close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Ahmedabad News

અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

સુરતમાં બનેલી આગની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જે બાદ અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી અને તેની એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 350 ટ્યુશન ક્લાસીસને ફાયરની નવી એનઓસી આપવામાં આવી છે. અને આ પ્રક્રિયા હજીપણ ચાલુ જ છે. 

Jun 1, 2019, 09:11 AM IST
ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અમદાવાદમાં સુરત આગ જેવી ઘટના બનતા રહી ગઈ

ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અમદાવાદમાં સુરત આગ જેવી ઘટના બનતા રહી ગઈ

સુરત આગકાંડનો બનાવ હજી પણ તાજો છે. લોકો હજી પણ એ 22 માસુમોના મોતનો મલાજો પણ સંભાળાયો નથી, ત્યાં અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. 

May 31, 2019, 10:33 AM IST
બૂટ-પેન્ટ ગુપ્ત ખાના બનાવીને સોનુ છુપાવ્યું હતું, અમદાવાદ એરપોર્ટ પર ઉઘાડી પડી પોલ

બૂટ-પેન્ટ ગુપ્ત ખાના બનાવીને સોનુ છુપાવ્યું હતું, અમદાવાદ એરપોર્ટ પર ઉઘાડી પડી પોલ

ગુજરાત એટીએસ અને કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી કરતા ત્રણ શખ્સોને એરપોર્ટ પાસેથી ઝડપી લીધા છે. ગેરકાયદેસર રીતે સોનાની તસ્કરી કરતા ત્રણ શખ્સોની હાલ કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ શખ્સો ચાર કિલો સોનુ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનું હતું.

May 30, 2019, 03:37 PM IST
અમદાવાદ : બાઈક પર આવીને યુવતીને ગંદી રીતે સ્પર્શ કરનાર યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યો

અમદાવાદ : બાઈક પર આવીને યુવતીને ગંદી રીતે સ્પર્શ કરનાર યુવકને પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યો

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો હોવાનો વધુ એક પુરાવો મળી રહ્યો છે. જેના પુરાવા દિવસેને દિવસે મળી રહ્યાં છે. ત્યારે યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે.

May 30, 2019, 12:13 PM IST
અમદાવાદ : થેફ્ટ સિક્યુરિટી સાઈરન હોવા છતાં Appleના શો રૂમમાંથી લાખોના મોબાઈલની ચોરી

અમદાવાદ : થેફ્ટ સિક્યુરિટી સાઈરન હોવા છતાં Appleના શો રૂમમાંથી લાખોના મોબાઈલની ચોરી

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી એપ્પલ કંપનીના શો રૂમમાંથી તસ્કરો લાખો રૂપિયાના મોબાઈલ અને હાર્ડવેરના સ્પેરસ્પાર્ટ ચોરી થઈ છે. તસ્કરોએ શો રૂમનું બંને બાજુ શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. જોકે થેફ્ટ સિક્યુરિટી સાયરન ચાલુ થઈ ગયુ હોવા છતાં ચોર કઈ રીતે ચોરી કરી ફરાર થયા અને સવારે 10 વાગ્યા સુધી કેમ કોઈને સાયરન ન સંભળાઈ તેના પર સવાલ ઉભા થયા છે.

May 27, 2019, 01:47 PM IST
અમદાવાદની આ ઓરડી સાથે PM મોદીને છે ખાસ નાતો, જાણો શું છે રસપ્રદ વાત

અમદાવાદની આ ઓરડી સાથે PM મોદીને છે ખાસ નાતો, જાણો શું છે રસપ્રદ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) લોકસભાની ચૂંટણીમાં (Lok sabha Election 2019) પ્રચંડ વિજય મેળવ્યા પછી પહેલીવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા. ભાજપના (BJP) ખાનુપર કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જૂના સંસ્મરણો યાદ કર્યા. જોકે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ લોકોનો આભાર માનવાનું ચૂક્યા ન હતા. ગુજરાતમાં અનેક સ્થળોએ પીએમ મોદીની બાળપણ, યુવાનીકાળ તથા આરએસએસના કાર્યકર્તા તરીકે અનેક સ્થળોએ મીઠી યાદ બનાવી છે. તેમાનું એક છે અમદાવાદનું જગન્નાથ મંદિર. અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જગન્નાથ મંદિરના એક

