Anand News: આણંદ કલેકટર હનીટ્રેપ કાંડમાં મોટું એક્શન, સ્પાય કેમેરો ગોઠવનાર નાયબ મામલતદારની ધરપકડ
Anand Collctor DS Gadhvi Video Clip : આણંદના કલેક્ટરની કામલીલાને સ્પાય કેમેરો ગોઠવીને કેદ કરતા કિસ્સામાં નાયબ મામલતદાર જેડી પટેલની ધરપકડ કરવામાં આવી
Trending Photos
)
Anand News : આણંદના કલેક્ટરને હનીટ્રેપમાં વિવાદાસ્પદ જમીનની ફાઈલ ક્લીયર કરીને કટકી કરવાના કેસમાં હવે નાયબ મામલતદાર જેડી પટેલની ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરો ગોઠવનાર નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે. જેડી પટેલને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
નાયબ મામલતદાર જે ડી. પટેલ કલેક્ટર હનીટ્રેપ કેસના આરોપી
આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાંથી ફાઇલ ગુમ થવાનો મામલામાં મોટું એક્શન લેવાયું છે. LCB પોલીસે સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે ડી. પટેલની ધરપકડ કરી છે. જેણે ગેરકાયદેસર રીતે જમીન NA કરી સરકારને મોટી રકમનું નુકસાન કર્યું હતું. કલેક્ટરના હનીટ્રેપ ઘટના સરકારી ફાઈલો સાથે સંકળાયેલી હતી. કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાંથી ફાઇલ ગુમ કરી દેવાઇ હતી. આ બાદ રેકોર્ડ શાખાના નાયબ મામલતદારે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નાયબ મામલતદાર જે ડી. પટેલ કલેક્ટર હનીટ્રેપ કેસના આરોપી છે. જેણે તત્કાલિન RAC સાથે મળીને જે. ડી. પટેલે કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો. કલેક્ટરને બ્લેકમેલ કરી NA ફાઈલ પર સહી કરાવી હતી.
આખો મામલો શું હતો, તેના પર નજર કરીએ તો....
વિવાદીત જમીનના કેસની ફાઈલ ક્લિયર કરવા આણંદ કલેક્ટર ઓફિસના કર્મચારીઓએ આખું ષડયંત્ર રચ્યુ હતું. જેની મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસ નામની મહિલા છે. રંગીન મિજાજી કલેક્ટરને ફસાવવા સ્ટીંગ ઓપરેશન કરાયું હતું. કલેક્ટરની ગેરહાજરીમાં કેબિનમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જે. ડી પટેલ અને હરેશ ચાવડાએ સ્પાય કેમેરા ગોઠવ્યા હતા. આ માટે જે. ડી પટેલ 3 સ્પાય કેમેરા ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યા હતા. તો હરેશ ચાવડાએ હનીટ્રેપ માટે મહિલાની ગોઠવણ કરી હતી. અલગ અલગ દિવસે મહિલાને કલેક્ટરની ચેમ્બરમાં મોકલાઈ હતી. સ્ટીંગ ઓપરેશનમાં કલેક્ટરને ફસાવ્યા બાદ ધમકીઓનો દોર ચાલુ થયો હતો. મહિલાએ કલેક્ટરને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જમીન ફાઈલ ક્લીયર ન કરે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. કલેક્ટરે આરોપીઓની વાત ન માનતા વીડિયો વાયરલ કરી દેવાયો હતો.
આણંદનાં કલેકટરની ચેમ્બર્સમાં સ્પાય કેમેરા ગોઠવી એક યુવતીને કલેકટરની ચેમ્બર્સમાં મોકલી યુવતી સાથેની અશ્લીલ વિડીયો બનાવી કલેકટરને વિવાદી જમીનોની ફાઈલો કલીયર કરાવવા માટે બ્લેકમેલીંગ કરી તેમજ વિડીયો વાયરલ કરવાની ઘટનામાં એટીએસ પોલીસે સમગ્ર કાંડનો પર્દાફાસ કરી તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ, તત્કાલીન નાયબ મામલતદર જયેશ પટેલ ઉર્ફે જેડી પટેલ તેમજ વકીલ હરીશ ચાવડાની વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા.
LCBએ આરોપી જયેશ પટેલને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં જયેશ પટેલે સંદેશર કેનાલમાં વીડિયોની હાર્ડ ડિસ્ક ફેંકી દીધી હતી. તેણે પુરાવાનો નાશ કરવા હાર્ડ ડિસ્ક કેનાલમાં ફેંકી હોવાનું ખુલ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














