close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Ahmedabad News

123 લોકોનો ભોગ લેનાર અમદાવાદના 2009ના લઠ્ઠાકાંડનો આજે ચુકાદો આવશે

123 લોકોનો ભોગ લેનાર અમદાવાદના 2009ના લઠ્ઠાકાંડનો આજે ચુકાદો આવશે

વર્ષ 2009 અમદાવાદ લઠ્ઠાકાંડના મામલામાં આજે સેશન્સ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. વિનોદ ડગરી સહિત 33 આરોપીઓને આ કેસમાં પકડવામાં આવ્યા હતા. 

Jun 28, 2019, 08:53 AM IST
રથયાત્રા પહેલા મોસાળ ગયેલા ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનને કેવા લાડ લડાવાય છે? જાણો

રથયાત્રા પહેલા મોસાળ ગયેલા ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનને કેવા લાડ લડાવાય છે? જાણો

જલયાત્રાની વિધિ બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે મામાના ઘરે સરસપુર ગયા છે અને 14 દિવસ સુધી ભગવાન મામાના ઘરે રોકવાના છે. પરંતુ આ 14 દિવસમાં ભગવાનને મામાના ઘરે સરસપુરમાં ભારે લાડ લડાવવામાં આવે છે.  

Jun 28, 2019, 07:55 AM IST
ઉત્તર ગુજરાતમાં કોંગો વાઇરસનો પગ પેસારો, પશુપાલકનું શંકાસ્પદ મોત થતાં ફફડાટ

ઉત્તર ગુજરાતમાં કોંગો વાઇરસનો પગ પેસારો, પશુપાલકનું શંકાસ્પદ મોત થતાં ફફડાટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર કરવા માટે દાખલ કરાયો હતો, દર્દીના મૃત્યુ પછી વધુ તપાસ માટે રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો   

Jun 27, 2019, 10:46 PM IST
100 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ બનાવશે હાઈટેક શાળાઓ

100 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ બનાવશે હાઈટેક શાળાઓ

ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી 10 નવી હાઈટેક સ્કૂલનું નિર્માણ કરવાનો AMC બોર્ડનો નિર્ણય, નીચું પરિણામ ધરાવતી શાળાઓનું જિલ્લા શિક્ષણાધિકારી આખું વર્ષ મોનિટરીંગ કરશે   

Jun 27, 2019, 04:15 PM IST
અમદાવાદ : પાડોશીને બાળકી રમાડવા આપો છો? તો તમારી સાથે પણ બની શકે છે આવો કિસ્સો

અમદાવાદ : પાડોશીને બાળકી રમાડવા આપો છો? તો તમારી સાથે પણ બની શકે છે આવો કિસ્સો

સરખેજના મકરબા વિસ્તારમાં રહેતા સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની પુત્રીનું પાડોશી મહિલા અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સરખેજ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી બાળકી અને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ગણતરીના સમયમાં જ સરખેજ પોલીસને મહિલાને પકડવામાં સફળતા મળી હતી. 

Jun 27, 2019, 03:47 PM IST
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની દેશદ્રોહ કેસમાં અટકાયત કરાઈ

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની દેશદ્રોહ કેસમાં અટકાયત કરાઈ

દેશદ્રોહના કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. દિનેશ બાંભણિયા સામે બિન જામીનલાયક વોરન્ટ ઇસ્યુ થયું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. 

Jun 27, 2019, 01:42 PM IST
અમદાવાદના દુકાનકારો-શાકવાળા-રીક્ષાવાળા કેમ 5 રૂપિયાની નોટ નથી લેતા? જુઓ રસપ્રદ રિપોર્ટ

અમદાવાદના દુકાનકારો-શાકવાળા-રીક્ષાવાળા કેમ 5 રૂપિયાની નોટ નથી લેતા? જુઓ રસપ્રદ રિપોર્ટ

ભારતીય રિઝર્વ બેંક દ્વારા 5 રૂપિયાની ચલણી નોટ અને સિક્કો વર્ષોથી ચલણમાં મૂકેલો છે. જેને ચલણમાંથી હટાવવાનો કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. પણ અમદાવાદના ઘણા વિસ્તારના દુકાનદારો અને વેપારીઓ રિઝર્વ બેંક કરતાં પણ એડવાન્સ હોય એમ તેમ તેઓ 5 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડે છે. 

