ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો: વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો!

Gujarat Congress: ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલાં જ પક્ષને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કદાવર નેતા રઘુ દેસાઈએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.  પ્રદેશ કોંગ્રેસ સાથે છેડો ફાડનારા નેતાઓની યાદીમાં તેમનું નામ જોડાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો: વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો!

Gujarat Congress: ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કદાવર નેતા રઘુ દેસાઈએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સાથે છેડો ફાડનારા નેતાઓની યાદીમાં તેમનું નામ જોડાતાં પક્ષના સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.

Add Zee News as a Preferred Source

નારાજગીનું કારણ: સમર્થકોને સંગઠનમાં સ્થાન ન મળવું
કોંગ્રેસ નેતા રઘુ દેસાઈ લાંબા સમયથી પ્રદેશ કોંગ્રેસની કામગીરી અને સંગઠન માળખાથી નારાજ હતા. તેમની નારાજગીનું મુખ્ય કારણ તેમના વિશ્વાસુ અને સક્રિય સમર્થકોને પક્ષના સંગઠનમાં યોગ્ય સ્થાન ન મળવું હોવાનું જાણવા મળી રહ્યું છે. પક્ષમાં તેમની અવગણના થઈ રહી હોવાની લાગણી સાથે, તેમણે આખરે કોંગ્રેસ છોડવાનો કઠોર નિર્ણય લીધો છે. તેમણે સત્તાવાર રીતે પક્ષમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે.

પ્રદેશ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
રઘુ દેસાઈનો રાજીનામું પ્રદેશ કોંગ્રેસ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે. લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, ત્યારે એક પછી એક મોટા નેતાઓનું પક્ષ છોડી જવું એ કોંગ્રેસની આંતરિક સ્થિતિ અને નેતૃત્વ પર સવાલો ઊભા કરે છે. રાધનપુર અને આસપાસના વિસ્તારમાં રઘુ દેસાઈનો સારો પ્રભાવ છે, અને તેમના જવાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મોટો ફટકો પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, શું રઘુ દેસાઈ હવે અન્ય કોઈ પક્ષમાં જોડાશે કે પછી રાજકારણથી થોડા સમય માટે દૂર રહેશે, તે અંગેની સસ્પેન્સ હજુ પણ યથાવત્ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news