આણંદ ન્યૂઝ

સૌરાષ્ટ્રના ધુરંધર ક્રિકેટર જયદેવ ઉનડકટે રિની સાથે કર્યા લગ્ન, જુઓ પ્રસંગની ખાસ તસવીરો

સૌરાષ્ટ્રના ધુરંધર ક્રિકેટર જયદેવ ઉનડકટે રિની સાથે કર્યા લગ્ન, જુઓ પ્રસંગની ખાસ તસવીરો

હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ મંગેતર રિની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ગઈકાલે સાંજે આણંદના મધુબન રિસોર્ટમાં તેમની લગ્નવિધિ સંપન્ન થઈ હતી. સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ (jaydev unadkat) મિત્રો તથા પરિવારજનોની હાજરીમાં ઘોડીએ ચઢ્યો હતો. નજીકના લોકોને જ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

Feb 3, 2021, 08:44 AM IST
દીકરી દેવો ભવ : ખેડાની એક સંસ્થાએ 101 બાળાઓને દત્તક લીધી

દીકરી દેવો ભવ : ખેડાની એક સંસ્થાએ 101 બાળાઓને દત્તક લીધી

ખેડાના મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક લેવામાં આવી છે. ‘દીકરી દેવો ભવ’ના સૂત્ર મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ સેવાકાર્ય ઉપાડ્યું છે. આજે સિદ્ધિવિનાયક મંદિર ખાતે આ 101 બાળાઓનો સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં દરેક બાળકીઓને સન્માનિત કરી તેઓને ગિફ્ટ આપી તેઓને દતક લેવામાં આવી હતી. 

Jan 27, 2021, 08:00 AM IST
આણંદ : નોકરી જવા નીકળેલા ત્રણ યુવકોની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઓન ધી સ્પોટ મોત

આણંદ : નોકરી જવા નીકળેલા ત્રણ યુવકોની બાઈકને ટ્રકે મારી ટક્કર, ઓન ધી સ્પોટ મોત

આણંદના ઓડ ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી જવા નીકળેલા ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકો કાળમુખી ટ્રકની નીચે આવી ગયા હતા. ત્યાં ઘટનાસ્થળે જ તેમનુ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. 

Dec 30, 2020, 10:06 AM IST
ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

ગુજરાતમાં લવ જેહાદ અંગે કડક કાયદો લાવવા માટે વિવિધ હિંદુ અગ્રણીઓની માંગ

આણંદમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને રાજકીય સામાજિક આગેવાનો એકત્ર થયા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જે પ્રકારે લવ જેહાદ અંગેનો કાયદો બનાવવામાં આવે અને તેનો કડકમાં કડક અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાન અમિતસિંહ સોલંકીએ જણાવ્યું કે, લવ જેહાદ અંગે ઉત્તરભારતમાં જે પ્રકારે યોગી સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે કાયદો અમલી બનાવ્યો છે, તે જ કાયદો ગુજરાતમાં પણ અમલમાં લાવવામાં આવે તેવી માંગણી સમગ્ર હિન્દુ સમાજ એકતા સમિતીના માધ્યમથી અલગ અલગ સંગઠનો દ્વારા કરવામાં આવે છે. 

Dec 10, 2020, 09:45 PM IST
નડિયાદમાં આખલાની અડફેટે એક વ્યક્તિનું મોત, શહેરની ગલીઓમાં નાસભાગ કરતા લોકોમાં ગભરાટ

નડિયાદમાં આખલાની અડફેટે એક વ્યક્તિનું મોત, શહેરની ગલીઓમાં નાસભાગ કરતા લોકોમાં ગભરાટ

નડિયાદ શહેરમાં આખલો ગાંડો થતા ચકચાર મચી છે. શહેરના કૃષ્ણ જીવન સોસાયટી બહાર ચાલતા જઇ રહેલા 47 વર્ષીય વ્યક્તિ અમરીશભાઈ જયદેવલાલ ગાંધીને આખલાએ અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

Nov 18, 2020, 10:45 PM IST
કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

થરાદમાં શંકાસ્પદ 4 બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. ગત વર્ષે 11 બાળકોનો ડિપ્થેરિયાએ ભોગ લીધો હતો.  આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં પણ ડિપ્થેરિયા બીમારી બાળકોના ઘર કરી રહી છે. અત્યાર સુધી આ તાલુકામાં 4 બાળકોના મોત નિપજ્યા

Nov 5, 2020, 09:46 AM IST
અમદાવાદના પરિવારે ડાકોર મંદિરમાં 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું કર્યું દાન

