ગ્રાહકોને મળતું દૂધ 7 દિવસ જૂનું હોય છે! રાજકોટના ડોક્ટર ભરાયા, Amul એ કરી ફરિયાદ

Amul Complaint Against Doctor : અમૂલ દૂધમાં 'કેમિકલ અને જંતુનાશક'ની ભેળસેળનો આરોપ મૂકનાર રાજકોટના ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ થઈ. તબીબે ગ્રાહકોને મળતું દૂધ સાત દિવસ જૂનું હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે ડોક્ટર સાહેબ સામે કાયદેસરની કાર્યવાહી થાય તો નવાઈ નહીં..
 

ગ્રાહકોને મળતું દૂધ 7 દિવસ જૂનું હોય છે! રાજકોટના ડોક્ટર ભરાયા, Amul એ કરી ફરિયાદ

Amul Milk : અમૂલની પ્રોડક્ટ બાબતે અફવા ફેલાવવા બદલ અને ગુજરાત કો. ઓ. મિલ્ક ફેડરેશન લિમિટેડ ની અમૂલ બ્રાંડને બદનામ કરવા બદલ રાજકોટના એક ડોક્ટર સામે ફરિયાદ થઈ છે.  

ગાંધીનગરના ભાટ સ્થિત અમૂલ સંલગ્ન ડેરીના મેનેજરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટનાં ડો. હિતેશ જાનીએ પોતાની યુ ટ્યુબ ચેનલ મારફતે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં અમૂલ દૂધ અંગે વિવિધ ભ્રામકતાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

Add Zee News as a Preferred Source

વાયરલ વીડિયોમાં ડોક્ટરે શું કહ્યું...
રાજકોટના ડૉ. હિતેશ જાનીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. પોતાની ચેનલ પર તેઓ લોકોના ઘરે પહોંચી રહેલા દૂધ પર સવાલો ઉઠાવ રહ્યાં હતા. ‘તમારા ઘરે કેવું દૂધ આવે છે?’ ટાઇટલ સાથે અપલોડ કરાયો હતો. વીડિયોમાં ડૉ. જાનીએ અમૂલ દૂધને નિશાન બનાવી ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમ કે દૂધમાં 22 પ્રકારના અલગ-અલગ કેમિકલ ઉમેરવામાં આવે છે અને ડીડીટી (DDT) જેવા પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે.

ગ્રાહકોને મળતું દૂધ સાત દિવસ જૂનું હોય છે. 500 મિલીના પાઉચમાં 480થી 490 મિલી દૂધ ભરીને નફાખોરી અને છેતરપિંડી કરવામાં આવે છે. વીડિયોમાં એમ પણ કહેવાયું કે ISI-FSSAI સ્ટેમ્પ હોવા છતાં ઉત્પાદનો અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી.

આ સાથે જ રાજકોટના ડૉક્ટરે અમૂલ પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને નફાખોરી કરવાનો અને ISI/FSSAI સ્ટેમ્પ ધરાવતા ઉત્પાદનો પણ અસુરક્ષિત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં તેમણે આ સિસ્ટમ વિદેશી નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કરીને જનતાને વીડિયો વાયરલ કરવાની અપીલ કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અમૂલ સંલગ્ન ડેરીના મેનેજરના ધ્યાને આવ્યો હતો.

ડેરીના મેનેજરે ફરિયાદમાં શું કહ્યું
અમૂલફેડ ડેરીના અધિકારી આકાશ પુરોહિતે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ડૉક્ટર જેવા જવાબદાર હોદ્દા પર રહેલા વ્યક્તિ દ્વારા આવી ભ્રમિત વાતો ફેલાવવાથી જાહેર જનતામાં ભય અને અવિશ્વાસ પેદા થાય છે. ડૉ. જાની સારી રીતે જાણતા હોવા છતાં, તેમણે સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને ભારતીય સહકારી આંદોલન વિરુદ્ધ શંકા પેદા થાય તેવા ઇરાદાથી વીડિયો વાયરલ કર્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્ય અમૂલ બ્રાન્ડને નુકસાન પહોંચાડવાના બદનામ કરવાના ઇરાદાથી કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news