)
Ambaji Temple : શક્તિ પીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી રથ દોરી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ કરાવ્યો. આજથી સાત દિવસ માટે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહા મેળામાં 30 લાખ જેટલા ભાવિકો દર્શન કરવા પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચશે. ત્યારે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર શરૂ કરાયો છે.
આજે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસવાળા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા મા અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું. ‘બોલ માડી અંબે જય જય અંબે...’ ના નાદ સાથે માં અંબા ના ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો છે. ત્યારે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર શરૂ કરાયો છે.
પદયાત્રીઓ આ નંબર પર સંપર્ક કરે
‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043,262044,202045,262046,262047,262048,262049,262050 પર સંપર્ક કરી શકે છે.
ભાજપમાં નવી આગાહી! સપ્ટેમ્બરની આ તારીખે મળશે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ
5000 પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત કરાયા
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મેળાનો આજે પ્રથમ દિવસ છે. ત્યારે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. અંબાજી જતા માર્ગો પણ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યા છે અને શ્રદ્ધાળુઓ વહેલા અંબાજી પહોંચ્યા છે. વરસાદના કારણે ઠંડક હોવાથી રસ્તામાં અનેક સુવિધાઓથી સચ યાત્રિકોમાં ખુશીની લાગણી છવાઈ છે. વહીવટી તંત્રની સુવિધાઓથી શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી. મેળાને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 5000 પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત કરાયા છે. આ સાથે જ આ મેળાને આરોગ્ય, એસટી બસ,108 સહિત યાત્રિકોને વીમા કવચનું રક્ષણ મળ્યું છે.
પ્રસાદ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મોટી ટીમ બનાવાઈ
પ્રસાદના પેકેટ ભરવાની શરુ થયેલી કામગીરીમાં અંબાજી અને આસપાસના વિસ્તારના આદિવાસી તેમજ અન્ય 500 થી 700 મજૂરો કામ કરી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને પૂરતી માત્રામાં પ્રસાદ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 25 લાખ ઉપરાંત પેકેટ બનાવાની કામગીરીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. હાલ તબક્કે મંદિર દ્વારા બનાવવામાં આવી રહેલા મોહનથાળના પ્રસાદ પેકિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે પ્રસાદની ગુણવત્તા બાબતે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રસાદના પેકેટ ભરવાની શરુ થયેલી કામગીરીમાં અંબાજી અને આસપાસના વિસ્તારના આદિવાસી તેમજ અન્ય 500 થી 700 મજૂરો કામ કરી રહ્યા છે. રાત દિવસ ચાલતી આ કામગીરીમાં મેળા દરમિયાન પ્રસાદ ખૂટી ન પડે તેવી તકેદારી સાથે કામ કરાઈ રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સેમ્પલ લઇ સીલિંગ કરી ગુણવત્તાની ચકાસણી માટે મોકલવામાં આવે છે. આ પ્રસાદ ભરવાની કામગીરીમાં જોતરાયેલા 500 ઉપરાંત મજૂરોને પણ એક મોટી રોજગારી પ્રાપ્ત થઇ છે એટલુંજ નહિ મજૂરો પણ માતાજીનો પ્રસાદ પેકીંગ કરવાનો લ્હાવો મળ્યો છે તેને ધન્ય માની રહ્યા છે.