અમદાવાદ ન્યૂઝ

MBBS નો વિદ્યાર્થી મિત બન્યો ચોર, માત્ર 10 હજાર માટે ચોરી કરી કોરોના ટેસ્ટિંગ કીટ

MBBS નો વિદ્યાર્થી મિત બન્યો ચોર, માત્ર 10 હજાર માટે ચોરી કરી કોરોના ટેસ્ટિંગ કીટ

ધાટલોડિયા પોલીસ (Police) ગિરફતમાં રહેલ વિદ્યાર્થી મિત જેઠવાએ કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાના આરોપથી ધરપકડ કરી છે.

Mar 29, 2021, 10:02 AM IST
કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ

કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ

આજે રંગોનો તહેવાર એટલે ધુળેટીનો પર્વ છે. પરંતુ કોરોના કહેર અને તંત્રના આદેશની અસર જોવા મળી રહી છે. રોડ-રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તા સામ સૂમસામ ભાસી રહ્યા છે.

Mar 29, 2021, 09:01 AM IST
રવિન્દ્ર જાડેજા ચા બનાવે અને હું રોટલી બનાવું છું, જાણો રિવા બાએ કેમ આવું કહ્યું?

રવિન્દ્ર જાડેજા ચા બનાવે અને હું રોટલી બનાવું છું, જાણો રિવા બાએ કેમ આવું કહ્યું?

દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએ એ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. આ શબ્દો છે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાના. તેઓ કાર્યક્રમમાં દીકરીઓને ભણાવવા અંગે વાત કરતાં હતાં ત્યારે આ વાત કહી. તેમણે કહ્યું કે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી.

Mar 29, 2021, 01:47 AM IST
અમદાવાદમાં છેડતી કરનાર યુવકને ઢોર માર મરાયો, સારવાર દરમિયાન નિપજ્યું મોત

અમદાવાદમાં છેડતી કરનાર યુવકને ઢોર માર મરાયો, સારવાર દરમિયાન નિપજ્યું મોત

ત્રણ દિવસ અગાઉ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા નજીક સગીરાની છેડતી મુદ્દે સગીરાના પરિવાર દ્વારા યુવકને ઝડપી લેવાયો હતો. ત્યાર બાદ ટેકરા વિસ્તારનાં તમામ લોકોએ ભેગા મળીને યુવકને ઢોર માર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. વાડજ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આદારે હત્યાનો ગુનો દાખલ કરીને મહિલા આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોની વીડિયોના આધારે ઓળખ કરીને ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે. 

Mar 28, 2021, 10:39 PM IST
મહારાષ્ટ્રના 2 દિગગજ નેતાઓની ગુજરાત મુલાકાત બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ

મહારાષ્ટ્રના 2 દિગગજ નેતાઓની ગુજરાત મુલાકાત બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ

શુક્રવારે રાત્રે NCP ના ચીફ શરદ પવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા અને એક જાણીતા ઉદ્યોગપતિને ત્યાં રાત્રી રોકાણ પણ કર્યું અને શનિવારે સવારે મુંબઇ જવા રવાના થયા.

Mar 28, 2021, 03:41 PM IST
5 વિદ્યાર્થીઓની એક ભૂલથી IIM અમદાવાદનું કેમ્પસ સુપરસ્પ્રેડર બન્યું, 45 કેસ થયા

5 વિદ્યાર્થીઓની એક ભૂલથી IIM અમદાવાદનું કેમ્પસ સુપરસ્પ્રેડર બન્યું, 45 કેસ થયા

12 માર્ચે મેચ જોઈને આવેલા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા સંક્રમિત વિદ્યાર્થીઓએ IIM અમદાવાદની જગ્યાએ પોતાના ઘરનું એડ્રેસ લખાવ્યુ હતું અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના આઈઆઈએમ કેમ્પસમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. IIMA કેમ્પસમાં ધીરે ધીરે કરીને કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે. IIMAમાં 12 દિવસમાં કુલ 45 લોકો કોરોના પોઝિટિવ થયા છે. 26 માર્ચે કેમ્પસમાં પહેલો કેસ આવ્યો હતો, જેના બાદ કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. 

Mar 28, 2021, 02:50 PM IST
તંત્રનો કડક નિર્ણય: જો હોળી રમ્યા તો કપાઇ જશે પાણીનું કનેક્શન, તંત્રની ફૌજ ઉતરશે મેદાને

તંત્રનો કડક નિર્ણય: જો હોળી રમ્યા તો કપાઇ જશે પાણીનું કનેક્શન, તંત્રની ફૌજ ઉતરશે મેદાને

આવતીકાલે તંત્ર મસમોટી ફૌજ મેદાનમાં ઉતરશે. પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Mar 28, 2021, 01:27 PM IST
મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપ આ 4 નામોમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળી શકે છે

મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપ આ 4 નામોમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળી શકે છે