Jun 27, 2019, 11:38 AM IST
દેહગામ : પ્રેગનેન્ટ મહિલા દર્દથી કણસતી રહી, પણ ખાનગી ડોક્ટરે પ્રસૂતિ કરાવવાની ના પાડી

દેહગામ : પ્રેગનેન્ટ મહિલા દર્દથી કણસતી રહી, પણ ખાનગી ડોક્ટરે પ્રસૂતિ કરાવવાની ના પાડી

દેશમાં અનેકવાર એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે, તબીબો રૂપિયાની લ્હાયમાં ગરીબ દર્દીઓની સારવાર કરવાનુ ટાળે છે. કેટલાક ગરીબો સારવાર વગર ટળવળી મરી જાય છે, તો કેટલાકને હોસ્પિટલનું લાંબુલચક બિલ ભરવા માટે વ્યાજે રૂપિયા લેવા પડે છે. તબીબોની બેદરકારીનો વધુ એક કિસ્સો ગાંધીનગરના દહેગામમાં બન્યો છે. આ કિસ્સો વાંચીને તમને તબીબ પર ફીટકાર વરસાવશો.

Jun 27, 2019, 09:58 AM IST
ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણી: ઉમેદવારી પત્ર ભરે તે પહેલા જ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણી: ઉમેદવારી પત્ર ભરે તે પહેલા જ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

ગુજરાત કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નોટિફિકેશનમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે.

Jun 25, 2019, 11:55 AM IST
મહિલા કોન્સ્ટેબલે સ્યૂસાઈડ નોટમાં લખ્યું, ‘મમ્મી, તુ નાનપણમાં તૈયાર કરતી તેમ મને મર્યા પછી તૈયાર કરજે’

મહિલા કોન્સ્ટેબલે સ્યૂસાઈડ નોટમાં લખ્યું, ‘મમ્મી, તુ નાનપણમાં તૈયાર કરતી તેમ મને મર્યા પછી તૈયાર કરજે’

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ બેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

Jun 21, 2019, 12:24 PM IST
Yoga Day પર CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ

Yoga Day પર CM વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે યોગ બોર્ડ

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે. 

Jun 21, 2019, 09:53 AM IST
રાજયસભા ચૂંટણી કેસઃ હાઈકોર્ટમાં અહેમદ પટેલની ન્યાયાધિશ સામે કરાઈ પુછપરછ

રાજયસભા ચૂંટણી કેસઃ હાઈકોર્ટમાં અહેમદ પટેલની ન્યાયાધિશ સામે કરાઈ પુછપરછ

અહેમદ પટેલના વકીલ તરીકે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે હાઈકોર્ટમાં ઉપસ્થિત રહી દલીલો કરી, ચાલુ સુનાવણીમાં પી. ચિદમ્બરમનો ફોન રણકી ઉઠતાં તેમણે તાત્કાલિક નામદાર હાઈકોર્ટની માફી માગી, હાઈકોર્ટે પણ પ્રથમ ભૂલ ગણીને માફી આપી.    

Jun 20, 2019, 10:10 PM IST
અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી

અમદાવાદ : પોતાની હવસને સંતોષવા પિતાએ 9 વર્ષની દીકરીને ભોગ બનાવી

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા અને પુત્રીના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ જ પોતાની હવસનો ભોગ સંતોષવા માટે માત્ર નવ વર્ષની દીકરીને ભોગ બનાવી છે. એટલું જ નહિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેને કોઈને જાણ ન કરવા માટેની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.

Jun 20, 2019, 04:17 PM IST
ઉપસરપંચ હત્યા : પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી કહ્યું, ‘માંગ નહિ સ્વીકારો, તો મૃતદેહને CM ઓફિસ લઈ જઈશું’

ઉપસરપંચ હત્યા : પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી કહ્યું, ‘માંગ નહિ સ્વીકારો, તો મૃતદેહને CM ઓફિસ લઈ જઈશું’

બોટાદના જાળીલાના ઉપ-સરપંચની હત્યા બાદ તેમના પરિવારે હજી સુધી તેમનો મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમજ તેમની પત્નીએ પતિના મૃતદેહ સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. બપોર સુધી માત્ર ત્રણ આરોપી જ પકડાતા મૃતક ઉપસરપંચ મનજી સોલંકીનો પરિવાર હજી પણ પોતાની માંગણીઓ પર અડગ છે.

Jun 20, 2019, 03:59 PM IST
બ્રેઇન ડેડ યુવકનું દિલ ધબકાવશે બીજાનું જીવન! વ્યક્તિ કેમ બને છે આ સ્થિતિનો ભોગ? જાણવા કરો ક્લિક...

બ્રેઇન ડેડ યુવકનું દિલ ધબકાવશે બીજાનું જીવન! વ્યક્તિ કેમ બને છે આ સ્થિતિનો ભોગ? જાણવા કરો ક્લિક...

આજે અમદાવાદમાં એક મહત્વની મેડિકલ ઘટના બની છે. આજે રાજકોટના બી.ટી. સવાણી હોસ્પિટલથી જય મોઢવાડિયાના નામના યુવકના હૃદયને હવાઇમાર્ગે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતું.

