close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Ahmedabad News

રથયાત્રાની મંગળા આરતીમાં હાજરી આપવા ગુજરાત પધારશે ગૃહમંત્રી અમિત શાહ

રથયાત્રાની મંગળા આરતીમાં હાજરી આપવા ગુજરાત પધારશે ગૃહમંત્રી અમિત શાહ

4 જુલાઈનાં રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી 142મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે દર વર્ષની જેમ મંગળા આરતીમાં કેન્દ્ર સરકારનાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ મંગળા આરતીમાં સહપરિવાર ભાગ લેશે. 

Jun 16, 2019, 09:29 AM IST
ગોંડલ : કાર પલટી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ

ગોંડલ : કાર પલટી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ

ગોંડલના મોવિયા પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર બે આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા હતા.

Jun 16, 2019, 08:24 AM IST
વાયુ વાવાઝોડુ ફંટાયા બાદ રાજ્યના હવામાનમાં પલટો, 29 તાલુકાઓમાં વરસાદ

વાયુ વાવાઝોડુ ફંટાયા બાદ રાજ્યના હવામાનમાં પલટો, 29 તાલુકાઓમાં વરસાદ

હવામાન ખાતાએ છેલ્લા 12 કલાકોમાં વાયુ વાવાઝોડાની ગતિ ધીમી પડવા છતાં તેને અતિ ગંભીર શ્રેણીમાં મૂકતા કહ્યું છે કે વાયુની દિશા શનિવારે ગુજરાતના કાંઠા વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ થઈ ગઈ છે. હવામાન ખાતાએ વાયુ વાવાઝોડું 17 જૂન સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પહોંચે તેવું અનુમાન કર્યું છે.

Jun 15, 2019, 11:58 PM IST
ડે.સીએમ નીતિન પટેલની ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ

ડે.સીએમ નીતિન પટેલની ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ

પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ડોક્ટરો સાથે મારપીટના મામલા બાદ પ્રદેશમાં આ હડતાળ ચાલુ છે. આ હડતાળની અસર માત્ર બંગાળ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. દેશના ખુણે ખુણેથી ડોક્ટરોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ડોક્ટરો બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના સંદર્ભમાં 17મીએ હડતાળ પર જવાના છે. જે અંગે આજે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ કરી. 

Jun 15, 2019, 11:23 PM IST
સંગઠનને આગળ વધારવા પ્રદેશ ભાજપની કવાયત, સદસ્યતા અભિયાન માટે સમિતિ બનાવી

સંગઠનને આગળ વધારવા પ્રદેશ ભાજપની કવાયત, સદસ્યતા અભિયાન માટે સમિતિ બનાવી

 લોકસભાની ચૂંટણી બાદ હવે પ્રદેશ ભાજપ આગામી ચૂંટણી અને સંગઠન પર્વની તૈયારીઓમાં લાગી ગયું છે. રાષ્ટ્રીય સ્તરેથી નિર્ણય થયા બાદ હવે પ્રદેશ ભાજપે પણ સંગઠનને આગળ વધારવા સદસ્યતા અભિયાનની સમિતિની રચના કરી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને સંયોજક તરીકે અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ પણ સદસ્યતા નોંઘણી અભિયાન હેઠળ 20 ટકા નવા સભ્યો બનાવશે અને સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી ભાજપના અભિયાનને આગળ વધારશે.

Jun 15, 2019, 09:02 PM IST
રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2 બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે. આ બંને બેઠકો પર 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાવવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે.

Jun 15, 2019, 08:11 PM IST
અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેઘ, રસ્તાઓ ભીંજાયા, વસ્ત્રાપુર તળાવમાં આવ્યું પાણી...

અમદાવાદમાં મન મૂકીને વરસ્યો મેઘ, રસ્તાઓ ભીંજાયા, વસ્ત્રાપુર તળાવમાં આવ્યું પાણી...

હાલ રાજ્યમાં વાયુના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદમાં હળવા પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકયો હતો. 

Jun 15, 2019, 02:01 PM IST
હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ ગયેલી અમદાવાદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી, 6 નિર્દોષોને આપ્યો કરંટ

હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ ગયેલી અમદાવાદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી, 6 નિર્દોષોને આપ્યો કરંટ

અમદાવાદનાં રિવરફ્રન્ટ ખાતે કરાયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા ગુંડાગીરી પર ઉતરી આવી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ પાર્કમાં ગાર્ડનીંગનું કામ કરતા 6 જેટલા નિર્દોષ માળીઓને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા ક્રુર અને ઢોર માર મારવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ઇવેન્ટ પાર્કમાં કામ કરતા નિર્દોષ માળીઓને પોલીસે પટ્ટા, પાઈપ અને લાકડીથી ઢોર માર્યો હતો. એટલું જ નહિ, શરીરનાં ગુપ્ત ભાગે વીજળીના કરંટ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસનાં દમનને લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે.

