‘ચલો ભાઈ, વેક્સીન... વેક્સીન...’ બૂમો પાડીને અવેરનેસ લાવનાર યુવકનું કરાયું સન્માન, આ પાછળ છે એક દર્દનાક કહાની

કોરોના સામે જંગ જીતવા માટે વેક્સીન જ એકમાત્ર અક્સીર ઈલાજ છે. પરંતુ લોકો હજી પણ વેક્સીન લેવા જાગૃત થયા નથી. ત્યારે એક અમદાવાદી યુવકે વેક્સીનેશન (Vaccination) માટે કરેલી પહેલ રંગ લાવી છે. લોકોને રસ્તા પર વેક્સીન લેવા માટે બૂમો પાડનાર અમદાવાદી યુવકનું અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશન દ્વારા સન્માન કરાયુ છે. 
‘ચલો ભાઈ, વેક્સીન... વેક્સીન...’ બૂમો પાડીને અવેરનેસ લાવનાર યુવકનું કરાયું સન્માન, આ પાછળ છે એક દર્દનાક કહાની

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના સામે જંગ જીતવા માટે વેક્સીન જ એકમાત્ર અક્સીર ઈલાજ છે. પરંતુ લોકો હજી પણ વેક્સીન લેવા જાગૃત થયા નથી. ત્યારે એક અમદાવાદી યુવકે વેક્સીનેશન (Vaccination) માટે કરેલી પહેલ રંગ લાવી છે. લોકોને રસ્તા પર વેક્સીન લેવા માટે બૂમો પાડનાર અમદાવાદી યુવકનું અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશન દ્વારા સન્માન કરાયુ છે. 

17 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો (viral video) સામે આવ્યો હતો. જેમાં AMC નો એક કર્ચમારી વેક્સીન લેવા લોકોને અપીલ કરી રહ્યો હતો. આ કર્મચારીની અપીલ એટલી સચોટ હતી કે, તેના આ અનોખા અંદાજનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ લોકોએ આ કર્મચારીના વખાણ કર્યા હતા. વેક્સીન લેવા રસ્તા વચ્ચે બૂમો પાડનાર જગદીશ શાહ પાલડી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી છે. જેમણે 18 સપ્ટેમ્બરના રોજ વેક્સીન લેવા માટે રસ્તા પર બૂમો પાડી હતી. ત્યારે અમદાવાદના મ્યુનિસિપલ (AMC) કમિશનર દ્વારા જગદીશ શાહનું આ પ્રશંસનીય કામગીરી માટે સન્માન કરાયુ છે. 

No description available.

વેક્સીન લેવા રસ્તા વચ્ચે બૂમો પાડી
‘ચલો ભાઈ, વેક્સીન.... વેક્સીન.... કોરોના વેક્સીન... પહેલો ડોઝ... બીજો ડોઝ... જીવ બચવાની વેક્સીન...’ આ શબ્દો શાહે જગદીશ શાહે અમદાવાદના રસ્તાઓ પર બૂમો પાડી હતી. જેની નોંધ અનેક નાગિરકોએ લીધી હતી. લોકોએ જગદીશ શાહના આ અંદાજના વખાણ કર્યા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 18, 2021

વેક્સીન અવેરનેસ પાછળ છે દર્દનાક કહાની
વેક્સીન અવેરનેસ (vaccination awareness) લાવીને સોશિયલ મીડિયા પર ફેમ મેળવનાર જગદીશ શાહના આ પ્રકારની સ્ટાઈલ પાછળ એક દર્દનાક કહાની છે. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન તેમણે પોતાના પિતા ગુમાવ્યા હતા. મારા માટે એ દિવસ દુખદ હતો. તેથી મેં વિચાર્યું કે, મારી જેમ કોઈ બીજુ પોતાના સ્વજનને ન ગુમાવે. તેથી મારી ફરજ દરમિયાન મેં લોકોને આ રીતે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. મારી મહેનત રંગ લાવી તેની મને ખુશી છે. મારો વીડિયો જોયા બાદ અનેક લોકો વેક્સીન લેવાયા પ્રેરાયા હતા, તે જાણીને મને ખૂબ આનંદ થયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news