આ વર્ષે નવરાત્રિ સો ટકા બગડવાની, ગમે તે નોરતે વરસાદ આવશે તેવી છે અંબાલાલ પટેલની આગાહી

Rain In Navratri 2022 : નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે

આ વર્ષે નવરાત્રિ સો ટકા બગડવાની, ગમે તે નોરતે વરસાદ આવશે તેવી છે અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :હાલ ખેલૈયાઓને એક જ પ્રશ્ન છે, નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે કે નહિ. કોરોનાના બે વર્ષ બાદ માંડ ગરબા રમવાની તક મળી છે ત્યાં એકમાત્ર વરસાદનું વિધ્ન આડે આવી શકે છે. ગુજરાતના દરેક શહેરો-ગામડામાં આ વર્ષે ગરબા રમવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ લાખો ખેલૈયાઓ નિરાશ થાય તેવી આગાહી થઈ છે. આજે 26 સપ્ટેમ્બરે પહેલુ નોરતું છે. ત્યારે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઝી 24 કલાકને જણાવ્યું કે, તારીખ 8 ઓક્ટોબરથી 13 ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. આ ચક્રવાતના લીધે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે. જેની અસર હાલ દેખાશે. ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે કોઈપણ ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. ચોમાસાના આ અંતિમ પડાવમાં અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલમાં નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ દિવસોમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ થોડું વધુ રહેશે. તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે. 

તેમણે કહ્યું કે, 5 મી ઓક્ટોબર સુધીમાં દરિયામાં પવનોનું જોર વધુ રહેશે. અને 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભી થશે. જેમાં ચક્રવાત થવાની પણ શક્યતા રહેશે. આ સીઝનનું પ્રથમ ચક્રવાત બની શકે છે. જેના લીધે દેશના દક્ષિણી પૂર્વીય તટ પર ભારે વરસાદની શકતા રહેશે. ત્યારે આ દિવસોમાં નવરાત્રિના છેલ્લા નોરતા છે, જેની અસર નવરાત્રિ પર પડી શકે છે. 

આજે સૌરાષ્ટ્રમાં તૂટી પડ્યો વરસાદ
વરસાદની આગાહી અને નવરાત્રિના પહેલા નોરતા વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો છે. અમરેલી જિલ્લામાં ખાંભા ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ખાંભા શહેર તથા ગામ, ધુંધવાણા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. તો ઉનામાં નવરાત્રિના પ્રથમ દિવસે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. માત્ર અડધા કલાકમાં 1 ઇંચ આસપાસનો વરસાદ વરસ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news