Jun 15, 2019, 08:36 AM IST
અમદાવાદ: પ્રહલાદનગરના ટીમ્બર પોઈન્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી આગ

અમદાવાદ: પ્રહલાદનગરના ટીમ્બર પોઈન્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી આગ

અમદવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડન રોડ પર આવેલ ટિમ્બર પોઇન્ટ નામના બિલ્ડીંગ માં આગ નો બનાવ સામે આવ્યો છે.  

Jun 12, 2019, 05:28 PM IST
અમદાવાદના પ્રખ્યાત એલિસબ્રિજ પરથી લાશના ટુકડા મળ્યા, પોલીસ પણ અવઢવમાં મૂકાઈ

અમદાવાદના પ્રખ્યાત એલિસબ્રિજ પરથી લાશના ટુકડા મળ્યા, પોલીસ પણ અવઢવમાં મૂકાઈ

અમદાવાદના સૌથી જૂના અને ઐતિહાસિક એવા એલિસ બ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. આ અવશેષોને જોતા કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Jun 11, 2019, 03:07 PM IST
સાબરમતી નદીમાંથી નીકળેલા 500 ટન કચરામાં શું શું હતું? જુઓ સમગ્ર અહેવાલ

સાબરમતી નદીમાંથી નીકળેલા 500 ટન કચરામાં શું શું હતું? જુઓ સમગ્ર અહેવાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનભાગીદારી સાથે અમદાવાદની વચ્ચોવચથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાનમાં 60 હજાર લોકો જોડાયા હતા. આ સફાઇ અભિયાનમા અત્યાર સુધીમા 500 ટન કચરો કાઢવામાં આવ્યો છે. 

Jun 11, 2019, 08:58 AM IST
VIDEO: નકલી ડીવાયએસપી કેસમાં જબરદસ્ત વળાંક, પૂછપરછમાં કરી ચોંકાવનારી કબુલાત

VIDEO: નકલી ડીવાયએસપી કેસમાં જબરદસ્ત વળાંક, પૂછપરછમાં કરી ચોંકાવનારી કબુલાત

તાજેતરમાં જ શહેર કોટડા પોલીસે ઝડપેલા નકલી Dysp દિનેશ મહેરિયાની પૂછપરછમાં નવો વળાંક સામે આવ્યો છે. આરોપી દિનેશ મહેરિયા અમદાવાદના અનેક પોલીસકર્મીના પરિચયમાં હોવાનું સામે આવ્યું છે.

Jun 9, 2019, 09:03 PM IST
આવતીકાલથી રાજ્યભરમાં ઓરેન્જ અને રેડ અલર્ટ વચ્ચે ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ

આવતીકાલથી રાજ્યભરમાં ઓરેન્જ અને રેડ અલર્ટ વચ્ચે ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ

સરકારે હવે વેકેશન લંબાવવાની ના પાડી  દેતા આવતી  કાલથી એટલે કે 10 જૂનથી ગુજરાત બોર્ડની શાળાઓ શરૂ થવા જઈ રહી છે. 

Jun 9, 2019, 08:17 PM IST
બહુ જલદી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું થશે આગમન, ભીષણ ગરમીથી મળશે રાહત

બહુ જલદી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનું થશે આગમન, ભીષણ ગરમીથી મળશે રાહત

ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારો કાળઝાળ ગરમીની ચપેટમાં છે. કેરળમાં જો કે ગઈ કાલ અઠવાડિયું વિલંબ કરીને ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે આ ચોમાસુ બહુ જલદી દેશના બીજા ભાગોમાં પણ પહોંચશે. સમગ્ર ગુજરાત રાજ્ય ભીષણ ગરમીના પ્રકોપને ઝેલી રહ્યું છે. લોકો ત્રાહિમામ છે. ત્યારે કાગડોળે વરસાદની રાહ જોવાઈ રહી છે. 

Jun 9, 2019, 05:48 PM IST
લૂંટ અને ચોરી કરવા બાઈક પર આવતી ગેંગનો સાગરિત ઝડપાયો, 7 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

લૂંટ અને ચોરી કરવા બાઈક પર આવતી ગેંગનો સાગરિત ઝડપાયો, 7 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

 અમદાવાદના ચાંદખેડામાં ગર્ભવતી મહિલાને બંધક બનાવીને 4 લાખની લૂંટ કરનાર આતંરરાજય ટોળકીના મુખ્ય સૂત્રધારની ક્રાઈમ બ્રાંચે ઉત્તરાખંડથી ધરપકડ કરી છે. આ ટોળકીએ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત રાજયમાં લૂંટ કરીને આંતક મચાવ્યો હતો . ક્રાઈમ બ્રાંચે હાલ એક આરોપીને ઝડપી આ ટોળકીના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.  