અમદાવાદના પરિવારે ડાકોર મંદિરમાં 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું કર્યું દાન

અમદાવાદના એક ભક્ત દ્વારા પોતાના સ્વર્ગવાસી પિતાની યાદમાં આ દાન કરાયું. મંદિર પૂજારી દ્વારા આ ચેક પ્રભુની નજર સમક્ષ લઈ જઈ મંદિરના ભંડારામાં સ્વીકૃત કરાયો યોગીન દરજી/ખેડા :યાત્રાધામ ડાકોરમાં વિજયદશમી રોજ અમદાવાદના એક શ્રદ્ધાળુ પરિવાર દ્વારા રણછોડરાયજીના ચરણોમાં 1,11,11,111 નું દાન અર્પણ કરાયું છે. ડાકોર મંદિરમાં પહેલીવાર આટલી મોટી રોકડ દાનમાં આવી છે.  અમદાવાદના એક ભક્ત દ્વારા પોતાના સ્વર્ગવાસી પિતાની યાદમાં આ દાન કરાયું છે. 

Oct 25, 2020, 03:11 PM IST
અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર દ્વારા મૂકાયેલા 3 સભ્યોનો વિરોધ ઉઠ્યો

અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકાર દ્વારા મૂકાયેલા 3 સભ્યોનો વિરોધ ઉઠ્યો

આવનારી ૨૩ તારીખે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાનાર છે. ત્યારે સરકારના પ્રતિનિધિઓના મતદાનને લઇને કોકડુ ગૂંચવાયું છે. ત્યારે અમૂલ બોર્ડમાં રાજકારણ ભલે ન હોય, પણ રાજેન્દ્રસિંહ પરમારનો કાંટો કાઢવા માટે સમગ્ર રાજકીય રમત રમાઈ રહી હોય તેવું સૂત્રોનું કહેવું છે

Oct 20, 2020, 01:38 PM IST
એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ

એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ

વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે,ત્યારે આણંદનાં મોગરી ગ્રામ પંચાયત દ્વારા આજથી 10 દિવસ માટે ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા બપોરે બાર વાગ્યા બાદ ગામ સંપૂર્ણ બંધ થઈ જતા આજે પ્રથમ દિવસે લોકડાઉન સફળ રહ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને નિંયત્રણમાં લાવવ માટે ગ્રામજનોની મીટીંગ બોલાવ્યા બાદ ગામમાં લોકડાઉન કરવાનો સામુહિક નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ગામનાં જાહેર નોટીસ બોર્ડ પર લોકડાઉન અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે બપોરે 12 વાગતાજ તમામ વેપારીઓ દુકાનદારોએ પોતાનાં વેપાર ધંધા બંધ કરી દઈ

Sep 20, 2020, 05:48 PM IST
આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

ગુજરાતમાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે. અશ્વિન પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા

Sep 11, 2020, 08:46 AM IST
Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની

Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની

ગત વર્ષોમાં આ પેનલ દ્વારા અમૂલને 7000 કરોડના ટર્ન ઓવર સુધી લઈ જવામાં સફળતા મળી હતી

Aug 31, 2020, 01:59 PM IST
અમૂલના 12 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં આજે ત્રિપાખિયો જંગ, પુનરાવર્તન થશે કે પરિવર્તન?

અમૂલના 12 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં આજે ત્રિપાખિયો જંગ, પુનરાવર્તન થશે કે પરિવર્તન?

કુલ 13 મંડળની ચૂંટણીમાં એક નોમિનેટેડ અને 12 માંથી એક ઠાસરા વિભાગમાં હાલના ચેરમેન રામસિંહ પરમાર બિન હરીફ હોવાથી કુલ 11 બેઠક પર ચૂંટણી થઈ રહી છે

Aug 29, 2020, 10:55 AM IST
શિક્ષકે વિદ્યાર્થીનીને શાળાએ બોલાવીને કર્યું શિક્ષણને લજવતું કૃત્ય કર્યું...

શિક્ષકે વિદ્યાર્થીનીને શાળાએ બોલાવીને કર્યું શિક્ષણને લજવતું કૃત્ય કર્યું...

નડિયાદ શહેરમાં બની એક એવી ઘટના જેના કારણે શિક્ષણ જગતને લાગ્યું છે લાંછન. જી હા એક ગુરુએ સગીર વયની વિધાર્થિની સાથે કરી નાખે એવું કામ જેના કારણે સમગ્ર સમાજ શરમજનક સ્થિતીમાં મુકાયો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઊભેલો આ આરોપી છે મનીષ પાઉલભાઈ પરમાર સામાન્ય આરોપી નહીં પરંતુ એક શિક્ષક છે.

