Ahmedabad News: શું તમે પણ રસ્તા પર નીકળતા પહેલા ડરો છો? શું તમને લાગે છે કે જાહેર રસ્તાઓ હવે સામાન્ય માણસ માટે સુરક્ષિત રહ્યા છે? જી ના... કારણ કે હવે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો અને 'રીલ્સના રાજાઓ'નો આતંક વધી ગયો છે!.

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદનો સૌથી ધમધમતો સીજી રોડ. જ્યાં સેંકડો લોકો પોતાની રોજીરોટી માટે દોડતા હોય છે, ત્યાં કેટલાક ઈન્ફ્લુઅન્સરોએ પોતાની પ્રસિદ્ધિ માટે આખા રસ્તાને જ બાનમાં લીધો. હાથમાં કેમેરો, બાજુમાં ઉભેલી થાર અને મનમાં કાયદાનો કોઈ જ ડર નહીં! માત્ર લાઈક્સ અને વ્યૂઝ મેળવવા માટે જનતાને ટ્રાફિકમાં ફસાવીને આ લોકોએ જે તમાશો કર્યો, તે જોઈને તમારું લોહી પણ ઉકળી ઉઠશે.
આ લોકો પોતાની જાતને મોટા સ્ટાર સમજી બેઠા છે.જનતાનો રસ્તો રોકીને, ટ્રાફિક જામ કરીને આ મહાશયોને રીલ્સ બનાવવી છે પણ આ એરપોર્ટ કે સ્ટુડિયો નથી, આ પબ્લિક રોડ છે! સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટે જનતાને હેરાન કરવાનો પરવાનો તમને કોણે આપ્યો?. તે સૌથી મોટો સવાલ છે.
લાઈક્સના લોભિયાઓ સાવધાન!
રીલ્સના રવાડે ચઢેલા 'નમૂનાઓ' પર પોલીસનો સપાટો
વ્યૂઝની ભૂખમાં ભાન ભૂલ્યા ઈન્ફ્લુઅન્સરો
અમદાવાદ ટ્રાફિક પોલીસની લાલ આંખ
શું આ 'ઈન્ફ્લુઅન્સ' છે કે 'ઉપદ્રવ'?
અમદાવાદની ટ્રાફિક પોલીસે હવે આ ઈન્ફ્લુઅન્સરોનો 'ભૂતો' ઉતારવાનું નક્કી કરી લીધું છે. સીજી રોડ પર જે ફિલ્મી સ્ટંટ કર્યા, હવે તેની કિંમત પોલીસ સ્ટેશનના ચક્કર કાપીને ચુકવવી પડશે. વાયરલ વીડિયોના આધારે પોલીસે થારના ચાલક અને બાઈક સવાર સહિત આખી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા ગણાવવાની તૈયારી કરી લીધી છે.
અરે લાઈક્સના ભૂખ્યાઓ! તમારી એક મિનિટની રીલ માટે રસ્તા પર એમ્બ્યુલન્સ ફસાઈ શકે છે, કોઈ નોકરીએ જતો માણસ મોડો પડી શકે છે. પણ તમને શું? તમારે તો માત્ર ઠુમકા લગાવવા છે અને મોંઘી ગાડીઓના સ્ટંટ બતાવવા છે. યાદ રાખજો, આ રસ્તો જનતાના ટેક્સનો છે, તમારી પબ્લિસિટીનો અડ્ડો નથી!...
ઈન્ફ્લુઅન્સરો કાન ખોલીને સાંભળી લો. જો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જનતાને હેરાન કરશો, તો જનતા જ તમને રસ્તા પર લાવશે અને પોલીસ તમને જેલના સળિયા ગણાવશે.