close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Ahmedabad News

કાંકરિયા રાઈડ અકસ્માત : 3નો ભોગ લેવાયા બાદ 5 લોકો સામે ગુનો નોંધાયો

કાંકરિયા રાઈડ અકસ્માત : 3નો ભોગ લેવાયા બાદ 5 લોકો સામે ગુનો નોંધાયો

અમદાવાદમાં ફરી એકવાર મોતની રાઈડે હાહાકાર મચાવી દીધો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો વાઈરલ થતા લોકોમાં અરેરાટી ફેલાઈ રહી છે. ત્યારે કાંકરિયામાં રાઈડ તૂટી પડવાનો મામલામાં મણિનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. IPC કલમ 304 , 114 હેઠળ આ મામલામાં ફરિયાદ નોંધાઈ છે.

Jul 15, 2019, 08:50 AM IST
VIDEO ઝી 24 કલાકનો ખાસ અહેવાલ 'એસટીમાં એજન્ટ રાજ', બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ

VIDEO ઝી 24 કલાકનો ખાસ અહેવાલ 'એસટીમાં એજન્ટ રાજ', બસ સ્ટેશન પર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ

'સલામત સવારી, એસટી અમારી' આ સ્લોગન આપે સાંભળ્યું હશે. ગુજરાતની સહુથી મોટી ટ્રાન્સપોર્ટ સેવા પર સહુથી મોટો ખુલાસો આજે અમે કરી રહ્યાં છીએ. ખુલાસા બાદ એસટી નિગમનાં અધિકારીઓ, વાહન - વ્યવહાર મંત્રીની ખુરશી ચોક્કસપણે હલી જશે. આ સહુથી મોટો ખુલાસો કરવાનો હેતુ માત્ર, રાજ્ય સરકારની તિજોરીને નુકશાન ન થાય તે છે અને ઝી ૨૪ કલાક ગુજરાતની જવાબદાર ચેનલ હોવાની જવાબદારી નિભાવી રહી છે. જુઓ ઝી ૨૪ કલાકના વિશેષ અહેવાલ ને....

Jul 13, 2019, 03:16 PM IST
અમદાવાદથી ગુમ થયેલા 3 બાળકો વેરાવળથી મળ્યાં, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો 

અમદાવાદથી ગુમ થયેલા 3 બાળકો વેરાવળથી મળ્યાં, પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો 

શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સુતરના કારખાના પાસેથી 8 થી 10 વર્ષના 3 ભાઈ બહેનો ગુમ થતા પરિજનો પોલીસમાં ગયા હતાં. નરોડા પોલીસે આ અંગે અજાણ્યા આરોપીઓ સામે અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ સદનસીબે આ બાળકો હેમખેમ વેરાવળથી મળી આવતા પરિજનોને હાશકારો થયો છે. 

Jul 13, 2019, 01:04 PM IST
અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ

અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ

શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એક્ઠી કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

Jul 12, 2019, 09:50 PM IST
એલડી આર્ટ્સ કોલેજમાં અસામાજિક તત્વોની દાદાગીરી, પ્રિન્સિપાલ ઓફિસમાં કરી તોડફોડ

એલડી આર્ટ્સ કોલેજમાં અસામાજિક તત્વોની દાદાગીરી, પ્રિન્સિપાલ ઓફિસમાં કરી તોડફોડ

ગુજરાત યુનિવર્સીટી કેમ્પસની આસપાસ અસામાજીક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, જેના કારણે અહીં વિવિધ કોલેજોમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં દહેશતનો માહોલ પેદા થયો છે, શુક્રવારે શહેરની ખ્યાતનામ એલ.ડી.આર્ટ્સ કોલેજમાં એડમિશન લેવાની બાબતે એક વ્યક્તિએ નશાની હાલમાં આવી પ્રિન્સીપાલની કેબીનમાં તોડફોડ કરી હતી.

