)
Amreli News Sea: છેલ્લા 24 કલાકમાં અરબી સમુદ્રમાં એકંદરે 4 બોટો જળસમાધિ લઈ ચૂકી છે. આ ચાર બોટોમાં જાફરાબાદની બે, રાજપરાની એક અને નવા બંદરની એક બોટનો સમાવેશ થાય છે. આ ઘટનાઓમાં કુલ 11 ખલાસીઓ લાપતા થયા હતા, જેમાંથી 7 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ 8 ખલાસીઓ લાપતા છે. લાપતા થયેલા ખલાસીઓને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે આ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન માટે હેલિકોપ્ટર મોકલવું મુશ્કેલ બન્યું છે, અને રેસ્ક્યુ સ્ટીમરો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઘટનાઓને કારણે જાફરાબાદના માછીમારોમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
જાફરાબાદ બંદર પર અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનો પહોંચી ગયા છે. તેઓએ લાપતા થયેલા ખલાસીઓ અંગે સમીક્ષા કરી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર એલર્ટ પર છે અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચનાઓ આપી છે. હજુ પણ જાફરાબાદની 50થી વધુ બોટો દરિયામાં હોવાથી ચિંતાનો માહોલ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ખરાબ વાતાવરણ અને ભારે પવનને કારણે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને રાજપરા ગામની બે માછીમારી બોટ ડૂબી જવાની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બંને બોટના કુલ 8 ખલાસીઓ લાપતા થયા છે, જ્યારે અન્ય 10 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના જાફરાબાદથી થોડે દૂર દરિયામાં બની હતી. ભારે પવન અને ઊંચા મોજાંને કારણે બોટ અચાનક પલટી ગઈ હતી અને ડૂબી ગઈ હતી.
બચાવ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ
આ ઘટનાની જાણ થતાં જ દરિયાકાંઠાના સુરક્ષા દળો અને અન્ય માછીમાર બોટો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ ટીમોએ ઝડપી કાર્યવાહી કરીને ડૂબી ગયેલી બોટના 10 ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જોકે, અન્ય 8 ખલાસીઓ હજુ પણ લાપતા છે.
હવામાન અવરોધરૂપ, હેલિકોપ્ટરથી બચાવ મુશ્કેલ
લાપતા થયેલા ખલાસીઓની શોધખોળ માટે હેલિકોપ્ટરની મદદ લેવાની યોજના હતી, પરંતુ વાતાવરણ અત્યંત ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવી મુશ્કેલ બની રહી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ અને ભારે વરસાદને લીધે બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી, સ્થાનિક તંત્ર અને કોસ્ટ ગાર્ડની ટીમો દરિયાઈ માર્ગે જ શોધખોળ ચાલુ રાખી છે.
આ દુર્ઘટનાને પગલે માછીમાર પરિવારોમાં ચિંતાનો માહોલ છે. લાપતા ખલાસીઓને સહીસલામત શોધવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી બધા ખલાસીઓ ન મળે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રહેશે.