અમરેલી: મહુવા રેન્જમાં દીપડાનો મહિલા પર હુમલો, ચહેરા પર પંજા મારતા લોહીલુહાણ

શેત્રુંજી વિભાગમાં આવેલી મહુવા રેન્જ નાના ખુટવડા 2 ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો.  લીલાબેન ભરતભાઇ મકાવાણા નામની મહિલાના ચહેરા પર પંજા મારી દેતા લોહીલુહાણ બની હતી.  આ ઉપરાંથ હાથ અને માથાના ભાગે પણ ઇજા પહોંચી હતી. દીપડાના હુમલાથી બચવા મહિલાએ તેની સાથે બાથ ભીડી હતી. મહિલાએ બુમો પાડતા અન્ય લોકો દોડી આવતા દીપડો ભાગ્યો હતો. 

Updated By: Aug 9, 2020, 06:41 PM IST
અમરેલી: મહુવા રેન્જમાં દીપડાનો મહિલા પર હુમલો, ચહેરા પર પંજા મારતા લોહીલુહાણ

અમરેલી : શેત્રુંજી વિભાગમાં આવેલી મહુવા રેન્જ નાના ખુટવડા 2 ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો.  લીલાબેન ભરતભાઇ મકાવાણા નામની મહિલાના ચહેરા પર પંજા મારી દેતા લોહીલુહાણ બની હતી.  આ ઉપરાંથ હાથ અને માથાના ભાગે પણ ઇજા પહોંચી હતી. દીપડાના હુમલાથી બચવા મહિલાએ તેની સાથે બાથ ભીડી હતી. મહિલાએ બુમો પાડતા અન્ય લોકો દોડી આવતા દીપડો ભાગ્યો હતો. 

વડોદરા: 5 રાજ્યમાં 3 કરોડનું ઓનલાઇન ચીટિંગ કરનાર ટોળકી ઝબ્બે, આ રીતે કરતા શિકાર

દીપડાના હુમલાથી મહિલા લોહીલુહાણ થઇ ગઇ હતી. તત્કાલ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં વન વિભાગે દીપડાને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. થોડા દિવસો અગાઉ તલાલા તાલુકાના વીરપુર ગામમાં માનવભક્ષી દીપડાએ નિવૃત શિક્ષકને ફાડી ખાધા હતા. 

નવસારી: સ્વતંત્રતા સંગ્રામમાં સજા ભોગવનાર 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીનું સન્માન

જેથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી ગઇ હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે ગામમાં અને ગામની બહાર અલગ અલગ વિસ્તારોમાં 4 જેટલા પાંજરા મુક્યા હતા. વન વિભાગની બે દિવસની જહેમત બાદ એક દીપડો પાંજરે પુરાયો હતો. જો કે તે માનવભક્ષી છે કે કેમ તેની તપાસ કરવા માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર