ગુજરાતને હચમચાવી દેતી ઘટના, મોબાઈલ ગેમની રમતમાં વિદ્યાર્થીઓએ જીવની બાજી લગાવી

Shocking Incidence : અમરેલી બાદ બનાસકાંઠાની ઘટનાએ ગુજરાતમાં મચાવી ચકચાર... વિદ્યાર્થીઓ મોબાઈલ ગેમ રમતા રમતા પોતાના જીવને જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો.... વાલીઓએ આ મામલે ખાસ જાગૃત બનવાની જરૂર છે

ગુજરાતને હચમચાવી દેતી ઘટના, મોબાઈલ ગેમની રમતમાં વિદ્યાર્થીઓએ જીવની બાજી લગાવી

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : અમરેલીના બગસરાની શાળામાં 40 છાત્રોએ પોતાના હાથ પર ઘા કરવાની ઘટના બાદ બનાસકાંઠાના ડીસાની રાજપુર પ્રાથમિક શાળાના બાળકોએ એકબીજાને ચેલેન્જ આપી હાથ પર બ્લેડના કાપા માર્યાની ઘટના સામે આવતા હડકમ્પ મચી ગઇ છે.ઘટનાને લઈને બાળકોનું કાઉન્સીલગ પણ કરવામાં આવ્યું છે જોકે ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં પહોંચીને તપાસ હાથ ધરી છે

અમરેલીના બગસરામાં બનેલ ચિંતાજનક ઘટના બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસાની રાજપુર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા 7-8 વિદ્યાર્થીઓએ પોતાના હાથ ઉપર કોઈ તીક્ષ્ણ સાધન વડે કાપા મારવાની ઘટના સામે આવતા હડકમ્પ મચી જવા પામ્યો છે.જેને લઈને શાળાના શિક્ષકોએ આ ઘટનાની જાણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને કરીને તેમને શાળામાં બોલાવીને બાળકોનું કાઉન્સિલીંગ કર્યું જોકે ઘટનનાએ લઈને શાળાના આચાર્યનું કહેવું છે કે, શાળાના વિદ્યાર્થીઓમાં ઓનલાઇન ગેમ અંગે જાગૃતિ આવે તે માટે સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને આવી ગેમ ન રમવા અને તેની ગંભીરતા વિશે સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન એક-બે વિદ્યાર્થીઓએ અમારુ ધ્યાન દોર્યું કે તેમના ક્લાસના વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારેલા છે. જેથી અમે ચેક કર્યું તો એક વિદ્યાર્થીના હાથ પર કાપા અને લિસોટા હતા. જેથી વિદ્યાર્થીને અમે પૂછ્યું કે તું કેમ આવું કરે છે. તો તેણે કહ્યું કે મારા એક મિત્રએ મને કહ્યું કે જો હું મારા હાથ પર કાપા મારી શકું છું, તારામાં આવી હિંમત છે. તો સામે આ વિદ્યાર્થીએ કહ્યું કે હા હું પણ કેમ ના કરી શકું એમ કહીને હાથ પર કાપા માર્યા હતા.

તો અન્ય એક વિદ્યાર્થીના હાથ પર કાપા હતા તો તેને પૂછ્યું કે તે કેમ હાથ પર આવી રીતે કાપા માર્યા છે. તો તેણે કહ્યું કે મારા મિત્રએ મારા માતા-પિતાના સોગંધ આપ્યા હતા એટલે મે આવું કર્યું છે.એટલે અમને લાગ્યું કે વાતમાં કશું નથી અને બાળકોને સમજાવીને જવા દિધા. બીજા દિવસે અમે બગસારાની શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યાની ઘટના અંગે અખબારમાં વાંચ્યું. જેથી અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ અંગે ગંભીર બન્યા અને અમે હેલ્પલાઇન નંબર 1098 પર ફોન કર્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ પણ આવા કોઇ રવાડે ન ચડે એ માટે કાઉન્સેલિંગનું આયોજન કર્યું હતું., કાઉન્સેલિંગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મળી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ બાળકો કોઇ ગેમ કો શિકાર બન્યા છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.કાઉન્સેલિંગની ટીમે પીડિત વિદ્યાર્થીઓના વાલીઓના ફોન પણ ચેક કર્યા અને જોયું કે તેમાં આવી કોઇ ઓનલાઇન ગેમ છે કે નહીં. પરંતુ આવી કોઇ ગેમ વાલીઓના મોબાઇલમાં મળી નથી. છતાં ટીમ અભ્યાસ કરી રહી છે. કાઉન્સલિંગ બાદ આ ઘટના ચર્ચામાં આવતા ઘણા બાળકો શાળામાં પણ નથી આવ્યા. પોલીસ પણ યુનિફોર્મમાં શાળામાં આવી છે તો બાળકો ડરી ગયા છે. અમારી વિનંતી છે કે શાળાના બાળકોના શિક્ષણ પર અસર ન થાય તેવી રીતે કામગીરી થવી જોઇએ.જોકે ઘટના બનતા જ ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ આદરી હતી

રાજપુર પ્રાથમિક કેન્દ્ર શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડીયાએ જણાવ્યું કે, અમારી શાળામાં બનેલ ઘટના ધ્યાને આવતા જ અમે તપાસ શરૂ કરી હતી. 

બગસરાની ઘટના બાદ ડીસાના રાજપુરની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ ના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નીશાન મળી આવતા જિલ્લા શિક્ષણ અધિકારી વિનુ પટેલ રાજપુર પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા જ્યાં તેમને શાળાના આચાર્ય શ્રવણભાઈ તેમજ શિક્ષકો સાથે બેઠક કરી હતી અને આ મામલાને લઈને તપાસ આદરી હતી.અને આવી ઘટના જિલ્લાની અન્ય કોઈ સ્કૂલમાં ન બને તે માટેની તકેદારી રાખવા માટે અને બાળકોમાં જાગૃતિ લાવવા માટેના આયોજન કરવાની વાત કરી હતી.

તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે કહ્યું કે, આ ઘટનાને લઈને અમેં તપાસ હાથ ધરી છે આવી ઘટના કોઈ અન્ય સ્કૂલોમાં ન બને તે માટે પ્રાર્થના દરમિયાન અને વાલી મિટિંગમાં પણ જાગૃતિ માટેના પ્રયાસ કરીશું. 

રાજપુર શાળામાં બનેલી ઘટના બાદ જે બાળકોએ પોતાના હાથ ઉપર કાપા માર્યા હતા તેમને શાળામાં આવવાનું બંધ કરી દીધું છે તો અન્ય બાળકો પણ શાળાએ આવ્યા નથી જેને લઈને બાળકોના અભ્યાસ ઉપર પણ અસર પડી રહી છે જોકે આ ઘટના બાદ એકપણ વાલી કહી જ કહેવા તૈયાર નથી જોકે આવા કિસ્સા હવે ફરીથી ન બને તેની માંગ પણ ઉઠી છે ત્યારે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ આવી ઘટનાઓ ન બને તે માટે કેવા પ્રયાસો કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news