ગુજરાતી ન્યૂઝGujaratચંડોળામાં તંત્રની કાર્યવાહી બાદ AMCના બેવડા વલણનો પર્દાફાશ, ઘર ગેરકાયદે તો વીજ કનેક્શન કેમ?

ચંડોળામાં તંત્રની કાર્યવાહી બાદ AMCના બેવડા વલણનો પર્દાફાશ, ઘર ગેરકાયદે તો વીજ કનેક્શન કેમ?

છેલ્લા બે દિવસથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહી વચ્ચે ખુલાસો થયો છે કે અહીં અમદાવાદ મનપાએ વીજ જોડાણ આપ્યા હતા.
 

ચંડોળામાં તંત્રની કાર્યવાહી બાદ AMCના બેવડા વલણનો પર્દાફાશ, ઘર ગેરકાયદે તો વીજ કનેક્શન કેમ?

અમદાવાદઃ અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી, તો ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઘૂસણખોરોનું આતંકી કનેક્શન ખુલ્યું છે. બીજી તરફ બીજી તરફ જ્યાં દબાણો હટાવવામાં આવ્યા ત્યાંથી અમદાવાદ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે...જે કોર્પોરેશનની ટીમે દબાણ પહેલા વીજ કનેક્શન કાપ્યા પરંતુ આ જ કોર્પોરેશન છે જેણે અનેક કનેક્શન આપેલા પણ છે. જ્યારે દબાણો હટાવવામાં આવ્યા તો AMCના અનેક વીજપોલ જોવા મળ્યા...ત્યારે જુઓ કોર્પોરેશનની બેવડી નીતિનો આ અહેવાલ....

અમદાવાદના ચંડોળા તળાવમાં કરાયેલું મેગા ડિમોલિશન ટોક ઓફ ટાઉન બન્યું છે...દરેક સોશિયલ મીડિયા સાઈટ પર ડિમોલિશનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે...લોકો આ કાર્યવાહીની વાહવાહી કરી રહ્યા છે...પરંતુ આ બધાની વચ્ચે જે સ્થળે દબાણો હટાવવામાં આવ્યા ત્યાંથી જ સામે આવેલા આ દ્રશ્યો જુઓ...AMC લખેલા વીજપોલ જોવા મળી રહ્યા છે...જો અહીં રહેનારા તમામ લોકો ગેરકાયદે ઘૂસણખોરો હતા તો પછી તેમને વીજ કનેક્શન મળ્યા કેવી રીતે?...AMCની સંદતર નિષ્ફળતા આ દ્રશ્યો પરથી જ સાબિત થઈ રહી છે...

Add Zee News as a Preferred Source

AMC લખેલા વીજપોલ 
કોને આપ્યા કનેક્શન?
કોણે અહીં અજવાળું કર્યું?
ઘર ગેરકાયદે, વીજળી નહીં!
AMC સામે સળગતા સવાલ

1.25 લાખ ચોરસ મીટર જમીન પર ફેલાયેલા આ ગેરકાયદે દબાણોની વચ્ચે AMCના વીજપોલ ઊભા છે, જાણે મૌન સહમતિનું પ્રતીક હોય...જો બાંધકામ ગેરકાયદે હતું, તો આ કાયદેસર પોલ કેવી રીતે લાગ્યા? કોના આદેશે, કોની મંજૂરીએ આ ગેરકાયદે વસાહતોને વીજળીનો પ્રકાશ મળ્યો?...  

જો બાંધકામ ગેરકાયદે હતું, તો વીજ પોલ કેવી રીતે લાગ્યા?
કોના આદેશે, કોની મંજૂરીએ વસાહતોને વીજળીનો પ્રકાશ મળ્યો?

2013માં ગુજરાત સરકારે આ જમીન AMCને વિકાસ માટે સોંપી, પણ 22 વર્ષમાં આ તળાવ ઘૂસણખોરોનો અડ્ડો બની ગયું. 12 મ્યુનિસિપલ કમિશનર, 7 કલેક્ટર, 15 પોલીસ કમિશનર બદલાયા, પણ લલ્લા બિહારી જેવા શખ્સોનું સામ્રાજ્ય અડીખમ રહ્યું. શું આ અધિકારીઓને આ દબાણોની ખબર ન હતી, કે પછી આ બધું જાણીજોઈને અવગણ્યું?

2013માં ગુજરાત સરકારે જમીન AMCને વિકાસ માટે સોંપી
22 વર્ષમાં આ તળાવ ઘૂસણખોરોનો અડ્ડો બની ગયું!
12 મ્યુનિસિપલ કમિશનર બદલાયા
7 જિલ્લા કલેક્ટર, 15 પોલીસ કમિશનર બદલાયા
શું આ અધિકારીઓને આ દબાણોની ખબર ન હતી?
AMCના અધિકારીઓએ આ બધું જાણીજોઈને અવગણ્યું?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ડિમોલિશનને ગેરકાયદે દબાણ સામેની કડક કાર્યવાહી ગણાવે છે, પણ હાઈકોર્ટમાં અરજદારોએ AMC પર મનમાની અને નિયમોની ઉડાઉડીનો આરોપ લગાવ્યો છે. 2000થી વધુ ઘરો તૂટ્યા, પણ AMCની નિષ્ફળતા અને સંભવિત મિલીભગતનો મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં છે....

લલ્લા બિહારી જેવા શખ્સોનું ગેરકાયદે સામ્રાજ્ય, ઘૂસણખોરોનું આતંકી કનેક્શન, અને AMCની રહસ્યમય નિષ્ક્રિયતા... આ બધું ચંડોળા તળાવની જમીનને ગળી ગયું. આ નિષ્ફળતા છે, બેદરકારી છે, કે પછી કોઈ મોટું ષડયંત્ર?.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news