close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Ahmedabad News

અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા, હસમુખ પટેલને જંગી લીડ

અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા, હસમુખ પટેલને જંગી લીડ

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જીત્યા. અમદાવાદ (પૂર્વ)ની બેઠક પર મુખ્ય રીતે ભાજપના હસમુખભાઈ પટેલ અને કોંગ્રેસના ગીતાબેન પટેલ વચ્ચે મુકાબલો હતો. હસમુખભાઈએ 434330 મતોથી ગીતાબેનને હરાવ્યાં.

May 23, 2019, 02:44 PM IST
ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ મોડું આવી શકે છે, જુઓ શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ...

ગુજરાતમાં ચૂંટણીનું પરિણામ મોડું આવી શકે છે, જુઓ શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ...

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો ઉપર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જોકે, ચૂંટણીનું પરિણામ 3થી 4 કલાક મોડુ આવે તેવી પણ ચૂંટણી પંચે શક્યતા વ્યક્ત કરી છે. 

May 22, 2019, 02:39 PM IST
ફરી શેકાયુ અમદાવાદ, હવામાન ખાતાએ કરી હીટવેવની આગાહી

ફરી શેકાયુ અમદાવાદ, હવામાન ખાતાએ કરી હીટવેવની આગાહી

અમદાવાદમાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

May 22, 2019, 08:41 AM IST
ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો

ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો

અમદાવાદ જિલ્લાનું ધોરણ 10નું 71.50% પરિણામ આવ્યું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. 600માંથી 583 માર્ક મેળવીને 97.16% સાથે રાજ્યભરમાં શાશ્વત ઉપાધ્યાય પ્રથમ નંબરે આવ્યો છે. 

May 21, 2019, 04:16 PM IST
એક સમયે દીક્ષા લેવાનો નિર્ણય કરી ચૂકેલી અમદાવાદની બ્રિન્દાએ મેળવ્યા 99.11 પર્સન્ટાઈલ

એક સમયે દીક્ષા લેવાનો નિર્ણય કરી ચૂકેલી અમદાવાદની બ્રિન્દાએ મેળવ્યા 99.11 પર્સન્ટાઈલ

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેબસાઈટ પર ધોરણ-10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. ત્યારે અમદાવાદમાં બ્રિન્દા શાહ નામની વિદ્યાર્થીનીએ 99.11 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ વિદ્યાર્થીની ધોરણ-10 સુધીના અભ્યાસની કહાની પણ રોચક છે, કારણ કે એક સમયે બ્રિન્દા દીક્ષા લેવાની હતી. 

May 21, 2019, 08:35 AM IST
અમદાવાદ : બેડરૂમમાં મહિલાની ગોળી વાગેલી લાશ મળી, પતિ ફરાર, હત્યા કે આત્મહત્યા?

અમદાવાદ : બેડરૂમમાં મહિલાની ગોળી વાગેલી લાશ મળી, પતિ ફરાર, હત્યા કે આત્મહત્યા?

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક મહિલાનું ગોળી વાગતા મોત થયુ છે. એક તરફ કહેવાય છે કે, આ મહિલાએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી છે, પરંતુ મહિલાના મોત બાદ પતિ ફરાર હોવાથી આ હત્યા છે કે આત્મહત્યા તે વિશે અનેક તર્કવિતર્કો સર્જાયા છે. 

May 20, 2019, 02:56 PM IST
ZEE 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલનું તંત્ર જાગ્યું, ડિપોઝીટની મોટી રકમ લેવાનો નિર્ણય બદલ્યો

ZEE 24 કલાકના અહેવાલ બાદ SVP હોસ્પિટલનું તંત્ર જાગ્યું, ડિપોઝીટની મોટી રકમ લેવાનો નિર્ણય બદલ્યો

અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો પાસેથી લેવાતી રૂપિયા 5000ની ડિપોઝીટ અંગે સત્તાધીશોને આખરે નિર્ણય બદલવાનો વારો આવ્યો છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. અને હવે મા અમૃતમ, આયુષ્યમાન કે અન્ય સરકારી યોજનાના કાર્ડ હશે તો ડિપોઝીટની રકમ ન લેવાનો નિર્ણય કર્યો છે. 

May 20, 2019, 02:21 PM IST
PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’

PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’

અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.

May 20, 2019, 01:01 PM IST
video જાણીતા જ્યોતિષાચાર્યે લોકસભા ચૂંટણી પરિણામો અંગે કરી 'ભવિષ્યવાણી', કહ્યું-રાહુલ ગાંધી સારા પરંતુ....

video જાણીતા જ્યોતિષાચાર્યે લોકસભા ચૂંટણી પરિણામો અંગે કરી 'ભવિષ્યવાણી', કહ્યું-રાહુલ ગાંધી સારા પરંતુ....

લોકસભા ચૂંટણી 2019ના સાતેય તબક્કાનું મતદાન આજે પૂરું થયું. આ સાથે જ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. અલગ અલગ એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને બહુમત મળશે તેવું તારણ નીકળી રહ્યું છે.

May 19, 2019, 06:51 PM IST
સાઈબર ક્રાઈમનું નવું સોફ્ટવેર, હવે ફરિયાદીએ નહીં ખાવા પડે ધક્કા, જાણો વિગતવાર માહિતી

સાઈબર ક્રાઈમનું નવું સોફ્ટવેર, હવે ફરિયાદીએ નહીં ખાવા પડે ધક્કા, જાણો વિગતવાર માહિતી

અમદાવાદમાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ વધુ બની રહ્યા છે. સાયબર ક્રાઇમ પણ તેનું કામ કરી રહી છે, પણ ક્યારેક એવું બને છે કે ભોગ બનનાર અરજી કરે પછી તેને સાયબર ક્રાઇમમાં ધક્કા ખાવા પડે છે અને પોલીસનો કડવો અનુભવ થતો હોય છે.