Jul 12, 2019, 06:03 PM IST
રાહુલ ગાંધી : અત્યારે પૈસા અને સત્તાનો પાવર જોવા મળી રહ્યો છે

રાહુલ ગાંધી : અત્યારે પૈસા અને સત્તાનો પાવર જોવા મળી રહ્યો છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની એક દિવસની મુલાકાત છે. એડીસી બેન્ક દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાની કેસમાં તેઓ કોર્ટમાં હાજર થવા આવ્યા હતા. જ્યાં તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. જોકે, આ સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તી આપી છે.

Jul 12, 2019, 04:42 PM IST
ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, અમિત ચાવડા જામીનદાર

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, અમિત ચાવડા જામીનદાર

સમર્થકોના ટોળા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં સમર્થકોના ટોળા કોર્ટની બહાર તેમના સમર્થનમાં આવ્યા છે. અમદાવાદમાં પહોંચ્ઠેયા બાદ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. તેમની કાર પર પુષ્પવર્ષા કરાઈ હતી. હાલ કોર્ટના છઠ્ઠા માળે સુનવણી શરૂ થઈ ગઈ છે. જેમાં તેમને સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

Jul 12, 2019, 01:01 PM IST
CCTV : અમદાવાદ સ્ટેશન પર ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલાનો પગ લપસ્યો

CCTV : અમદાવાદ સ્ટેશન પર ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલાનો પગ લપસ્યો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે એક મહિલા સાથે મોટો અકસ્માત થતો રહી ગયો હતો. ચાલુ ટ્રેને ચઢવા જતા એક મહિલાનો પગ લપસ્યો હતો. પરંતુ પોલીસ જવાન અને મુસાફરોને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો.

Jul 12, 2019, 09:53 AM IST
ADC બેંક કેસમાં આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે

ADC બેંક કેસમાં આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે

નોટબંધી વખતે  એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 07:48 AM IST
અમીત જેઠવા કેસઃ 2015-17 સુધીના CBIના અધિકારીઓ-ન્યાયાધિશો સામે તપાસની માગ

અમીત જેઠવા કેસઃ 2015-17 સુધીના CBIના અધિકારીઓ-ન્યાયાધિશો સામે તપાસની માગ

અમીત જેઠવા તરફથી કેસ લડી રહેલા વકીલ આનંદ યાજ્ઞિકે પત્રકાર પરિષદમાં સીબીઆઈ કોર્ટના ચૂકાદાને અભૂતપૂર્વ જણાવતા કહ્યું કે, જે 105 સાક્ષીઓ ફરી ગયા છે તેની પણ તપાસ થવી જોઈએ   

Jul 11, 2019, 10:46 PM IST
રાજ્યભરના 20 હજારથી વધુ સ્ટાફનર્સના કર્મચારીઓ દ્વારા પ્રતીક ઉપવાસ

રાજ્યભરના 20 હજારથી વધુ સ્ટાફનર્સના કર્મચારીઓ દ્વારા પ્રતીક ઉપવાસ

વિવિધ 13 જેટલી પડતર માગણીઓને અનુલક્ષીને 'યુનાઈટેડ નર્સિસ ફોરમ' દ્વારા પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું છે, જો સરકાર તેમની માગણીઓ પર ધ્યાન નહીં આપે તો વધુ જલદ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.   

Jul 11, 2019, 05:20 PM IST
મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે

મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે

અમદાવાદમાં ગુજરાત એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં ધોલેરા સ્માર્ટ સિટી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ધોલેરા પહોંચવા માટે મેટ્રોની સેવા પણ મળશે. તથા દેશી ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં શરૂ થશે. આમ, આ ત્રણ મોટી જાહેરાતોથી ધોલેરાના વિકાસને ચાર ચાંદ લાગશે.

Jul 11, 2019, 03:12 PM IST
9 વર્ષ બાદ અમિત જેઠવા હત્યા કેસમાં ન્યાય મળતા પિતા બોલ્યા, આખરે અમને સફળતા મળી

9 વર્ષ બાદ અમિત જેઠવા હત્યા કેસમાં ન્યાય મળતા પિતા બોલ્યા, આખરે અમને સફળતા મળી

અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આજે સીબીઆઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને આજીવન કેદ અને 60.50 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે પોતાના દીકરાને ન્યાય મળતા જેઠવા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી, અને તેમણે ન્યાય મળ્યો તેવું કહ્યું હતું.

