અમદાવાદ પ્લેન ક્રેશની સૌથી મોટી ખબર, દુર્ઘટનામાં 300 થી વધુના મોત, TATA એ 1 કરોડની સહાય જાહેર કરી

Ahmedabad Plane Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ CM રૂપાણીનું નિધન... અમિત શાહ સિવિલ પહોંચ્યા...  લંડન જતી ફ્લાઇટમાં સવાર તમામ 240 પેસેન્જરના મોત.. તો મોતનો આંકડો 300 થી વધુએ પહોચે તેવી શક્યતા... 2નો ચમત્કારિક બચાવ

અમદાવાદ પ્લેન ક્રેશની સૌથી મોટી ખબર, દુર્ઘટનામાં 300 થી વધુના મોત, TATA એ 1 કરોડની સહાય જાહેર કરી

Ahmedabad News : રુંવાડા ઉભા કરી દે તેવી હચમચાવી દેતી દુર્ઘટનાનું સાક્ષી અમદાવાદ બન્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશમા સવાર તમામ 240 મુસાફરોના મોત નિપજ્યા છે. તો આ દુર્ઘટનામાં બે મુસાફરોનો બચાવ થયો છે. પરંતુ મોતનો આંકડો 300 થી વધુએ પહોંચ્યો છે. તો બીજી તરફ, ટાટા ગ્રુપે તમામ મૃતકોના પરિવારજનોને 1 કરોડની સહાયની જાહેરાત કરી છે. 

ટાટા ગ્રૂપ મૃતકોના પરિવારજનોને 1 કરોડની સહાય આપશે 
ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને આ માહિતી આપતા જણાવ્યું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારા વિચારો અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમની સાથે છે.

ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ૧ કરોડ રૂપિયાની સહાય આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવામાં અડગ રહીએ છીએ.

ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને ૧ કરોડ રૂપિયાની સહાય આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવામાં અડગ રહીએ છીએ.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપનાં પ્રભારી વિજયભાઈ રૂપાણીનું એર ઈન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તેમના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનાથી ન માત્ર ગુજરાત, પરંતું આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના નેતાઓ વિજય રૂપાણીના અંતિમ યાત્રામાં સામેલ થવા ગુજરાત પહોંચશે તેવી શક્યતા છે. હજી પણ વિમાન દુર્ઘટનામાં રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યાં છે. 

ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી શરૂ
વિમાનમાં સવાર લોકોના સગાંના ડીએનએ લેવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. ડીએનએ મેચ થયા બાદ મૃતકોની અંગોના ડીએનએ સાથે મેચ કરાશે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે. બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. સગા – સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news