ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું, અંબાલાલની નવી આગાહી

Ambalal Patel Prediction : રાજ્યમાં ત્રણ દિવસ રહેશે ઠંડીનું જોર... હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી... 17 ડિસેમ્બર બાદ મળશે ઠંડીમાં રાહત.. તો 16થી 22 તારીખ દરમિયાન રહી શકે છે વાદળછાયું વાતાવરણ...

ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું, અંબાલાલની નવી આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતનું વાતાવરણ ફરી બગડવાનું છે. ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે. હવામાનના આ અપડેટથી રાજ્યના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે. ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના પર એક નજર કરીએ. 

વાદળો આવશે, વરસાદ લાવશે 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે. 

Add Zee News as a Preferred Source

ક્યાં કેટલુ તાપમાન રહેશે 
આ દિવસોમાં તાપમાન વિશે તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં 10 ડિગ્રીથી નીચું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે. જૂનાગઢના ભાગોમાં 14 ડિગ્રી તો રાજકોટમાં 15  ડિગ્રીથી નીચે પારો જશે. જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી તાપમાન રહેશે. આમ, રાજ્યભરમાં મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી જઈ શકે છે. 

ડિસેમ્બર જ નહિ, જાન્યુઆરીમાં પણ માવઠું આવશે 
ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news