સરકારનાં સબ સલામતના દાવાઓ વચ્ચે સંગઠનોએ ખોલી દાવાની પોલ

હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન પાસે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઇ ચુક્યો છે. કોવિડના દર્દીઓને સરળતાથી ઈન્જેકશન મળી રહે તે હેતુથી બે દિવસ પહેલા આહનાને આપવામાં 450 રેમડેસીવીરના ડોઝ આપવામાં આવ્યા હતા. ડોકટરોની માંગ અને દર્દીઓની જરૂરિયાત મુજબ 450 ડોઝ વિતરણ કરાયા હતા. 
સરકારનાં સબ સલામતના દાવાઓ વચ્ચે સંગઠનોએ ખોલી દાવાની પોલ

અમદાવાદ : હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન પાસે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઇ ચુક્યો છે. કોવિડના દર્દીઓને સરળતાથી ઈન્જેકશન મળી રહે તે હેતુથી બે દિવસ પહેલા આહનાને આપવામાં 450 રેમડેસીવીરના ડોઝ આપવામાં આવ્યા હતા. ડોકટરોની માંગ અને દર્દીઓની જરૂરિયાત મુજબ 450 ડોઝ વિતરણ કરાયા હતા. 

ગઈકાલે તમામ ડોઝ પૂર્ણ થતાં ત્યારબાદ એકપણ ડોઝ આહનાને મળ્યા નથી. આહનાએ રેમડેસીવીર ઇન્જેક્શનના ડોઝ પૂર્ણ થયા બાદ કાલે વધુ 300 ડોઝ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. હજુ સુધી એકપણ ડોઝ આહનાને ના મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેમડેસીવીરના જરૂરી માત્રામાં ડોઝ ઉપલબ્ધ હોવાનો સતત દાવા કરતું તંત્ર કેમ આહનાને જરૂરી ડોઝ ઉપલબ્ધ નથી કરાવી રહ્યું એ મોટો સવાલ.

દર્દીઓને ડોક્ટરોના માધ્યમથી સરળતાથી રેમડેસીવીરના ડોઝ મળે એ માટે આહનાના માધ્યમથી વિતરણની વ્યવસ્થા કરાઈ હતી. અત્રે ઉલ્લેખીય છે કે, સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે. તો બીજી તરફ બેડથી માંડીને ઇન્જેક્શન સુધી દરેક વસ્તુની અછત સર્જાઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news