Ahmedabad: ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતા દિગ્ગજ નેતાનો પુત્ર રંગેહાથ ઝડપાયો

Ahmedabad: ખુલ્લેઆમ દારૂનો વેપાર કરતા દિગ્ગજ નેતાનો પુત્ર રંગેહાથ ઝડપાયો

* ગુજરાતમા દારૂબંધીની પોલ ખુલી
* પોલીસે દારૂના વેપારનો કર્યો પ્રર્દાફાશ
* પાન પાર્લરની આડમા કરતો હતો દારૂનો વેપાર
* રાજકીય નેતાનો પુત્ર જ દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના શાહપુરમા પાન પાર્લરની આડમા દારૂના વેપારનો પ્રર્દાફાશ થયો છે. પોલીસે રાજકીય નેતાના પુત્રની ધરપકડ કરી છે. જયારે બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી. દારૂબંધીના દાવાઓ નેતાઓના પુત્ર જ ઘોળીને પી જાય છે. દારૂનો ખુલ્લેઆમ વેપાર કરતા જોવા મળે છે. જો પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

રાજકીયના નેતા જયેશ પટેલનો પુત્ર જીપલ પટેલ છે. જે શાહપુરમા સાંઈ પાન પાર્લરની આડમા દારૂનો વેપાર કરતો હતો. શાહપુર પોલીસને બાતમી મળતા 23 જુલાઈના રોજ સાંઈ પાન પાર્લરમાં રેડ કરી તો પાર્લરની નીચે દારૂની બોટલ છુપાવેલી મળી આવી. જયારે પાર્લરની પાછળ મંડપના સામાનના ગોડાઉનમા પાંચ પેટી જેટલો દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂના કેસમા જીપલ પટેલની ધરપકડ કરી છે. જયારે પ્રદિપ ઉર્ફે પદીયો અને હરીયો ઉર્ફે હરીકુષ્ણ મિસ્રી નામના બે આરોપી ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી.

આરોપી જીપલ પટેલ રાજકીય આગેવાનના દરિયાપુર વિધાનસભા શહેરના કારોબારી સભ્ય જયેશ પટેલનો પુત્ર છે.છેલ્લા છ શાહપુર મોટા હમામની પોળ નજીક પાન પાર્લર શરૂ કર્યુ હતુ. જયારે પ્રદિપ અને હરીયો મિસ્ત્રી દારૂનો જથ્થો લાવતા અને પાર્લરની આડમા વેચાણ કરતા હતા.દરેક બોટલના વેચાણ પણ જીપલને કમિશન મળતુ હતુ. શાહપુર પોલીસે જીપલની ધરપકડ કરીને દારૂનો જથ્થા અને વેચાણને લઈને પુછપરછ શરૂ કરી.

ગુજરાતમા દારૂબંધીના દાવાઓ તો ફકત વાતો છે.તે રાજકીય નેતાના પુત્રની ધરપકડથી જ સાબિત થાય છે.હાલમા પોલીસે ફરાર આરોપી પ્રદિપ અને હરીયાની શોધખોળ શરૂ કરી છે.તેમની પુછપરછમા દારૂના નેટવર્કમા નવા ખુલાસા થાય તેવી શકયતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news