને તેમને દંડ ફટકારવામાં આવ્યો તેમજ તેમને હેલમેટની ભેટ આપીને રોડ સેફ્ટી અંગે માહિતગાર કરવામાં આવ્યા.
  • શહેરમાં ૭૦ ટકાથી પણ વધુ મૃત્યુના બનાવોમાં હેલ્મેટ ન પહેરવું સૌથી મુખ્ય કારણ છે
  • અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થવામાં વધારે દ્વિચક્રી વાહન ચાલકો હોય છે
  •  ટુ-વ્હીલર ચાલકોને રેડિયમ સ્ટિકર લાગેલાં હેલમેટ અને ગુલાબના ફૂલ વ્હેંચ્યા

Trending Photos

અમદાવાદ ટ્રાફિક પોલીસ કર્મીઓએ રોડ સેફ્ટી વીકની કરી અનોખી રીતે ઉજવણી

અમદાવાદ: ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવાના ઉદ્દેશથી અમદાવાદ ટ્રાફિક પોલિસ અને  કોલંબિયા એશિયા હોસ્પિટલ્સે સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન એક વિશેષ અભિયાનની શરૂઆત કરી છે, ૨૩ થી ૨૯ એપ્રિલ ૨૦૧૮ વચ્ચે ચાલનાર આ અભિયાનમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતતા લાવવા, ટ્રોમેટિક ઈન્જરીના ખતરાને ઓછો કરવા માટે અને જીવન બચાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યુ. આ માટે હોસ્પિટલે ક્રુશિયલ પોઈન્ટ, પકવાન ક્રોસરોડ પર ટુ-વ્હીલર ચાલકોને રેડિયમ સ્ટિકર લાગેલાં હેલમેટ અને ગુલાબના ફૂલ વ્હેંચ્યા. અહીં હેલમેટ ન પહેરેલા દ્વિચક્રી વાહનચાલકોને પકડીને તેમને દંડ ફટકારવામાં આવ્યો તેમજ તેમને હેલમેટની ભેટ આપીને રોડ સેફ્ટી અંગે માહિતગાર કરવામાં આવ્યા.

કોલંબિયા એશિયા હોસ્પિટલ, અમદાવાદના ન્યુરોસર્જન ડો. દિપેન પટેલે કહ્યું, “આ અભિયાન દરમિયાન અમે દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ આપી રહ્યાં છીએ જે આ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાય છે. અકસ્માતમાં ગંભીર રૂપથી ઘાયલ થવામાં વધારે દ્વિચક્રી વાહન ચાલકો હોય છે. જે હેલ્મેટ પહેરતાં નથી અથવા તો તેને સરખી રીતે પહેરતાં નથી. માથું અને મગજ શરીરના સૌથી સંવેદનશીલ ભાગ છે જેમાં કોઇ પણ ઇજાઓ અથવા ટ્રોમા અપંગ બનાવવાવાળા અથવા જીવલેણ સાબિત થઇ શકે છે. હેલ્મેટ માત્ર અકસ્માતની અસરને ઘટાડતી નથી પરંતુ જીવનની આશાને પણ વધારે છે અમને વિશ્વાસ છે કે આ અભિયાન હેઠળ ટુ વ્હીલર્સ ચાલકોને હેલ્મેટ પહેરવા અને ઇજાના કિસ્સાઓ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે.”

એસીપી એ એમ પટેલે કહ્યું કે, અમને કોલંબિયા એશિયા હોસ્પિટલ્સ સાથે રોડ સેફ્ટી વીકની ઉજવણી કરતા ખુશી છે. હોસ્પિટલના સ્ટાફે અમને સારો સહયોગ પૂરો પાડ્યો છે. હેલ્મેટ ન પહેરીને નાગરિક પોતાનો જીવ જોખમમાં મૂકે છે, આવા નાગરિકોને જાગૃત કરવા માટે હોસ્પિટલે વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કામગીરીમાં પૂરેપૂરો સહકાર આપ્યો છે. શહેરની અન્ય સંસ્થાઓ આ જ રીતે સોસાયટીના કલ્યાણઅર્થે પોતાની ફરજ અદા કરે, સાથે સાથે તમામ નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી અરજ છે. શહેરમાં ૭૦ ટકાથી પણ વધુ મૃત્યુના બનાવોમાં હેલ્મેટ ન પહેરવું સૌથી મુખ્ય કારણ છે, તેવામાં હેલ્મેટ પહેરીને એક જાગૃત નાગરિકની ફરજ આદા કરીએ.”

કોલંબિયા એશિયા હોસ્પિટલના જનરલ મેનેજર વીર સિંહ ચૌધરીએ કહ્યું કે, પ્લે કાડ્‌ર્સ દ્વારા જાગરૂતતાના સંદેશાના પ્રસાર સાથે-સાથે હેલ્મેટ વગરના દ્વિ-ચક્રી વાહન ચાલકોને હેલ્મેટ પણ વહેચ્યાં. તેમને સલાહ અને કોટ્‌સ લખવા માટે એક ક્વેશ્ચનેયર ફોર્મ પમ આપવામાં આવ્યું. દ્વિ-ચક્રી વાહન ચાલકો જ એ લોકો હોય છે કે જેમને સડક દુર્ઘટનામાં સૌથી ગંભીર ઈજા થાય છે.જે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતાં તેમને રોકવામાં આવ્યા અને કોઈ વ્યક્તિના જીવનની કિંમત વિશે પણ જાગરૂત કરવામાં આવ્યાં. આ સાથે જ, તેમને એક શપથ લેવા અને પત્ર પર સાઈન કરવા માટે પણ કહેવામાં આવ્યું.

એક દિવસમાં લગભગ ૫૦ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. આ હેલ્મેટમાં રેડિયમ સ્ટિકર અને રિફ્લેક્ટેડ લાઈટ છે જેની મદદથી અન્ય વાહન ચાલકો દ્વિ-ચક્રી વાહન ચાલકોને અંધારામાં પણ સરળતાથી જોઈ શકે છે. જે પણ નાગરિકોને હેલ્મેટ ફાળવવામાં આવ્યા તેમણે સાઇન બોર્ડ પર પોતાની સિગ્નેચર આપીને આ અભિયાનમાં પોતાનો સહકાર દર્શાવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news