May 19, 2019, 06:00 PM IST
અમદાવાદમાં સૌથી મોટો દીક્ષા સમારોહ, એકસાથે 19 લોકો દીક્ષા લેશે

અમદાવાદમાં સૌથી મોટો દીક્ષા સમારોહ, એકસાથે 19 લોકો દીક્ષા લેશે

અમદાવાદ ખાતે જૈન સમાજ દ્વારા આયોજિત સામૂહિક દીક્ષાઉત્સવ આત્મોદ્વાર-3નો આજથી પ્રારંભ થયો. કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે 23મી મેના રોજ રિવરફ્રન્ટ ખાતે આવેલા વલ્લભ સદનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં 19 જેટલા વ્યક્તિઓ સંસારિક જીવનનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. જેમાં 17 મહિલા અને 2 પુરુષો છે.

May 19, 2019, 04:35 PM IST
ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા

ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા

રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.

May 19, 2019, 01:45 PM IST
મેનકા ગાંધીએ કચ્છના તરતા ઊંટને બચાવવા ગુજરાત સરકાર પાસેથી માંગી ખાસ મંજૂરી

મેનકા ગાંધીએ કચ્છના તરતા ઊંટને બચાવવા ગુજરાત સરકાર પાસેથી માંગી ખાસ મંજૂરી

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસેથી કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરતા મૂકવાની મંજરી માંગી હતી.

May 19, 2019, 12:28 PM IST
અમદાવાદ : બીટકોઈન ટ્રેડરની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું DYSP ચિરાગ સવાણીનું નામ

અમદાવાદ : બીટકોઈન ટ્રેડરની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું DYSP ચિરાગ સવાણીનું નામ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક વેપારીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા છે. બીટકોઈનમાં રોકાણ કરનાર પોલીસ અધિકારીને થયેલા નુકશાનના દબાણથી આત્મહત્યા કર્યાનું સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. વેપારીએ સ્યુસાઈડ નોટમાં પોલીસ અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો છે.  

May 19, 2019, 11:04 AM IST
વિશાલ કગથરાની અંતિમયાત્રા નીકળી, ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા પિતા લલિત કગથરા

વિશાલ કગથરાની અંતિમયાત્રા નીકળી, ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા પિતા લલિત કગથરા

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની આજે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો વિશાલ કગથરાની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

May 19, 2019, 10:16 AM IST
અમદાવાદ : સફાઈ કરવા ગટરમાં ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી મોત

અમદાવાદ : સફાઈ કરવા ગટરમાં ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી મોત

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા પંપિગ સ્ટેશનમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરના ગેસ ગળતરથી મોત નિપજ્યા છે. ખાનગી કોન્ટ્રાકટરના ચાર મજૂરો મોડી રાતે ગટરની સફાઈ કરતા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. 

May 19, 2019, 09:42 AM IST
જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે

જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે

અમદવાદ શહેરમાં નશીલા પદાર્થનું ચલણ વધ્યું હોય તેમ ગાંજો અને ચરસ પીનારાઓને બેરોકટોક નશીલો પદાર્થ મળતો હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે રેલવે પોલીસ અને SOG ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે છેલ્લા થોડાક સમયમાં ગાંજાની હેરાફેરી કરતા અનેક આરોપીઓ ઝડપ્યા છે. તેને જોતા સામાન્ય લોકોમાં ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રેલવે માદક પદાર્થોની હેરાફેરી કરવા કેવી રીતે કેરિયરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યું છે જોઈએ.

May 19, 2019, 09:01 AM IST
બ્રેકએપ થતા પ્રેમી બન્યો વિલન, પ્રેમિકાને બદનામ કરવા મેસેજ અને ફોટા વાઈરલ કર્યા, થઈ ધરપકડ

બ્રેકએપ થતા પ્રેમી બન્યો વિલન, પ્રેમિકાને બદનામ કરવા મેસેજ અને ફોટા વાઈરલ કર્યા, થઈ ધરપકડ

અમદાવાદમાં પ્રેમિકાએ બ્રેકઅપ કરી દેતા પ્રેમીએ સોશિયલ મિડીયા પર બિભત્સ મેસેજ અને ફોટો વાયરલ કરીને પ્રેમિકાને બદનામ કરતા ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમે ફરિયાદને આધારે આરોપી પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સાઈબર  ક્રાઈમે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. 

May 18, 2019, 09:06 PM IST
અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો, ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો

અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો, ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો

રાજ્યમાં કેટલાક સ્થળોએ ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. શિવરંજની, પ્રહલાદનગર, સેટેલાઈટ, બોપલ, એસ જી હાઈવેના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખુબ પવન ફૂંકાયો અને કેટલાક સ્થળો પર વરસાદ પડ્યો છે. જો કે આ કમૌસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. 

May 18, 2019, 06:49 PM IST
પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા પતિની 18 વર્ષ બાદ મધ્ય પ્રદેશથી ધરપકડ

પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા પતિની 18 વર્ષ બાદ મધ્ય પ્રદેશથી ધરપકડ

18 વર્ષ પહેલા શહેરમાં બનેલી ઓનર કિલિંગની એક ઘટનામાં અંતે પતિની ધરપકડ કરાઇ છે. બાળપણમાં સગા કાકા જ બળાત્કાર ગુજારતા હોવાની પત્નીની વાતોથી કંટાળેલા પતિએ અંતે પત્નીનું ગળુ દબાવી દીધુ. એટલું જ નહીં તેના પિતરાઈ ભાઇને પણ પત્નીની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. 

May 18, 2019, 06:23 PM IST