નોબેલ વિજેતાઓ સાથે 'મન કી બાત' કરશે અમદાવાદના આ બે વિદ્યાર્થીઓ

આગામી 24 થી 29 જૂન દરમિયાન જર્મનીમાં વિશ્વના 94 દેશોમાંથી પસંદગી કરાયેલા 600 અલગ-અલગ ક્ષેત્રોના નોબેલ વિજેતાઓ ચર્ચા કરશે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા ભારતમાંથી કુલ 30 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ 30 વિદ્યાર્થીઓમાં બે અમદાવાદના વિદ્યાર્થીઓ પણ સિલેક્ટ થયા છે.

Updated By: Mar 11, 2018, 06:01 PM IST
નોબેલ વિજેતાઓ સાથે 'મન કી બાત' કરશે અમદાવાદના આ બે વિદ્યાર્થીઓ
શ્રેયા ઠક્કર અને દિલીપ શર્મા નોબેલ વિજેતાઓ સાથે ચર્ચા કરશે.

કુમાર દુષ્યંત કર્નલ: આગામી 24 થી 29 જૂન દરમિયાન જર્મનીમાં વિશ્વના 94 દેશોમાંથી પસંદગી કરાયેલા 600 અલગ-અલગ ક્ષેત્રોના નોબેલ વિજેતાઓ ચર્ચા કરશે. જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા ભારતમાંથી કુલ 30 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ 30 વિદ્યાર્થીઓમાં બે અમદાવાદના વિદ્યાર્થીઓ પણ સિલેક્ટ થયા છે.ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ઇંસ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્ટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વિદ્યાર્થી શ્રેયા ઠક્કર અને દિલીપ શર્મા પણ ચર્ચામાં ભાગ લેશે.

શ્રેયા ઠક્કર કેન્સર પર અને દિલીપ શર્મા ડાયાબિટીસ પર રિસર્ચ કરે છે. શ્રેયા ઠક્કર મૂળ ગુજરાતના ભૂજની વતની છે. વર્ષોથી શ્રેયાનો પરિવાર મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં સ્થાયી થઇ ગયો છે. શ્રેયાની માતા ગૃહણી છે જ્યારે તેના પિતાને ઓટોપાર્ટ્સનો બિઝનેસ છે. જ્યારે દિલીપ શર્મા મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાનો રહેવાસી છે. તે એક ખેડૂત પુત્ર છે તેના પિતાજી ખેતી કામ કરે છે જ્યારે માતા ગૃહણી છે.

શ્રેયાએ કેન્સર જેવા વિષય પર રિસર્ચ કરવા બાબતે જણાવ્યું હતું કે કેન્સરની બિમારી ખૂબ જ ઘાતક હોય છે. ઘણીવાર સારવાર કરાવ્યા બાદ પણ દવાઓની સાઇડ ઇફેક્ટ થતી હોય છે. જેના લીધે દર્દીનું મોત નિપજતું હોય છે. સારવાર બાદપણ 10માંથી 2 દર્દીઓના મોત નિપજતાં હોય છે. ઇંજેક્શન લેવું દર્દીઓને પેઇનફૂલ લાગતું હોય છે ત્યારે આવા ઘાતક રોગ પર રિસર્ચ થવું જરૂરી છે.  

શ્રેયા ઠક્કર અને દિલીપ શર્માએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે નોબેલ વિજેતાઓ સાથે ડિસ્કશન ઇવેન્ટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જેના માટે સરકારાના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) વિભાગ દ્વારા મદદ પુરી પાડવામાં આવે છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) દ્વારા ફોર્મ બહાર પાડે છે.

શ્રેયાના 5 લેખો રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયા છે જ્યારે દિલીપ શર્માના 8 લેખો રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયા છે. શ્રેયા ઠક્કર ડો. મંજૂ મિશ્રાના માર્ગદર્શન હેઠળ રિસર્ચ કરી રહી છે જ્યારે દિલીપ શર્મા ડો. કિરણ ગ્વાલિયાના માર્ગદર્શન હેઠળ રિસર્ચ કરી રહ્યો છે. જ્યારે પણ કોઇ સમસ્યા કે મુશ્કેલી સર્જાઇ ત્યારે તેમના માર્ગદર્શકો ગાઇડ કરતા રહે છે.

નોબેલ વિજેતાઓ સાથે ડિસ્કશનમાં ભાગ લેવા માટેના માપદંડ

  • રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ રિસર્ચ કરતા હોવા જોઇએ.
  • રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ માસ્ટર્સ ટોપર્સ હોવા જોઇએ.
  • રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ પાસે મિનિમમ બે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ હોવા જોઇએ.
  • તેમના લેખો રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા હોવા જોઇએ.
  • વિદ્યાર્થીઓને રિસર્ચ ક્ષેત્રમાં કે જે તે ક્ષેત્રમાં કોઇપણ એવોર્ડ મળેલો હોવો જોઇએ.

ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસ માટે વિજ્ઞાનનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંશોધન જરૂરી: એક્સપર્ટ

વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધન પર ભાર મૂકવાની જરૂર
પદવીદાન સમારંભના ચીફ ગેસ્ટ ડો. કે. એન ગણેશે જણાવ્યું હતું કે " ભારતમાં 600થી વધુ યુનિવર્સિટીઓ અને 30,000થી વધુ કોલેજો હોવા છતાં હજુ પણ સક્ષમ શિક્ષણ મેળવવા ઈચ્છતા યુવાનોને પૂરતી અને ગુણવત્તાયુક્ત તાલીમ મળતી નથી. આ ઉપરાંત કરોડોની સંખ્યાનો એમાં ઉમેરો થઈ રહ્યો છે. આ માટે જૂના અભ્યાસક્રમો, શિક્ષણની મર્યાદિતઅને નબળી માળખાગત સુવિધાઓ, કોલેજોના શિક્ષકોમાં સંશોધનની મર્યાદિત પ્રવૃત્તિ, તથા મર્યાદિત સ્ટાફને કારણે ટર્શિયરી શિક્ષણમાં નબળી ગુણવત્તા જોવા મળે છે.  દેશમાં નવી પેઢી દ્વારા આર્થિક વૃધ્ધિ હાંસલ થાય તે માટે આપણે વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધન પર ભાર મૂકવાની જરૂર છે. આવા પરિવર્તન માટે અંડરગ્રેજ્યુએટ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે.”