May 27, 2019, 10:24 AM IST
સુરતની ઘટનાથી પીએમ મોદી ખુબ વ્યથિત, આપ્યું મોટું નિવેદન

સુરતની ઘટનાથી પીએમ મોદી ખુબ વ્યથિત, આપ્યું મોટું નિવેદન

લોકસભા ચૂંટણીમાં એકવાર ફરીથી પ્રચંડ બહુમત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી જ્યારે રવિવારે પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાત પહોંચ્યાં ત્યારે તેમના ભાષણમાં સુરતના હચમચાવી નાખે તેવા અગ્નિકાંડ અંગેની વ્યથા સ્પષ્ટરીતે જોવા મળી

May 26, 2019, 09:17 PM IST
પીએમ મોદીએ હીરાબાના લીધા આશીર્વાદ, માતાએ ચાંદલો કરીને પુત્રની જીતના કર્યા વધામણા

પીએમ મોદીએ હીરાબાના લીધા આશીર્વાદ, માતાએ ચાંદલો કરીને પુત્રની જીતના કર્યા વધામણા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને મળેલી પ્રચંડ જીત બાદ આજે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યાં. સાંજે 6 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં. સુરતની ઘટનાને લઈને સ્વાગત કાર્યક્રમ અને અન્ય કાર્યક્રમ એકદમ સાદગીભર્યા રાખવામાં આવ્યાં હતાં.

May 26, 2019, 05:08 PM IST
પદગ્રહણ પહેલા પીએમ મોદી કેમ ભાજપના ખાનપુર કાર્યાલયમાં જાય છે? આ છે મોટું કનેક્શન

પદગ્રહણ પહેલા પીએમ મોદી કેમ ભાજપના ખાનપુર કાર્યાલયમાં જાય છે? આ છે મોટું કનેક્શન

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. તેઓ બીજીવાર વડાપ્રધાન તરીકેના શપછ લેશે. ત્યારે શપથવિધિ પહેલા તેઓ આજે ગુજરાત આવીને તેમની માતા હીરા બાના આર્શીવાદ લેશે. આ પહેલા તેઓ ભાજપના ખાનપુર કાર્યાલય બહાર જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી બન્યા પહેલા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ખાનપુરના જેપી ચોકમાં જનસભાને સંબોધન કર્યું હતું. ભાજપના ગુજરાતના ઈતિહાસમાં આ કાર્યાલયનો મોટો રોલ રહ્યો છે. 

May 26, 2019, 02:08 PM IST
સુરત આગકાંડમાં વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે તો હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરશે

સુરત આગકાંડમાં વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે તો હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરશે

સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જેમ નવી વહુના નવ દહાડા હોય, તેમ ગુજરાત સરકાર હાલ તો કાર્યવાહી કરી રહી છે, પણ બાદમાં શું. શું આ ટૂંક સમયમાં જ લેવાનારા પગલા છે કે, પછી સરકાર બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારશે. ત્યારે આ ઘટના બાદ જો સરકાર કોઈ પગલા નહિ લે તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે સાંજે સુરતમાં ઉપવાસ આંદોલન પર બેસવાનું નક્કી કર્યું છે.

May 26, 2019, 12:47 PM IST
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર સામસામે ટકરાઈ, 4ના મોત

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર સામસામે ટકરાઈ, 4ના મોત

ધોલેરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા.

May 26, 2019, 10:30 AM IST
આજે પદનામિત પીએમ મોદી ગુજરાતમાં, 2014માં જીત બાદ પણ ખાનપુરમાં યોજી હતી સભા

આજે પદનામિત પીએમ મોદી ગુજરાતમાં, 2014માં જીત બાદ પણ ખાનપુરમાં યોજી હતી સભા

લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીની ઔપચારિક પસંદગી પૂર્ણ થઈ ગઈ છે. જેના બાદ હવે તેઓ પ્રધાનમંત્રી તરીકે બીજીવાર શપથ લેશે. ત્યારે શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આજે રવિવારે સાંજે નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ પહોંચશે. 

