શેરબજારમાં કમાણીની લાલચે એક વૃદ્ધાએ ગુમાવ્યા 1.81 કરોડ, આ રીતે બની ગયા છેતરપિંડીનો શિકાર

આજના સમયમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટના ખૂબ વધી રહી છે. લોકોને વિવિધ પ્રકારની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવે છે. જામનગરમાં એક વરિષ્ઠ નાગરિક વધુ કમાણીની લાલચનો શિકાર બન્યા અને મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.
 

 શેરબજારમાં કમાણીની લાલચે એક વૃદ્ધાએ ગુમાવ્યા 1.81 કરોડ, આ રીતે બની ગયા છેતરપિંડીનો શિકાર

મુસ્તાક દલ, જામનગરઃ જો કોઇ તમને શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપે તો સાવચેત રહેજો કેમ કે નફાની લાલચમાં મુડી ગુમાવવાનો વારો આવી શકે છે. જામનગરમાં પણ એક વૃદ્ધને શેરબજારમાં કમાણી કરવાની લાલચ એટલી ભારે પડી કે તેમને દોઢ કરોડથી વધુની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. 

આજકાલ ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. તેવામાં જામનગરમાં થોડા દિવસ પહેલા વરિષ્ઠ નાગરિકને શેરમાં રોકાણ કરી નફો કમાવાની લાલચ આપી 1.81 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જ્યારે આ વૃદ્ધે તેમાં રોકાણ કર્યું પછી ખબર પડી કે તે છેતરપિંડીનો ભોગ બની ગયા છે. ફરિયાદ બાદ પોલીસે ગીર સોમનાથથી બે વ્યક્તિની ધરપકડ કરી છે.

જો કે સાયબર ક્રાઇમ માટે પણ આ મામલો થોડો પેચીદો હતો.. પોલીસે આ ગુન્હાને ઉકેલવા માટે ટેકનીકલ એનાલીલીસ કર્યુ.. તેવામાં પોલીસને આરોપીઓ ગીર સોમનાથમાં હોવાની બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે પોલીસે છેતરપિંડી આચરનાર બંન્ને શખ્સોને પકડીને જેલના સળીયા ગણતા કરી દીધા છે. 

હાલ તો પોલીસે બંન્ને આરોપીને ઝડપીને પુછપરછ હાથ ધરી છે જેમાં તેમણે ગુન્હો આચર્યો હોવાનું કબુલ્યુ છે. સાથે આરોપીઓએ અન્ય કોઇ સાથે પણ છેતરપીંડિ કરી છે કે કેમ તેને લઇને પુછપરછ હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news