આદિવાસી માટે અનામત એવી મોરવા હડફની બેઠક પર સાચા આદિવાસીની લડાઈ છે ભાજપની મીટિંગમાં 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં ફાઈનલ કરાયા 4 નિરીક્ષકોએ કોંગ્રેસ પક્ષ તરફથી 11 જેટલા દાવેદારો સાથે ચર્ચા કરી

Mar 28, 2021, 11:03 AM IST
હોળી પર ઘરે બેઠા કરો ગુજરાતના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોના દર્શન, Live

હોળી પર ઘરે બેઠા કરો ગુજરાતના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોના દર્શન, Live

આજે ફાગણ સુદ પૂનમ નિમિતે દેશભરમાં હોળીપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રસિદ્ધ મંદિરોમાં હોળી પર્વ (Holi) પર વિશિષ્ટ પૂજા કરવામાં આવી રહી છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં હોળીની દર વર્ષે વિશિષ્ટ ઉજવણી થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના ગ્રહણના કારણે ડાકોરમાં અને દ્વારકામાં હોળીપર્વની ઉજવણી નહિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યા છે. જો કે દર્શનાર્થીઓ ભગવાનના દર્શન ઓનલાઈન અથવા અમારા એટલે કે ZEE 24 કલાકના માધ્યમથી કરી રહ્યા છે. શામળાજીમાં મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્લા છે, અને શામળાજીમાં કોરોનાના ગાઈડલાઈન સાથે ભગવાનના દર્શન થઈ

Mar 28, 2021, 09:41 AM IST
ગુજરાતમાં બહારથી આવી રહેલા દરેક નાગરિકે RTPCR ટેસ્ટ ફરજિયાત દેખાડવો પડશે

ગુજરાતમાં બહારથી આવી રહેલા દરેક નાગરિકે RTPCR ટેસ્ટ ફરજિયાત દેખાડવો પડશે

કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકાર દ્વારા વધારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતા તમામ લોકો ગત 72 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ હોય અને નેગેટિવ હોય તો જ તેમને પ્રવેશ મળશે તેવો નવો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાત કરવાનું રહેશે. આ હુકમ પહેલી એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી લાગું રહેશે. રાજ્ય બહારથી આવતા દરેક વ્યક્તિનું સ્કેનિંગ પણ ફરજિયાત કરવામાં આવશે. 

Mar 27, 2021, 09:36 PM IST
સરવેનું હકારાત્મક પરિણામ, વેક્સીન લીધા બાદ તબીબોમાં વિકસી એન્ટીબોડી

સરવેનું હકારાત્મક પરિણામ, વેક્સીન લીધા બાદ તબીબોમાં વિકસી એન્ટીબોડી

કોરોના વેક્સીન લેનારાઓને પણ કોરોના થઈ રહ્યો છે, તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જોકે, આ મામલે એન્ટીબોડી જનરેટ થઈ છે કે નહિ તે જોવુ બહુ જ મહત્વનું છે. ત્યારે કોરોના વેકસીન મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની વેક્સીન લેનાર તબીબોમાં એન્ટીબોડી વિકસી કે નહિ તે મામલે કરાયેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. 

Mar 27, 2021, 03:51 PM IST
ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી

ગુજરાતમાં દર 2 મિનિટે 3 લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી

કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં 65 જેટલા સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવાયા અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવિડ હૉસ્પિટલની સંખ્યામાં વધારો થયો, હવે 76 ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે

Mar 27, 2021, 01:44 PM IST
ગુજરાતના આ શહેરમાં વાહન ધીમે ચલાવજો, નહિ તો પોલીસ ફટકારશે દંડ

ગુજરાતના આ શહેરમાં વાહન ધીમે ચલાવજો, નહિ તો પોલીસ ફટકારશે દંડ

નિયમ ભંગ કરનારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે અમદાવાદ પોલીસે વાહનની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું ઉદય રંજન/અમદાવાદ :રસ્તા પર વધી રહેલું ટ્રાફિકનું ભારણ, અકસ્માતોના પ્રમાણને જોતા વિવિધ નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે સ્પીડમાં વાહનો હંકારતા લોકો પર લગામ મૂકાશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ હવે અમદાવાદના રસ્તાઓ પર એક લિમિટથી વધુ સ્પીડમાં વાહન હંકારી નહિ શકાય. લિમિટ બહાર વાહન હંકારનારને દંડ થશે. 

Mar 27, 2021, 09:35 AM IST
શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફા અપાવવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ

શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફા અપાવવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ

સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરી એક વખત  શેર ટ્રેડિંગ માં રોકાણ કરાવી બમણો નફો કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેગ ને ઝડપી પાડી છે. હાલ પોલીસે 6 આરોપીઓને ઝડપી કેવી રીતે આ ગેંગ લોકો ને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી તે અંગે વધુ પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ ચાલુ કરી છે.

