26 મેના રોજ અમદાવાદના આ રસ્તાઓ પરથી ન નીકળતા, પીએમ મોદીની રેલી હોઈ બંધ રહેશે

PM Modi Gujarat Visit : PM મોદી આવશે ગુજરાત પ્રવાસે........અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઈને તૈયારી પૂરજોશમાં...26 મેના રોજ અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ સુધી યોજાશે રોડ શો

26 મેના રોજ અમદાવાદના આ રસ્તાઓ પરથી ન નીકળતા, પીએમ મોદીની રેલી હોઈ બંધ રહેશે

Ahmedabad News દર્શલ રાવલ/અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ 26 અને 27 મે ગુજરાતના પ્રવાસે છે. બે દિવસના પ્રવાસમાં 26 મેના રોજ સાંજે અમદાવાદમાં રોડ શોમાં હાજરી આપશે. તેથી એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધીના રોડ શોને લઈને તૈયારી તેજ કરાઈ છે. તો રોડ શો ને લઈને ટ્રાફિક વિભાગે પણ કરી તૈયારી સાથે વ્યવસ્થા આરંભી દેવાઈ છે. 

વ્યવસ્થા પર પ્રતિક્રિયા આપતા ટ્રાફિક વિભાગના ડીસીપી સફિન હસને કહ્યું કે, રોડ શો દરમિયાન સામાન્ય નાગરિક માટે એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધીનો રસ્તો બંધ કરવામાં આવશે. સાંજે 4 થી 8 સુધી રસ્તો અવર જવર માટે બંધ રહેશે. માત્ર એરપોર્ટ જનારને ટીકીટ જોઈને જવા દેવામાં આવશે. એસટી બસો અને સામાન્ય નાગરિકોના વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 

Add Zee News as a Preferred Source

તેમણે આગળ કહ્યું કે, 800 બસમાં લોકો રોડ શોમાં ભાગ લેવા આવશે. અંદાજે 50 હજાર લોકો ભાગ લે તેવી શક્યતા છે. રોડ શોમાં આવનાર લોકો માટે 10 પાર્કિંગ પ્લોટ રખાયા છે. એરપોર્ટ પર આવનારને 2 કલાક પહેલાં પહોંચવા ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરાઈ છે. રોડ શોમાં આવનારે સાંજે 5 સુધી પહોંચવાનું રહેશે. એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ રોડ 1 વાગ્યાથી નો પાર્કિંગ ઝોન રહેશે. 

અંદાજે 1 km ના રોડ શો રૂટ પર 2 dcp. 3 acp. 10 pi સહિત 600 ટ્રાફિક વિભાગના કર્મચારી બંદોબસ્તમાં તૈનાત રહેશે. રોડ શો દરમિયાન શહેરના મોટાભાગના પોલીસ કર્મચારી બંદોબસ્ત વ્યવસ્થામાં જોડાશે. રોડ શો દરમિયાન એરપોરથી ઈન્દિરાબ્રિજ રોડ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રોડ પર ઈમરજન્સી વ્હીકલને જવા દેવામાં આવશે. 

ડાયવર્ઝન કરાયેલ રૂટ
દૈનિક અમદાવાદ થી ગાંધીનગર અપ-ડાઉન કરનાર નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. જે માટે

1. સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ અથવા
2. ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે.

જેની ફ્લાઇટ સાંજે ૬ વાગ્યાથી ૯ વાગ્યાની વચ્ચે છે તેઓને નમ્ર અપીલ છે કે પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક અગાઉ નીકળવાનું આયોજન કરવું તેમજ ફ્લાઈટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી આપને એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે.
ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર સાંજે 4 કલાક પછી માત્ર રોડ શો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. 
એ જ રીતે ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર વાળો રસ્તો લઈને Pristine હોટેલ કટ થી એરપોર્ટ જવાનું રહેશે.
રોડ શોમાં આવતા લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે 5:00 વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે.
સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ ૧૩:૦૦ કલાક પછી નો-પાર્કિંગ ઝોન રહેશે.
હાંસોલ, કોટરપુર, નોબૅલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક રહીશોને નમ્ર અપીલ છે કે આ સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે વાહનો લઈને ઘરેથી ના નીકળે અને આવશ્યકતા જણાય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે.

ટ્રાફિક હેલ્પલાઇન:
કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૧૦૯૫ પર સંપર્ક કરો. તમામ અપડેટ માટે શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા પેજ સાથે જોડાયેલા રહો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news