મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થયો, લવ જેહાદ થાય તે પહેલા પિતાએ દીકરીને મારી નાંખી

Crime News : અમરેલીમાં ઓનર કિલિંગની ઘટના બની છે... દીકરીને હિન્દુ યુવક સાથે પ્રેમ હોવાથી મુસ્લિમ પિતાએ સમાજમાં આબરું જવાની ડરથી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી

મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થયો, લવ જેહાદ થાય તે પહેલા પિતાએ દીકરીને મારી નાંખી

Amreli News કેતન બગડા/અમરેલી : અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમા મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રિના સમયે ગળું દબાવી હત્યા કરી નાંખી. ખાંભા પોલીસે પુત્રીના પિતાની આરોપી તરીકે ધરપકડ કરી છે. 

અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રીની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ જીદે ચડી હતી કે, ગામના હિન્દુ યુવક કાના સાથે લગ્ન કરવા છે. પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ હતી. જોકે, સમાજમાં ઈજ્જત બચાવવા પિતાએ વ્હાલસોયી દીકરીની ગળુ દબાવી હત્યા કરી હતી. 

એટલું જ નહીં તેને ઘરમાં વ્યવસ્થિત સુવાડી દીધી હતી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં બનાવનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ આ બનાવમાં ફરિયાદી બની છે. 

ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની ઘટના સામે આવી છે. અહીં ઈશિકા ખોખર નામની 22 વર્ષીય યુવતીને ગામના કાના નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરાવવા માંગતો હતો. પંરતુ યુવતી તેના પ્રેમી કાના સાથે પ્રેમસંબંધ આગળ વધારવા માંગતી હતી. આ દરમિયાન દીકરીને પ્રેમસંબંધ હોવાથી કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીનો સગો બાપ એવો મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 

ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની આરોપી પિતા સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રવિરાજ સિંહ ચૌહાણ જાતે જ ગઈ કાલે ફરીયાદી બન્યા હતા. જેમાં ફરિયાદ નોંધાઈ તે પ્રમાણે વહેલી સવારે મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમ ડેડાણ ગામમાં મજીદભાઈના ઘરે પહોંચી હતી. જેમાં યુવતી ઇશિકા મદદ માટે બોલાવ્યા હતા. આ મામલે ગંભીરતા દાખવી ખાંભા પોલીસને બોલાવવામાં આવી હતી. હત્યા પહેલા ઈશિકાએ 181ની અભ્યમ ટીમ પાસે મદદ માંગી હતી. અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોય અને પિતા પરિવાર જબરજસ્તીથી અન્ય સાથે લગ્ન કરાવવા માંગતા હતાં. યુવતીને પ્રેમી સાથે લગ્ન કરવા હતા. પરિવાર યુવક હિન્દુ સમાજમાંથી આવતા હોવાને કારણે પિતા, પરિવાર લગ્ન માટે ના પાડતા હતા. યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી લગ્ન કરવા ઈચ્છતા હતા. રાત્રિના સમયે હત્યા પહેલા અભયમ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી મદદ માંગવામાં આવી હતી. પરંતુ, અહીં પહોંચી પરિવારજનોને પૂછતાં કહ્યું કે, સૂતી છે, બોલાવતા નહિ. આમ પોલીસે યુવત કંઈ બોલતી નહીં હોવાને કારણે તપાસ કરતા ફાંડો ફૂટ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news