અંબાલાલ પટેલની તોફાની આગાહી, આવતીકાલે ગુજરાતમાં આ જિલ્લાઓમાં ધૂળનું તોફાન આવશે
Ambalal Ni Agahi : ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલની અંબાલાલ પટેલે આગાહી કરી છે... તેમણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડવાની ચેતવણી આપી છે
Trending Photos
Ambalal Patel Prediction : આખા દેશના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણને પણ થઈ રહી છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. તેમણે આવતીકાલે ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની આગાહી કરી છે.
આ જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે
અંબાલાલ પટેલે કહ્યું કે, આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગોમાં પણ ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં 20 એપ્રિલના બપોર બાદ ધૂળની ડમરીઓ ઉઠશે
ગરમીમાં વધઘટ થશે
તેમણે કહ્યું કે, આ ગરમીમાં આગામી સમયમાં ઘટાડો જોવા મળશે. એપ્રિલમાં ગરમી વધારે હોવી જોઈએ, તેના બદલે ગરમીમાં વધઘટની સંભાવના રહેશે. તારીખ 22 બાદ ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26 બાદ પણ રાજ્યમાં ભાગોમાં ગરમી વધશે. આ દિવસોમાં રાજ્યના અમુક ભાગોમાં 45 ડિગ્રીથી ઉપર પારો જઈ શકે છે.
મે મહિનો પણ તોફાની રહેશે
આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતી 45 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે તેવું તેમનું કહેવું છે.
રાજ્યના ભાગોમાં પણ 25થી 40 કિમી પ્રતિક લાક આંચકાના પવનની ગતિ રહી શકે છે. આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. ચોમાસા પૂર્વે પણ સખત પવનના તોફાનો રહેવાની શક્યતા છે તેવી આગાહી હવામાન નિષ્ણાતે કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે