)
જૂનાગઢઃ ગોંડલના રીબડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા 18 સપ્ટેમ્બર એટલે કે આજે બપોરે ત્રણ કલાકે જૂનાગઢ જેલમાં સરેન્ડર કરશે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે. આ સાથે અમિત ખૂંટ હત્યા કેસમાં પણ અનિરૂદ્ધસિંહની ધરપકડ થઈ શકે છે.
હાઈકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલાના સરેન્ડર કરવાના ચુકાદાને ગાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધને સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. આ સરેન્ડર બાદ સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે.
નોંધનીય છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન (ક્રિમિનલ) રજૂ કરી હતી, જે બીજા દિવસે 30 ઓગસ્ટે દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેચ સમક્ષ તેની સુનાવણી થઈ હતી.
હાઈકોર્ટે આપ્યો હતો સરેન્ડર કરવાનો આદેશ
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કાયદાના સકંજામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં એક મહત્વનો આદેશ આપ્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એટલું જ નહિ, અનિરુદ્ધસિંહે રોજેરોજ હાજરી પુરવવાની રહેશે. તેમજ પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે તેવું પણ જણાવાયું.
5 મેના રોજ અમિત ખૂંટે કરી હતી આત્મહત્યા
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.