અમદાવાદીઓ સાવધાન! હવામાન વિભાગે ઉંઘ ઉડાડી મુકે તેવી આગાહી વ્યક્ત કરી, જ્યાં પણ હો ઘરે પહોંચી જાવ

હાલમાં ગુજરાતમાં હવામાન તોફાની બન્યું છે. ગુજરાતનાં લગભગ તમામ વિસ્તારોમાં કાલે વરસાદ પડ્યો છે. મધ્યથી ભારે વરસાદના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જો કે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા હજી પણ 10 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા છે. તેવામાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી પર હવામાન વિભાગ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. 

અમદાવાદીઓ સાવધાન! હવામાન વિભાગે ઉંઘ ઉડાડી મુકે તેવી આગાહી વ્યક્ત કરી, જ્યાં પણ હો ઘરે પહોંચી જાવ

અમદાવાદ : હાલમાં ગુજરાતમાં હવામાન તોફાની બન્યું છે. ગુજરાતનાં લગભગ તમામ વિસ્તારોમાં કાલે વરસાદ પડ્યો છે. મધ્યથી ભારે વરસાદના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જો કે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા હજી પણ 10 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા છે. તેવામાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી પર હવામાન વિભાગ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. 

હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસમાં રાજ્યમાં વરસાદ યથાવત્ત રહેશે. તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે અને અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણના કેટલાક વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં 1-10 ઇંચ વરસાદની શક્યતા પણ છે. જેથી સરકાર દ્વારા સંબંધિત જિલ્લા અને જિલ્લાધિકારીઓના તંત્રને એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી. હાલ ડિપ્રેશન છે, 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. 30 સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સાયકલોનમાં પરિવર્તિત થશે કે નહીં એ અંગે હજી સુધી કંઇ પણ કહેવું મુશ્કેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news