Mar 26, 2021, 11:34 PM IST
આટલા ઉંચા અધિકારીઓને લાંચ લેતા શરમ પણ નહી આવતી હોય? GST ના સુપ્રીટેન્ડન્ટ કક્ષાના અધિકારી ઝડપાયા

આટલા ઉંચા અધિકારીઓને લાંચ લેતા શરમ પણ નહી આવતી હોય? GST ના સુપ્રીટેન્ડન્ટ કક્ષાના અધિકારી ઝડપાયા

શહેરના આનંદનગર રોડ ઉપર આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીના બે અધિકારીઓને એસીબીએ ટ્રેપ ગોઠવી રંગેહાથ દોઢ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. મહત્વનું છે કે ઓનલાઈન રિટેઈલ ફર્નિશિંગનું કામ કરતા વેપારી તેઓનો સામાન ઇમપોર્ટ કરે છે. ત્યારે ઈમ્પોર્ટ કરેલા સામાન લેવા પર ઇમ્પોર્ટની ટેક્સ ક્રેડિટના ચૂકવવાના થતા જીએસટી સામે મજરે લેવા બાબતે CGST ના વર્ગ 1 અધિકારી નીતુ સીંગ ત્રિપાઠી તેમજ વર્ગ 2 અધિકારી પ્રકાશ રસાણીયાએ પાંચ લાખની લાંચ માંગી હતી.

Mar 26, 2021, 11:07 PM IST
AYESHA ને ભુલી ગયા? આયેશા આત્મહત્યા કેસમાં આવ્યો એક વધારે ચોંકાવનારો વળાંક !

AYESHA ને ભુલી ગયા? આયેશા આત્મહત્યા કેસમાં આવ્યો એક વધારે ચોંકાવનારો વળાંક !

ગુજરાત બ્રેકીંગ અમદાવાદ શહેરના ચકચારી આયેશા આત્મહત્યા કેસ, આરોપી પતિ આરીફની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ,ચુકાદો અનામત

Mar 26, 2021, 10:18 PM IST
અમદાવાદમાં જયલા અને સત્યાનો તરખાટ, 1 વર્ષમાં અધધ મોબાઇલ ચોર્યા

અમદાવાદમાં જયલા અને સત્યાનો તરખાટ, 1 વર્ષમાં અધધ મોબાઇલ ચોર્યા

જોકે આ બંને આરોપીઓ વેપાર ધંધો કરતા વેપારીઓ ની નજર ચૂકવીને પણ તેઓના મોબાઈલ ફોનની ચોરી કરતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યુ છે. જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Mar 26, 2021, 09:05 PM IST
300 થી 400 કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ ચોરી કરી ગઇ આ ટોળકી, જાણો કેવી રીતે કરી કમાલ

300 થી 400 કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ ચોરી કરી ગઇ આ ટોળકી, જાણો કેવી રીતે કરી કમાલ

આરોપી સંદીપ ગુપ્તા અગાઉ જુના વપરાયેલ ઓઇલની ખરીદી ગજુરાત ખાતેથી નીશાાંત કરણીક અને મુનેશ ગર્જુર પાસેથી કરતો હતો. જે ઓઇલ આ મુનેશ અને નિશાંત દક્ષિણ ગુજરાતના GIDC વિસ્તાર ની  કાંપનીઓમાંથી ખરીદતા હતા

Mar 26, 2021, 08:28 PM IST
Ahmedabad: ધોળા દિવસે AMT માં ચોરી થતા ક્યારેય જોઇ છે? CCTV માં કેદ થઇ તસ્કરોની કમાલ

Ahmedabad: ધોળા દિવસે AMT માં ચોરી થતા ક્યારેય જોઇ છે? CCTV માં કેદ થઇ તસ્કરોની કમાલ

સામાન્ય રીતે એટીએમ (ATM) માંથી ચોરીના બનાવો રાત્રે બનતા હોય છે. પરંતુ આ બનાવ તો ધોળા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો છે. આ ચોરીનો આખો બનાવ સીસીટીવી (CCTV) માં પણ કેમેરામાં કેદ થઈ ચુક્યો છે.

Mar 26, 2021, 07:22 PM IST
રોડ પર જતા લોકો પર રંગ ઉડાડી નહિ શકાય, અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

રોડ પર જતા લોકો પર રંગ ઉડાડી નહિ શકાય, અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે લોકો હવે રંગોથી રમી નહિ શકે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ધૂળેટીની ઉજવણી વિશે રાજીનામુ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ જાહેરનામા મુજબ, રોડ પર આવતા-જતા લોકો પર કે ઈમારતો પર રંગ ઉડાડી નહિ શકાય. સાથે જ અમદાવાદમાં કાદવ કીચડ કે રંગવાળા પાણી ફેંકવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સાથે જ અમદાવાદમાં જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પણ નહિ કરી શકાય. 

Mar 26, 2021, 05:19 PM IST