Jul 11, 2019, 01:08 PM IST
અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા

અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા

આજે અમિત જેઠવા હત્યા કેસમાં CBI કોર્ટ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ મુખ્ય આરોપી પૂર્વ સાંસદ દીનુ બોઘા સહિત તમામ આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂપિયા 60.50 લાખનો દંડ ફટકાર્યો છે

Jul 11, 2019, 11:42 AM IST
પૂર્વ MLA ભગા બારડને મળ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે સજા પર આપ્યો સ્ટે

પૂર્વ MLA ભગા બારડને મળ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે સજા પર આપ્યો સ્ટે

હાઈકોર્ટથી ધારાસભ્ય ભગા બારડને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ખાણ ખનીજ કેસ મામલે તાલાળાના ધારાસભ્ય ભગા બારડની સજા પર સ્ટે આપ્યો છે. 

Jul 10, 2019, 01:49 PM IST
અમદાવાદનો ચકચારી દલિત યુવક હત્યાનો મામલો હવે લોકસભામાં ચર્ચાશે

અમદાવાદનો ચકચારી દલિત યુવક હત્યાનો મામલો હવે લોકસભામાં ચર્ચાશે

ગુજરાતમાં દલિત યુવાનની હત્યાનો મામલો લોકસભા પહોંચ્યો છે. કોંગ્રેસ સાંસદ કે.સુરેશે અમદાવાદના દલિત યુવકની હત્યા મામલામાં લોકસભામાં નોટિસ આપી છે. ત્યારે હવે લોકસભામાં આ મુદ્દે ચર્ચા થશે. 

Jul 10, 2019, 11:19 AM IST
અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

અમદાવાદ એરપોર્ટનો રન-વે જરા પણ સલામત નથી, DGCAએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

અમદાવાદનું એરપોર્ટ સલામતી બાબતે ગંભીર નથી તેવો એક રિપોર્ટ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી કરવામાં આવ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટનો રનવે ચોમાસામાં લપસણો છે. અહી વિમાનનું લેન્ડિંગ સલામત રીતે થાય તેવી ગેરેન્ટી નથી, એમ રિપોર્ટમાં ટાંકીને કહેવામાં આવ્યું છે. આ કારણોસર જ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ડીજીસીએ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જણાવ્યું છે કે, 15 દિવસમાં જ આ મુદ્દે ખુલાસો કરવામાં આવે. 

Jul 10, 2019, 10:37 AM IST
10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો

10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો

હજી ગત મહિને ગૃહિણીઓના શ્વાસ અદ્ધર થઈ જાય તેટલા સીંગતેલનો ભાવ વધારો નોંધાયો હતો. ત્યારે ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. તહેવારોની સીઝન નજીક આવતા ગૃહિણીઓનું બજેટ સુધરે તેવા સમાચાર હાલ મળ્યાં છે.

Jul 10, 2019, 07:46 AM IST
મચ્છરો પેદા કરતી કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર AMCએ સપાટો બોલાવ્યો

મચ્છરો પેદા કરતી કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર AMCએ સપાટો બોલાવ્યો

મેગાસિટી અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ પણ દોડતુ થયુ છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્રની જુદી જુદી ટીમો દ્વારા મચ્છરોના બ્રીડીંગ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. જ્યાં જરૂર પડ્યે બાંધકામ સાઇટ અને અન્ય જગ્યાઓના માલિકોને દંડ ફટકારી સાઇટ સીલ પણ કરવામાં આવી રહી છે.

Jul 9, 2019, 01:53 PM IST
કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું

કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું

બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાના છે તેવુ જાણવા મળ્યું છે. 

Jul 5, 2019, 03:17 PM IST