અહો આશ્ચર્યમ ! ભચાઉમાં વરસાદની સાથે સાથે માછલીઓનો પણ વરસાદ થયો

કચ્છમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘ મહેર છે. ભચાઉ તાલુકામાં પણ ખુબ જ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દુનિયામાં ભાગ્યે જ થતો માછલીઓનો વરસાદ ભચાઉની સીમ વિસ્તારમાં પણ થયો હતો. ગઇકાલે રાત્રે પડેલા વરસાદમાં તરઘડી વિસ્તારના ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. 
અહો આશ્ચર્યમ ! ભચાઉમાં વરસાદની સાથે સાથે માછલીઓનો પણ વરસાદ થયો

ભચાઉ : કચ્છમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘ મહેર છે. ભચાઉ તાલુકામાં પણ ખુબ જ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. દુનિયામાં ભાગ્યે જ થતો માછલીઓનો વરસાદ ભચાઉની સીમ વિસ્તારમાં પણ થયો હતો. ગઇકાલે રાત્રે પડેલા વરસાદમાં તરઘડી વિસ્તારના ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. 

ભચાઉના તરઘડી નામની સીમમાં મનજી પટેલની વાડીના સેઢા પર વરસાદી પાણી ભરાયું હતું. તેની અંદર પાણીમાં માછલીઓ તરફડતી જોવા મળી હતી. આજે બપોરનાં ભાગે ખેતરની એક તરફ કામ કરી રહ્યો હતો.  તે દરિયાન સામે બાજુ રણકાગડાનું ટોળું અને અન્ય પક્ષીઓ ખાઇ રહ્યા હતા. જોવા જતા જમીન પર મરેલી માછલીઓ હતી અને પક્ષીઓ ખાઇ રહ્યા હતા. 

સુરત: ઇન્જેક્શન માટે કોરોનાગ્રસ્ત દર્દીનાં સગાના ધરણા, કલેક્ટરે કમિટીની રચના કરી

ખેત કામદારે પાણી ભરાયેલા હતા તે જગ્યા જોતા માછલીઓ પાણી ઓછુ થતા તરફડીયા મારી રહી હતી. તેને બચાવવા માછલીઓ ડોલમાં એકઠી કરીને નદીમાં અને પાણીની ટાંકીમાં નાખતા માછલીઓને જીવનદાન મળ્યું હતું. જો કે સીમમાં માછલીઓ ક્યાંથી આવી તે ખેડૂતો માટે મોટો સવાલ હતો. કેટલાક ખેડૂતોનાં અનુસાર વરસતા વરસાદની સાથે માછલીઓ પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news