Jun 20, 2019, 11:57 AM IST
અમદાવાદમાં સ્કૂલવર્ધીવાળાઓની હડતાળથી વાલીઓ અટવાયા, સ્કૂલોની બહાર ટ્રાફિક જામ સર્જાયું

અમદાવાદમાં સ્કૂલવર્ધીવાળાઓની હડતાળથી વાલીઓ અટવાયા, સ્કૂલોની બહાર ટ્રાફિક જામ સર્જાયું

આજે અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ જતી વાન અને રીક્ષાના પૈડા થંભી ગયા છે. અમદાવાદમાં વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના બનાવ બાદ આરટીઓનું તંત્ર દોડતું થયું હતું, અને મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે વાન અને રીક્ષાચાલકોએ પોલીસ અને આરટીઓ તેમને ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાનો આરોપ મૂકીને હડતાળ કરી છે. જેનો ભોગ અમદાવાદના વાલીઓ બન્યા છે. 

Jun 20, 2019, 11:35 AM IST
દલિત ઉપસરપંચ મર્ડર કેસમાં કોંગ્રેસ-જિજ્ઞેશ મેવાણીનો આરોપ, ‘તેમણે સુરક્ષા માંગી હતી છતાં પોલીસે ન આપી’

દલિત ઉપસરપંચ મર્ડર કેસમાં કોંગ્રેસ-જિજ્ઞેશ મેવાણીનો આરોપ, ‘તેમણે સુરક્ષા માંગી હતી છતાં પોલીસે ન આપી’

બોટાદના જાળીલા ગામે સરપંચની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ છે. સરપંચે રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું. પરંતુ પોલીસ રક્ષણ ના આપતાં હત્યા થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ સામે સવાલો ઉભા કર્યાં છે. પોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું કે, સરપંચનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાની આશંકા છે. જ્યારે કે પરિવાર તેમની હત્યા થઈ હોવાનું કહે છે.

Jun 20, 2019, 11:04 AM IST
ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી, તેથી...’

ડરથી કાંપતી PGની પીડિત યુવતીએ ફરિયાદમાં લખાવ્યું, હું દવા લઈને સૂઈ ગઈ હતી, તેથી...’

અમદાવાદના ગર્લ્સ પીજીના કેસમાં યુવતીને અડપલા કરનાર આરોપી આખરે પકડાઈ ગયો છે. જે યુવતી સાથે આ બનાવ બન્યો હતો, તે યુવતી એટલી ગભરાઈ ગઈ હતી કે, શરૂઆતમાં તો તેણે ફરિયાદ કરવાની ના પાડી હતી. પરંતુ પોલીસે પીડિતાને સમજાવતા તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસ તપાસ અને પૂછપરછના આધારે આરોપી સુધી પહોચી શકી હતી. ત્યારે પીડિત યુવતીએ પોતાની ફરિયાદમાં શુ લખાવ્યું, તે જાણીએ.  

Jun 20, 2019, 10:34 AM IST
બોટાદ : દલિત ઉપસરપંચની હત્યા બાદ પરિવારે મૃતદેહ ન સ્વીકારતા પોલીસ દોડતી થઈ, 3 આરોપીની અટકાયત

બોટાદ : દલિત ઉપસરપંચની હત્યા બાદ પરિવારે મૃતદેહ ન સ્વીકારતા પોલીસ દોડતી થઈ, 3 આરોપીની અટકાયત

બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.

Jun 20, 2019, 09:45 AM IST
આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો

આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો

દિવસેને દિવસે લોકોની વિકૃતિ વધી રહી છે, જેની સામે મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે. બાળકીઓ, યુવતીઓ, મહિલાઓ હવે પોતાના ઘરના ઝાંપે પણ સુરક્ષિત નથી. ત્યારે મહિલા સુરક્ષાના દાવા પોકળ કરતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં નવરંગ પુરા વિસ્તારમાં ચાલતા એક ગર્લ્સ પીજીમાં, જ્યાં અંદર 19 યુવતીઓ સૂઈ રહી હતી, ત્યાં એક યુવક અડધી રાત્રે પીજીમાં આવીને યુવતીને શારીરિક અડપલા કરે છે અને બાદમાં ત્યાંથી ભાગી જાય છે. ફ્લેટમાં ડ્રોઈંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવકની ગંદી હરકત કેદ થઈ છે. તો સાથે જ એપાર્ટમેન્ટમાં લાગેલા કેમેરામાં યુવકનો ચહેરો દેખાઈ આવ્યો છે. સાથે જ તે ત્યાંથી બાઈક લઈને ભાગી રહ્યો છે તે પણ

Jun 19, 2019, 01:50 PM IST