)
Ambalal Patel Ni Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નક્ષત્રોના આધારે રાજકીય આગાહીઓ પણ કરતા હોય છે. ત્યારે તેમણે આગામી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ થશે તે અંગે આગાહી કરી છે. જે ખતરનાક છે. તેમણે ચંદ્રગ્રહણની રાજકીય અસરો પર આગાહી કરી છે.
અંબાલાલ પટેલની રાજકીય આગાહી
અંબાલાલ પટેલ રાજકારણની આગાહી કરવામાં પણ માહેર છે. તેમણે આગામી સમયમાં શું થશે તે વિશે આગાહી કરતા કહ્યું કે, ચંદ્રગ્રહણના કારણે દેશ દુનિયામાં રાજકીય અસરો થશે. રાજકીય લોકોએ ગ્રહણના કારણે કાળજી રાખવી પડશે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા તથા યુરોપના દેશોએ કાળજી રાખવી પડશે. ટોળા શાહી, આંદોલનોથી સાચવવું પડી શકે છે.
ઉત્તર ભારતમાં પણ ચંદ્ર ગ્રહણની મોટી અસરો વર્તાશે. નકારાત્મક અસરો ચંદ્ર ગ્રહણના કારણે જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે.
ભારે વરસાદની સ્થિતિથી ચેતજો
અંબાલાલ પટેલે આજે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે .અમદાવાદ અને ગાંધીનગર આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં જનધનની કાળજી રાખવી. કેટલાક ભાગોમાં પૂર આવે તે પ્રમાણેનો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારના ખેડૂત ભાઈઓએ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી હિતાવહ છે. નીચાણવાળા ઝૂપડપટ્ટીના વિસ્તારોમાં પાથરણાવાળાઓ ખુલ્લામાં શાકભાજી બજાર સાવચેત રહેવાની જરૂર છે.
તો જ્યોતિષાચાર્ય આશિષ રાવલે પણ આગાહી કરતા જણાવ્યું કે, 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં દેખાશે. રાત્રે 9 વાગે ચંદ્રગ્રહણ શરુ થશે. સવારે 9 વાગેથી સુતક લગતા મોટા મંદિરોના કપાટ બંધ રહેશે. ચંદ્રગ્રહણની જન માનસ ઉપર વિપરીત અસર થતી હોય છે. 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ છે. 7 થી 21 સપ્ટેમ્બરનો સમયમાં કાળજી લેવી હિતાવહ છે. આ સમયે ભૂસ્ખલન, સુનામી, ભારે વારસાદની શક્યતા છે.