જોરથી ફોન કરતા સહકર્મચારી પર પોલીસ કોન્સ્ટેબલે ચલાવી દીધી ગોળી અને પછી...

અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં ડ્યુટી કરી રહેલા હેડ કોન્સ્ટેબલે તેના સાથીદાર હેડ કોન્સ્ટેબલ પર ફાયરિંગ કરી દીધું હોવાની ચોંકાવનારી ઘટના બની છે

Updated By: Nov 26, 2017, 01:21 PM IST
જોરથી ફોન કરતા સહકર્મચારી પર પોલીસ કોન્સ્ટેબલે ચલાવી દીધી ગોળી અને પછી...
મનસુખ ચાવડા પર થયું ફાયરિંગ

રાજકોટ : અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં ડ્યુટી કરી રહેલા હેડ કોન્સ્ટેબલે તેના સાથીદાર હેડ કોન્સ્ટેબલ પર ફાયરિંગ કરી દીધું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલામાં આરોપી હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામા આવી છે જ્યારે ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારી વાત તો એ છે કે હાલમાં ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીની હાલત સ્ટેબલ છે. 

આ ઘટનાની વિગતો જોઈએ તો અમરેલી પોલીસ સ્ટેશનમાં 56 વર્ષના મનસુખ ચાવડા તેમજ 50 વર્ષના ભુપત તડવી ઉર્ફે ફૌજી એક સાથે હેડ કોન્સ્ટેબલની જવાબદારી નિભાવી રહ્યા હતા. અમરેલી સિટી પોલીસના ઇન્સ્પેક્ટરે આપેલી માહિતી પ્રમાણે 'ડ્યુટી દરમિયાન મનસુખ પોતાના પોન પર કોઈ પર બૂમો પાડી રહ્યો હતો. આ અવાજથી અપસેટ થયેલા ભુપતે તેને બહાર જઈને વાત કરવાનું કહ્યું. આ વાતને કારણે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. આના કારણે ઉશ્કેરાયેલા ભુપતે પછી મનસુખ ચાવડા પર તેની રાયફલથી ફાયરિંગ કરી દીધું હતું. આ બુલેટ મનસુખના પેટમાં વાગી હતી. જોકે પછી તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઓપરેશન કરીને બુલેટ દૂર કરી દેવામાં આવી હતી.'

આ મામલામાં ભુપતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ભુપતે ભૂતકાળમાં પણ તેમના સહકર્મચારીઓ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ ઘટનાઓ પછી તેને સજા આપવામાં આવી હતી પણ પછી રાયફલ રાખવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.