સાવધાન! ગરમીમાં ઠંડક આપતી પેપ્સી તમારા બાળકને કરી શકે છે બીમાર, વટવામાં ચાલતી ડુપ્લીકેટ ફેક્ટરીનો પોલીસે કર્યો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને આ ગરમીથી રાહત મેળવવા માટે નાના બાળકો બજારમાં મળતી પેપ્સીકોલા ખરીદીને પીતા હોય છે, પરંતુ સસ્તામાં મળતી ઠંડક આપના બાળકને લાંબા ગાળા માટે બિમાર કરી શકે છે, કારણ છે અસલીના નામે નકલી વેચાઈ રહી છે નકલી પેપ્સીકોલા.
- વટવામાં અસલીના નામે નકલી પેપ્સીકોલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ
- રજિસ્ટ્રેશન વગર ધમધમતી પેપ્સી શરબતની ફેક્ટરીનો પર્દાફાશ
- પોલીસે નકલી પેપ્સી પાઉચ અને લાખોની કિંમતના મશીનો કર્યા જપ્ત
Trending Photos
)
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના વટવામાં અસલીના નામે નકલીનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં અવારનવાર નકલી ફેક્ટરીઓ ઝડપાય છે. ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં આવી જ એક ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. વટવામાં પેપ્સી શરબતની નકલી ફેક્ટરી ઝડપાઈ છે અને રજિસ્ટ્રેશન વગર બનાવતા હતા ડુપ્લીકેટ પાઉપ અને પોલીસે કોપીરાઈટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે. પોલીસે લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે દરાડા પાડી નકલી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ
અમદાવાદના વટવા વિસ્તારમાં નવાપુરા મેદાન પાસે આવેલી ગલીમાં વટવા પોલીસે દરોડા પાડતા ત્યાંથી નકલી પેપ્સી સરબત બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. અસલી પ્રોડ્કટ બનાવતી કંપનીનાં વેપારી દ્વારા આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે દરોડા પાડતા ફેક્ટરીમાંથી મેંગો પેપ્સીનાં 15450 પાઉચ, તેમજ 1.80 લાખની કિંમતનાં 3 મશીનો જપ્ત કર્યા હતા.
છેલ્લા બેથી અઢી વર્ષથી ચાલતી હતી આ ફેક્ટરી
પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડતા ત્યાંથી આ ફેકટરી ચલાવનાર મુમતાજ અહેમદ અંસારી નામના શખ્સને પકડવામાં આવ્યો હતો, જે વટવા વિસ્તારનો જ રહેવાસી છે. જેની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે, તે છેલ્લાં બેથી અઢી વર્ષથી આ ફેક્ટરી ચલાવે છે અને તેમાં નકલી પેપ્સી સરબત બનાવી બજારમાં વેચાણ કરે છે. પોલીસે ઝડપેલા મુમતાજ અહેમદ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં આ પેપ્સી સરબતના પેકેટ પહોંચાડતો હતો. નકલી ફેક્ટરી ચલાવવા માટે તેણે લાખો રૂપિયાની કિંમતના મશીનો પણ વસાવ્યા હતા.
પોલીસે કોપી રાઈટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં કોપી રાઈટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે, હાલ તો આ મોટી ફેકટરી પકડી પાડવામાં આવતા ગરમી શરૂ થતાની સાથે જ બાળકો સુધી પહોંચતા નકલી પેપ્સી સરબતને અટકાવી બાળકોના સ્વાસ્થ્યને પહોંચતી હાની અટકાવી શકાઈ છે. જો કે, હવે આ મામલે તપાસ એ પણ કરવામાં આવશે કે ફેક્ટરીમાંથી મળી આવેલો પેપ્સી સરબત પીવા લાયક છે પણ કે નહીં. જો તેમાં કોઈ બેદરકારી છતી થશે તો તે મુજબની કડક કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














