)
Anirudhsinh Jadeja Surrenders: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાને અમિત ખૂંટ આત્મહત્યા કેસના સંબંધમાં બે દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તાલુકા પોલીસે આ કેસની વધુ તપાસ માટે તેમની પૂછપરછ કરવાની તૈયારીઓ કરી છે.
શુક્રવારે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી ગોંડલ લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, તાલુકા પોલીસે કોર્ટ સમક્ષ તેમના બે દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે મંજૂર થઈ ગઈ છે. પોલીસ હવે આ કેસને લગતા મહત્વના સવાલો પર તેમની પૂછપરછ કરશે.
અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે આ પગલું ભર્યું છે. આગામી બે દિવસ સુધી, પોલીસ દ્વારા આ કેસના રહસ્યો ઉજાગર કરવાના પ્રયાસો કરાશે.