)
Gujarat Weather Forecast : અચાનક ત્રાટકેલા વરસાદને નવરાત્રિના રંગમાં ભંગ પાડ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. આજે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં આગાહી
અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જુનાગઢ, અમરેલી, પોરબંદર અને દ્વારકાના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તો જામનગર, ખંભાળિયા, જોડીયા વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ
કચ્છના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડી શકે છે. રાત્રે કોઈ કોઈ ભાગમાં ગરબા થઈ પણ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનશે. ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર થશે. ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય થશે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી કહી છે કે, 2025 ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ 28 થી 2 તારીખ સુધી ચાલશે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થઇ છે, હાલ મહારાષ્ટ પર લોપ્રેસર છે જે 24 કલાકમાં વધુ સ્ટ્રોંગ થઇ ડિપ્રેસન બની શકે છે. જેના કારણે 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વારસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલશે. વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ સાથે સુરત, વલસાડ અને, નવસારીમાં અત્યન્ત ભારે વરસાદની આગાહી છે. તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દમણ અને દાદર નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે અતી ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દાહોદ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીરસોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યન્ત ભારે વરસાદ રહેશે. રાજકોટ, જૂનાગઢ માં ઓરેન્જ અલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે છે. છીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. વલસાડ અને 144.6 mm ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં સૌથી વધુ વરસાદ રહ્યો.