Jun 8, 2019, 06:20 PM IST
ઔડાનાં મકાન સસ્તા ભાવે અપાવવાના બહાને છેતરપીંડી કરનાર બંટી બબલી સામે ફરિયાદ

ઔડાનાં મકાન સસ્તા ભાવે અપાવવાના બહાને છેતરપીંડી કરનાર બંટી બબલી સામે ફરિયાદ

સસ્તા મકાન અપાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય થઇ છે. અગાઉ માધુપુરા અને દરિયાપુર પોલિસ સ્ટેશનમાં ઝડપાઈ ચુકેલા બંટી બબલી કારંજ વિસ્તારમાં પણ 12થી વધુ લોકોને મકાન અપાવવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. જેને લઇ પોલીસે હવે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ફરિયાદીઓને એક દિવાસ્વપ્ન દેખાયું હતું કે પોતે ભાડાના મકાનમાં રહેતા હોય સસ્તી કિંમતે મકાન મળી જાય. પરંતુ હકીકતે  સસ્તા મકાન મળશે તે સપનું જ રહયુ અને આ લાલચ મનમાં જાગતા એક બંટી-બબલીના પરિચયમાં આવ્યા.  

Jun 8, 2019, 06:00 PM IST
અમદાવાદ : લોક થયેલી કારમાં શ્વાસ રુંધાવાથી બાળકનું મોત, કાચ તોડીને બહાર કઢાયો

અમદાવાદ : લોક થયેલી કારમાં શ્વાસ રુંધાવાથી બાળકનું મોત, કાચ તોડીને બહાર કઢાયો

અમદાવાદના બાપુનગરમાં એક બાળકનું બિનવારસી કારમાં ગૂંગળામણથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે.

Jun 7, 2019, 02:45 PM IST
MLAની લાત ખાનાર મહિલાને મળી ધમકી, ‘જો બલરામ થવાણીની ખુરશીને કંઈ થયુ તો...

MLAની લાત ખાનાર મહિલાને મળી ધમકી, ‘જો બલરામ થવાણીની ખુરશીને કંઈ થયુ તો...

અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ મહિલાને લાત માર્યા બાદ સમાધાન કરી લીધું હતું. આ ઘટનાની પીડિત મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. નોંધનીય છે કે, બલરામ થવાણીએ માર માર્યા બાદ મહિલા પાસે રાખડી બંધાવી હતી હાલ તેને મારી નાખવાની ધમકી મળી રહી છે.

Jun 7, 2019, 09:28 AM IST
અમદાવાદ : ઝઘડો કરી રહેલા શખ્સની પાઈપ 20 દિવસની બાળકીને વાગી જતા થયું મોત

અમદાવાદ : ઝઘડો કરી રહેલા શખ્સની પાઈપ 20 દિવસની બાળકીને વાગી જતા થયું મોત

અમદાવાદના મેઘાણીનગરના ચમનપુરમાં મોડી રાત્રે થેયલા જૂથ અથડામણમા 20 દિવસ બાળકીની હત્યા થઈ છે. ઝઘડો કરી રહેલ શખ્સોની પાઇપ અચાનક 20 દિવસ બાળકીને વાગી જતા તેનું મોત થયું હતું. આ વિસ્તારના નામચીન બૂટલેગર સતીષ પટણીના હાથે થઈ છે બાળકીની હત્યા. પોલીસે ચાર શખ્સો પૈકી એકની ધરપકડ કરી છે. 

Jun 7, 2019, 08:56 AM IST
કોંગ્રેસી નેતા કિશનસિંહ તોમર અને પુત્રી માધુરી તોમરે એકબીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

કોંગ્રેસી નેતા કિશનસિંહ તોમર અને પુત્રી માધુરી તોમરે એકબીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે ફરિયાદ નોંધાઈ છે. બોગસ ડિગ્રીના આધારે માધુરી તોમેરે સરકારી નોકરી મેળવ્યાનો આરોપ ખુદ તેમના પિતા કિશનસિંહ તોમરે લગાવ્યો છે. તો માધુરી તોમરે તેના પિતા સામે જ ખોટા ડિગ્રી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. શેઠ સી. એલ શાળાનાં આચાર્યએ માધુરી તોમર સામે ફરિયાદ કરી છે. આમ, બોગસ ડિગ્રી મામલે ખુદ પિતા-પુત્રી જ સામસામે આવી ગયા છે, અને એકબીજા પર આરોપ કરી રહ્યાં છે. બોગસ ડિગ્રી મામલે ખુદ કિશનસિંહ તોમેરે પુત્રી માધુરી તોમર પર આરોપ લગાવ્યો છે. 

Jun 6, 2019, 03:15 PM IST