May 26, 2019, 08:13 AM IST
ભાજપના ઉમેદવારો પર લોકોએ છપ્પર ફાડકે પ્રેમ વરસાવ્યો, 2014 કરતા લીડ વધી

ભાજપના ઉમેદવારો પર લોકોએ છપ્પર ફાડકે પ્રેમ વરસાવ્યો, 2014 કરતા લીડ વધી

રસપ્રદ બાબત એ છે કે, લગભગ તમામ બેઠકો પર ભાજપને 2014 કરતા વધુ લીડ મળી છે. કેટલીક બેઠકો એવી છે, જેમાં 2014 કરતા પણ બમ્પર લીડ મળી છે. એકમાત્ર દાહોડની લીડ થોડી ઘટી છે. દાહોદમાં 2014ના વર્ષમાં ભાજપને 230,354 મત પડ્યા હતા, જ્યારે 2019ના ઈલેક્શનમાં 127596 મત મળ્યાં છે.  

May 24, 2019, 01:32 PM IST
ગુજરાતની તમામ 26 બેઠકો પર ખીલ્યું કમળ, કોંગ્રેસના સૂપડાં સાફ, દરેક બેઠકની વિગતો જાણવા કરો ક્લિક

ગુજરાતની તમામ 26 બેઠકો પર ખીલ્યું કમળ, કોંગ્રેસના સૂપડાં સાફ, દરેક બેઠકની વિગતો જાણવા કરો ક્લિક

2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધીમાં યોજાઈ ગઈ હતી. જેના પરિણામો આજે જાહેર થયાં. સમગ્ર દેશમાં મોદી લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી. પ્રચંડ બહુમતથી ભાજપના નેતૃત્વવાળા એનડીએનો વિજય મળ્યો છે. વિરોધીઓના સૂપડાં સાફ થઈ ગયા છે.

May 24, 2019, 12:14 AM IST
જામનગર લોકસભા પરિણામ : પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી

જામનગર લોકસભા પરિણામ : પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી

જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂનમ માડમ આ વખતે પણ જંગી લીડથી જામનગરની બેઠક પર કબજો જમાવ્યો છે.

May 23, 2019, 05:24 PM IST
શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે

શાંતિથી ન બેસો, 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે

ગુજરાતમાં આ સાથે જ ચૂંટણીનો માહોલ સમાપ્ત થયો છે એવું તમે માનતા હોય તો તમે ખોટા છો. કારણ કે, આગામી 6 મહિનામાં ફરીથી ગુજરાતના આંગણે ચૂંટણી આવીને ઉભી જ રહેશે. શું છે આ પાછળનું કારણ તે જાણીએ....

May 23, 2019, 04:39 PM IST
અમદાવાદ (પશ્ચિમ): BJPના કિરિટ સોલંકીને હંફાવવામાં નિષ્ફળ ગયા કોંગ્રેસના રાજુ પરમાર

અમદાવાદ (પશ્ચિમ): BJPના કિરિટ સોલંકીને હંફાવવામાં નિષ્ફળ ગયા કોંગ્રેસના રાજુ પરમાર

નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અને હાલની ચૂંટણીમાં પણ તેમને ભાજપે રિપિટ કર્યા છે અને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ કિરિટ સોલંકીને પોણા પાંચ લાખ મતો મળ્યાં છે, જ્યારે કોંગ્રેસના રાજુ પરમારને પોણા ત્રણ લાખ મતો મળ્યાં છે. મતગણતરી હજુ ચાલુ છે. 

May 23, 2019, 03:13 PM IST
અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા, હસમુખ પટેલને જંગી લીડ

અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા, હસમુખ પટેલને જંગી લીડ

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જીત્યા. અમદાવાદ (પૂર્વ)ની બેઠક પર મુખ્ય રીતે ભાજપના હસમુખભાઈ પટેલ અને કોંગ્રેસના ગીતાબેન પટેલ વચ્ચે મુકાબલો હતો. હસમુખભાઈએ 434330 મતોથી ગીતાબેનને હરાવ્યાં.

May 23, 2019, 02:44 PM IST
ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ મોડું આવી શકે છે, જુઓ શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ...

ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ મોડું આવી શકે છે, જુઓ શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ...

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતા વ્યક્ત કરી છે. 

May 22, 2019, 02:39 PM IST
ફરી શેકાયુ અમદાવાદ, હવામાન ખાતાએ કરી હીટવેવની આગાહી

ફરી શેકાયુ અમદાવાદ, હવામાન ખાતાએ કરી હીટવેવની આગાહી

અમદાવાદમાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

May 22, 2019, 08:41 AM IST