ગુજરાતી ન્યૂઝGujaratસામાન્ય લોકોને લાગ્યો ઝટકો, અમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, આજે રાતથી લાગુ થશે નવી કિંમત

સામાન્ય લોકોને લાગ્યો ઝટકો, અમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, આજે રાતથી લાગુ થશે નવી કિંમત

Amul Milk Price Hike : ગુજરાતની જનતા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. અમુલ ડેરીએ પોતાના દૂધની કિંમતમાં વધારો કર્યો છે. 

સામાન્ય લોકોને લાગ્યો ઝટકો, અમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, આજે રાતથી લાગુ થશે નવી કિંમત

Milk Price Hike : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. જી હા... ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આજથી આ અમલ અમલી બની ગયો છે. 

જાણો અમુલના નવા ભાવ
અમૂલ સ્ટાન્ડર્ડ  500 મીલી.    જુની કિંમત   30 રૂ।.   નવી કિંમત 31 રૂ।.
અમૂલ બફેલો દૂધ 500 મીલી  જુની કિંમત   36 રૂ।.   નવી કિંમત 37  રૂ।.
અમૂલ ગોલ્ડ દુધ 500 મીલી  જુની કિંમત 33  રૂ।. નવી કિંમત 34 રૂ।.
અમૂલ ગોલ્ડ દુધ એક લીટર જુની કિંમત 65  રૂ।. નવી કિંમત 67 રૂ।. 
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જુની કિંમત 24  રૂ।. નવી કિંમત 25 રૂ।.
અમૂલ ટી સ્પેસ્યલ 500 મીલી જુની કિંમત 31  રૂ।. નવી કિંમત 32 રૂ।.
અમૂલ તાજા દૂધ 500 મિલી  જુની કિંમત 27  રૂ।. નવી કિંમત 28 રૂ।.
અમૂલ તાજા દુધ 1 લીટર જુની કિંમત 53  રૂ।. નવી કિંમત 55 રૂ।.
અમૂલ ગાય દુધ 500 મીલી જુની કિંમત 28  રૂ।. નવી કિંમત 29 રૂ।.

Add Zee News as a Preferred Source

અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 33ના હવે 34 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 27થી વધીને 28 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 30થી વધીને 31 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.

અમદાવાદમાં આ હશે ભાવ
અમુલ દૂધના 500 મિલી વાળું પેક અમુલ ગોલ્ડ અમદાવાદમાં 34 રૂપિયામાં મળશે. અમુલ શક્તિનું પેક 31 રૂપિયામાં મળશે. જ્યારે અમુલ તાઝા 28 રૂપિયામાં મળશે.

દૂધના ભાવ વધવાના કારણો?
જોકે, કંપનીઓ દૂધના ભાવ વધારવાનું કોઈ કારણ જણાવતી નથી. પરંતુ પરિવહન ખર્ચ, ઉનાળાની ઋતુમાં ઘાસચારાની અછત, ખર્ચ વગેરે જેવા કારણોને લીધે ભાવમાં વધારો થાય છે. એટલું જ નહીં અન્ય દૂધ કંપનીઓ પણ પોતાનો નફો મેળવવા માટે દૂધના ભાવમાં વધારો કરે છે. આ ઉપરાંત દૂધ ઉત્પાદક સંઘો અને સહકારી મંડળીઓ પણ કંપનીઓ પાસેથી ખેડૂતોને દૂધ માટે અપાતા ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news