Jul 15, 2020, 12:05 AM IST
આણંદ: ખંભાતમાં કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, ફાયરની 3 ગાડી ઘટના સ્થળે

આણંદ: ખંભાતમાં કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, ફાયરની 3 ગાડી ઘટના સ્થળે

આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. 

Jun 28, 2020, 07:10 AM IST
આણંદ: તારાપુર હાઇવે પર સ્ત્રીવેશે ડ્રાઇવરોને લલચાવી લૂંટનારી ડફેર ગેંગ ઝબ્બે

આણંદ: તારાપુર હાઇવે પર સ્ત્રીવેશે ડ્રાઇવરોને લલચાવી લૂંટનારી ડફેર ગેંગ ઝબ્બે

આણંદની લોકલ ક્રાઇમબ્રાંચ પોલીસે તારાપુર-વટામણ હાઇવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગનો પર્દાફાશ કર્યો છે અને તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે જ આણંદ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાઇ ચુક્યો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર લોકડાઉન દરમિયાન વટામણથી તારાપુર તરફ આવવાનાં રોડ પર કસ્બારા અને ગલીયાણા ગામની સીમમાં ટ્રક ચાલકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ લૂંટી લેવાની ઘટનાઓ સામે આવતા ડીએસપી અજીત રાજીઅનની સુચના અને માર્ગદર્શન અનુસાર એલએસબી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી.

Jun 7, 2020, 06:30 PM IST
સરદાર પટેલ યુનિવર્સિટીની લેબોટરીમાં લાગી આગ, અંદાજે 5 થી 10 કરોડનું નુકસાન

સરદાર પટેલ યુનિવર્સિટીની લેબોટરીમાં લાગી આગ, અંદાજે 5 થી 10 કરોડનું નુકસાન

આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના બાયસાયન્સ ડિપાર્ટમેન્ટના રીસર્ચ લેબોરેટરીમા ભિસણ આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી.

Jun 1, 2020, 03:58 PM IST
ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ

ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ

કોરોના સંકટ વચ્ચે લોકડાઉને તે દિવસો બતાવ્યા છે, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. સલુન ઇન્ડસ્ટ્રીને પણ કોરાનાના લીધે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં બાર્બર શોપ્સ અને સલૂન બંધ છે.

May 15, 2020, 12:41 PM IST
ઉપલેટા: કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને નિદાન સાથે મળે છે આ અનોખી દવા

ઉપલેટા: કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને નિદાન સાથે મળે છે આ અનોખી દવા

લોકડાઉન પૂર્વે વાહન સ્લીપ થઈ જતાં ગીતાબેનને જમણા ખભે ફ્રેક્ચર થયું હતું. આમ છતાં, ફ્રેક્ચર સાથે તેઓ સમયસર પોતાની ફરજ પર પહોંચી જાય છે.

May 15, 2020, 08:09 AM IST
લોકડાઉન: દાદાએ ઘરમાં જ પુરી કરી 21 કિલોમીટરની દોડ, યુવાનને પણ શરમાવે તેવી છે ફિટનેસ

લોકડાઉન: દાદાએ ઘરમાં જ પુરી કરી 21 કિલોમીટરની દોડ, યુવાનને પણ શરમાવે તેવી છે ફિટનેસ

ભાગ્યે કોઇ ને માનવામાં આવે કે લોકડાઉનના સમયમાં મેરોથન એ પણ એકવીસ કિલોમીટરની હા આ વાત એકદમ સાચી છે, ઘરમાં રહીને પણ એકવીસ કિલોમીટરની દોડ પૂરી કરનાર મહેન્દ્રભાઇ સેઠ સીતેર વર્ષની ઉમરે પણ એક યુવાને શરમાવે તેવી ફીટનેસ ધરાવે છે.

Apr 29, 2020, 07:08 PM IST
આણંદ: ખંભાતના એક જ વિસ્તારમાંથી 5 કેસ પોઝિટિવ આવતા હડકંપ, કોરોનાનું ગામડાઓ તરફી ઝોક વધ્યો

આણંદ: ખંભાતના એક જ વિસ્તારમાંથી 5 કેસ પોઝિટિવ આવતા હડકંપ, કોરોનાનું ગામડાઓ તરફી ઝોક વધ્યો

આણંદમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. આજે આણંદમાં વધારે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે મોતીવાળાની ખડકીમાં રહેતા 53 વર્ષીય એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને સારવાર અર્થે આણંદ ખાતે ખસેડવામાં આવ્યો છે. 

Apr 14, 2020, 04:07 PM IST