Par Tapi Narmada Link : પાર-તાપી પ્રોજેક્ટ મામલે વિરોધ યથાવત... કોંગ્રેસના મોટા નેતાઓ રેલીમાં ભાગ લેવા પહોંચ્યા ધરમપુર.. રેલીમાં ભાગ લેવા જતા નેતાઓની પોલીસે અટકાયત કરતા વિવાદ...

Tapi News નિલેશ જોશી/તાપી : પાર-તાપી નદી જોડાણ પ્રોજેક્ટને લઈને ઉઠેલા વિવાદનો માહોલ આજે ધરમપુરમાં ગરમાયો છે. પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા ભવ્ય મહારેલી યોજાઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત આદિવાસીઓ જોડાયા છે
ધરમપુર ચોકડી ખાતે બિરસા મુન્ડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ મહારેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ હાજરી આપી. તો આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરીયા પણ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સીધી ટકોર કરતાં તેને જુઠ્ઠી સરકાર ગણાવી.
અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર નહીં થાય, ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં. એક લાખ કે બે લાખ રુપિયાથી કઇ થવાનું નથી, આપણે આપણા વિસ્તારમાં ડેમ જોઇતો નથી. તો તાપી-વ્યારાના પૂર્વ સાંસદે મરવા સુધીની તૈયારી બતાવી છે.
મહારેલીને લઈને સમગ્ર ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ધરમપુરમાં રાજકીય આંદોલનના નારા ગૂંજાઈ રહ્યા હતા. જ્યાં સુધી શ્વેત પત્ર નહીં આપવામાં આવે ત્યાં સુધી આદિવાસીઓનો આ વિરોધ અટકશે નહીં તો આ પ્રસંગે વાંસદા ના ધારાસભ્ય આનંદ પટેલે સ્થાનિક સાંસદ ધવલ પટેલને જેઠાલાલ અને જેઠાલાલ કહીને સંબોધ્યા હતા અને એસી ઓફિસમાંથી બહાર નીકળીને ગરીબ આદિવાસીઓના વારે આવવા આહવાન કર્યું.
ભારત સરકાર શ્વેત પત્ર નહીં આપે ત્યાં સુધી આ આંદોલન નહીં અટકે
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં આજે પાર તાપી નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને લઈને માહોલ ગરમાયો છે. જ્યાં એક તરફ સરકાર અને સાથે જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આ વાત મુદ્દે સ્પષ્ટતા કરી છે અને કેન્દ્ર સરકારે લેખિતમાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટને ડીશ કંટીન્યુ કરવામાં આવ્યો છે. જોકે તેમ છતાં હજુ પણ આ મામલો ગરમાયો છે . ધરમપુરના વિવિધ આદિવાસી સંગઠનો અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના અગ્રણીઓ વાત માનવા તૈયાર નથી અને ડેમ પ્રોજેક્ટના વિરોધમાં આજે મહારેલી યોજાઇ છે. સમગ્ર નવસારી અને વલસાડથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર ઉમટ્યા છે. તેઓને એક જ માંગ છે કે જ્યાં સુધી ભારત સરકાર શ્વેત પત્ર નહીં આપે ત્યાં સુધી આ આંદોલન નહીં અટકે જેને લઈને ધરમપુરનો માહોલ ગરમાયો છે.
વલસાડ જિલ્લાનું પોલીસ તંત્ર આ મામલે એલર્ટ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ધરમપુર ચાર રસ્તા પર ખડકી દેવામાં આવ્યો છે ત્યારે ઝી 24 કલાકે સ્થાનિક આગેવાનો સાથે સીધી વાત કરી છે.
પાર તાપી નર્મદા રીવર લિંકનો મુદ્દો વધુ વકરી રહ્યો છે. આજે આ પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા.
છેલ્લા કેટલાક સમયથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે. જોકે ગઈકાલે સરકારે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પત્રકાર પરિષદ કરી પ્રોજેક્ટ મુદ્દે ગઈકાલે જ કેન્દ્ર સરકારે લેખિતમાં કરેલા સ્પષ્ટતાનો મીડિયા સમક્ષ મૂકી હતી. ધવલ પટેલના મુજબ સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો છે. તેમ છતાં અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ બચાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઇ હતી. જેમાં અનંત પટેલ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રાંત ભુરિયા સાથે આ વિસ્તારના આદિવાસી અગ્રણીઓએ સરકાર સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા. અને કોઈપણ ભોગે આ આ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દઈએ તેવા નિર્ધાર સાથે રોષ પ્રકટ કર્યો હતો. સભા બાદ રેલી સ્વરૂપેઆ આ પ્રોજેક્ટના વિરોધમાં અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેત પત્રની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા હતા. આથી હજુ પણ આગામી સમયમાં આ રિવર લીંક પ્રોજેક્ટના વિરોધનો મુદ્દો વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે ધરમપુરમાં આયોજનત મહારેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં. સરકાર વિરોધ રેલીમાં aicc આદિવાસી પ્રમુખ અને મધ્યપ્રદેશ જાબુવા ધારાસભ્ય વિક્રાંત ભુરિયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવતા, ગુજરાત પ્રેદશ એસટી સેલ પ્રમુખ રાજેન્દ્ર પારગી જોડાયા.
રેલીમાં જતા લોકોને પોલીસે અટકાવ્યા
પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુર ખાતે જઈ રહેલા લોકોને પોલીસે અટકાવ્યા હતા. ડાંગ જિલ્લાના વઘઇ નાકા ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેમાં પોલીસ અધિકારીઓને ધક્કે ચઢાવી વરદી પણ ફાડી નાંખવામાં આવી હતી. કેટલાક પોલીસ કર્મીઓને મારમારવામાં આવ્યાની માહિતી સામે આવી છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે સહિત અન્ય કાયર્કરોને વઘઇ નજીક રોકવામાં આવ્યા હતા. સ્નેહલ ઠાકરેને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. વઘઇ ખાતે મોટી સંખ્યામાં હજારો કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
આંદોલન વધુ ઉગ્ર બનશે
આંદોલન વધુ ઉગ્ર બનશે તેવું કોંગ્રેસના યુવા પ્રમુખ તુષાર કામડીએ જણાવ્યું.
સાંસદ ધવલ પટેલનો જવાબ
કોંગ્રેસની રેલી બાદ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારારા કોંગ્રેસના અસ્તિત્વને બચાવવા માટે આ રેલી કરવામાં આવી રહી છે. કોંગ્રેસની રેલીનો વલસાડ જિલ્લા ખાતે ફિયાસકો થયો છે. કોંગ્રેસની મહારેલી નહિ પરંતુ કોંગ્રેસની સુપર ફ્લોપ રેલી બની છે. ભાજપ પર વિશ્વાસ કરી આદિવાસીઓ રેલીમાં જોડાયા નહિ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં હાજર રહ્યાં. કોંગ્રેસ દ્વારા 50 હજાર માણસો સાથે રેલીની વાત કરાઈ હતી, પરંતુ 1000 માણસો જ રેલીમાં જોડાયા. કોંગ્રેસ દ્વારા વ્યક્તિ ગત ટિપ્પણી કરીને એમની માનસિકતા દર્શવવામાં આવી રહી છે. ભાજપ દ્વારા કોઈ પણ દિવસ વ્યક્તિ ગત ટિપ્પણીઓ કરવામાં આવતી નથી.