અંબાલાલ પટેલનો મોટો ધડાકો : વાવાઝોડાનો ખતરો ટળ્યો, પરંતું દિવાળી પહેલા મોટું વરસાદી સંકટ આવશે

Ambalal Patel Ni Agahi : તબાહીના વાવાઝોડા 'શક્તિ' અંગે મોટા સમાચાર. 6 તારીખની આસપાસ વાવાઝોડું યુ-ટર્ન લેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. સૌરાષ્ટ્ર-કચ્છથી છેક મહારાષ્ટ્રના દરિયા સુધી રહેશે અસર. મહારાષ્ટ્રમાં 50 કિ.મી. પવન ફૂંકાય તેવી પણ શક્યતા

અંબાલાલ પટેલનો મોટો ધડાકો : વાવાઝોડાનો ખતરો ટળ્યો, પરંતું દિવાળી પહેલા મોટું વરસાદી સંકટ આવશે

Ambalal Patel Prediction ; ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરી છે. 

અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ગરમી પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી જઈ શકે છે. મહેસાણા, પાટણ, સમી, હારીજ, હિંમતનગર તથા પંચમહાલના ભાગોમાં ગરમી રહેશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, નડિયાદ, અમદાવાદ તથા ગાંધીનગરમાં ગરમી રહેશે. 

Add Zee News as a Preferred Source

ભીષણ ગરમી વિશે ચેતવણી આપતા કહ્યું કે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જઈ શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ગરમી રહી શકે છે. બંગાળમાં બનતી સિસ્ટમના કારણે 27 સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ આવશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે. 

ક્યાં ક્યાં વરસાદ આવશે

  • ભરૂચ, સુરતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 
  • જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, મહુવા માં વરસાદની શક્યતા
  • ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખંભાળિયા, કુતિયાણા, જામનગર માં પણ વરસાદની શક્યતા
  • પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહે
  • મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે
  • અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ આવી શકે
  • પાટણ, સમી, હારીજ, મહેસાણા, કડી, કલોલ, માણસા, બેચરાજી, હિંમતનગરમાં વરસાદ થવાની શક્યતા

અંબાલાલ પટેલે કહ્યું કે, આ દિવસોમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશે. ઓક્ટોબરમાં નવી સિસ્ટમ બનતા વરસાદ લાવી શકે છે. 

શક્તિ વાવાઝોડાનું સંકટ દૂર થતાં દ્વારકા જિલ્લામાં રાહતનો શ્વાસ:
હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી નવીનતમ માહિતી અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલું 'શક્તિ' વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી નોંધપાત્ર રીતે દૂર ફંટાઈ ગયું છે. હાલમાં આ વાવાઝોડું દ્વારકાથી લગભગ ૬૪૦ કિલોમીટર પશ્ચિમ દિશામાં કેન્દ્રિત છે, જેના કારણે દ્વારકા જિલ્લા પરથી સંકટ ટળ્યું છે અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

વાવાઝોડાના સંભવિત ખતરાને કારણે તંત્ર દ્વારા જે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા, તેનાથી હવે છૂટછાટ આપવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગોમતી ઘાટ પર સમુદ્રમાં ઊંચા મોજાં ઉછળતા જોવા મળતા હતા, તે હવે સંપૂર્ણપણે શાંત જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ સામાન્ય થતાં ગોમતી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ અને સામાન્ય માણસોની અવરજવર પુનઃ ચાલુ થઈ ગઈ છે.

જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે હવામાનની સ્થિતિ સુધરતા જનજીવન પૂર્વવત્ થઈ રહ્યું છે. જોકે, માછીમારોને હજી પણ દરિયામાં ન જવા માટેની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
શક્તિ વાવાઝોડાની દિશા ઓમાન તરફ ફંટાઈ જતાં દ્વારકા સહિત સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી અસર થવાનો ભય ટળ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news