Coldwave Alert, અમદાવાદ: રાજ્યમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે, જેના કારણે લોકોને અનેક પારાવાર મુસ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યોછે. પરંતુ હવામાન વિભાગે લોકોને હાશકારો થાય તેવા એક સમાચાર આપ્યા છે. એટલે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે લોકોને કડકડતી ઠંડીમાંથી રાહત મળશે. બે દિવસ પછી તાપમાન એકદમ સામાન્ય બની જશે. મહત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીથી લોકોને રાહત મળશે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. દિવસના મહત્તમ તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. હાલ પવનની ગતિ વધુ હોવાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. પરંતુ હાલ કોલ્ડવેવની કોઈ આગાહી નથી. બીજી બાજુ રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડનાર નલીયામાં પણ આગામી બે દિવસમાં તાપમાન સામાન્ય થઈ જશે.


શિત લહેરને લઈને એડવાઈઝરી બહાર પડાઈ
રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શિત લહેરને લઈને એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આગામી દિવસોમાં જો ફરીથી કાતિલ ઠંડી પડશે તેની શંકાને લઈને લોકોને સાવધાન કર્યા છે. ઠંડીને પગલે હાઈપોથરમિય થવાની સંભાવના રહેલી છે. જે માનવ જીવન માટે જોખમ ઉભુ કરી શકે છે. શીત લહેર અને કાતિલ ઠંડીમાં ગરમ કપડાંનો ઉપયોગ કરવો જોઈએ. એડવાઈઝરીમાં લોકોને કહેવામાં આવ્યું છે કે માથું, શરીર ઠંડીથી બચાવી રાખવું જરૂરી. વૃદ્ધ અને બીમાર લોકો માટે કાતિલ ઠંડી જોખમી બની શકે છે. સૂર્ય પ્રકાશમાં બેસવા અને નિયમિત ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.


શિત લહેરને લઈને એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોએ કેલેરી વાળો ખોરાક લેવો જોઈએ, વાસી ખોરાકથી દુર રહેવું જોઈએ. શરીરને વેસેલીન અને કોપરેલ તેલ સહિતના પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ. ગ્લિસરીન યુક્ત સાબુનો ઉપયોગ કરવો જોઈએ.