અમદાવાદીઓને પોતાના જ ઘરમાં મોતને ઘાટ ઉતારવાનો આતંકીઓનો પ્લાન હતો! રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ઘટસ્ફોટ
Ahmdabad News: અમદાવાદના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો રામ ભરોસે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં લાલિયાવાડી ચાલી રહી છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં સિક્યુરિટીના નામે ચકલાં ઉડી રહ્યા છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું ધ્યાન કોણ રાખશે? શું AMC તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? Z 24 કલાકે અમદાવાદના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું કર્યુ રિયાલિટી ચેક.
Trending Photos
)
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: એક તરફ ગુજરાત ATS એ ઝડપેલા આતંકવાદીઓ અને તેમના દ્વારા રીઝીન નામના અત્યંત ઝેરી પદાર્થનો હવા અથવા પાણીમાં ઉપયોગ કરી સામુહિક હત્યાકાંડ કરવાના તેમના ખતરનાક ઈરાદાનો પર્દાફાશ કરવામાં આવ્યો. જે પ્રકારે આતંકવાદીઓ હવા અથવા પાણીમાં ઝેરી પદાર્થ ભેળવી સામુહિક રીતે નિર્દોષ લોકોનું મોત નિપજાવવાનું કાવતરું કરતા હતા તે બાદ ઝી 24 કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની વાસ્તવિકતા ચકાસી. જ્યાં અત્યંત મોટી બેદરકારી જોવા મળી.
જી હા, શહેરમાં આમતો 233 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલા છે, જેના દ્વારા જ નાગરિકોને ઘર બેઠા પાણીનો પુરવઠો મળે છે. જે પૈકીના અમુક વિસ્તારોમાં ઝી 24 કલાકે જાણવાનો પ્રયત્ન કર્યો કે આતંકવાદીઓ જે રીતે પાણીમાં ઝેર ભેળવવાના મનસૂબા સેવતા હતા તે શક્ય છે કે કેમ. હા, ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોની સુરક્ષા સંપૂર્ણ ભગવાન ભરોશે છે. કારણ કે અમે જ્યાં જ્યાં રિયાલિટી ચેક કર્યું ત્યાં અમને રોકવા કે ટોકવા વાળું કોઈજ હતું નહીં..
જમાલપુર પાણીની ટાંકી
ખુલ્લા ગેટ માંથી ઝી 24 કલાકની ટીમ અંદર પ્રવેશી, પણ કોઈ સુરક્ષાકર્મી નથી. એટલું જ નહીં, આખો રિપોર્ટ તૈયાર કર્યો ત્યાં સુધી એકપણ કર્મચારી કે સુરક્ષા જવાન નજરે પડ્યો નહીં. અહીંયા પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં જવાના દરવાજા ખુલ્લા. કોઈ પુછપરછ કરવા વાળું નહીં. આમ તો દરવાજા પર જ મ્યુનિસિપલ કમિશનરના આદેશ વાળું પ્રતિબંધિત વિસ્તાર વાળું બોર્ડ મારેલું છે. પણ અહીંયા ઝી 24 કલાકની ટીમ પહોંચી તો દરવાજો ખુલ્લો હતો. કોઈ અમને રોકવા કે પૂછવા વાળું મળ્યું નહીં.
એવું નથી કે બેદરરકારી ફક્ત નદીની પેલે પાર જ જોવા મળી. પશ્ચિમ પોશ વિસ્તાર એવા માણેકબાગ વિસ્તારમાં આવેલા આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પણ કોઈ જ રોકટોક વગર પ્રવેશ્યા હતા. કેમેરામાં આરામથી બધા દ્રશ્યો પણ લીધા. પણ કોઈ રોકવા કે પૂછવા વાળું મળ્યું નહીં.
ગુજરાત ATS એ ઝડપેલા આતંકવાદીઓએ કંઈક આવું જ આયોજન કરી રહ્યા હતા. રીઝીન નામનું ઝેરી તત્વ બની જાય પછી પાણી કે હવામાં ભેળવી મહત્તમ લોકોમાં મોત થાય એવા ખતરનાક મનસૂબા ધરાવતા હતા. આતંકવાદીઓના મનસૂબા તો ATS ની સક્રિયતાના કારણે સફળ થઇ શક્યા નથી, પણ amc ની આ બેદરરકારીએ હજી પણ આવા આતંકવાદીઓ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે એ સ્પષ્ટ થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














