ગુજરાતી ન્યૂઝGujaratએકતરફી પ્રેમમાં પાગલ યુવતીનું વધુ એક કારસ્તાન! ધરપકડ બાદ ફરીથી મળ્યો ધમકી ભર્યો ઇ-મેઇલ, હવે કોણે મોકલ્યો આ Email?

એકતરફી પ્રેમમાં પાગલ યુવતીનું વધુ એક કારસ્તાન! ધરપકડ બાદ ફરીથી મળ્યો ધમકી ભર્યો ઇ-મેઇલ, હવે કોણે મોકલ્યો આ Email?

Ahmdabad News: ગુજરાત સહિત 11 રાજ્યોમાં બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભરેલા ઈમેલ કરનાર યુવતીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચેન્નઈથી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફી પ્રેમમાં પ્રેમીને ફસાવવા માટે આઇપીએલ મેચ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પ્લેન ક્રેશ સમયે સિવિલ હોસ્પિટલને મેલ કરી પ્લેન ક્રેશની જવાબદારી વાળો ખોટો ઇ-મેઇલ કર્યા હતો.

એકતરફી પ્રેમમાં પાગલ યુવતીનું વધુ એક કારસ્તાન! ધરપકડ બાદ ફરીથી મળ્યો ધમકી ભર્યો ઇ-મેઇલ, હવે કોણે મોકલ્યો આ Email?

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટને 15 દિવસમાં બીજી વાર બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઇ-મેઇલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ ધમકી ભર્યો ઇ-મેઇલ મળતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બીડીડીએસ ટીમને બોલાવીને અનેક કલાકો સુધી સર્ચ કરાવ્યુ હતું. બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ દ્વારા તપાસ કરાયા બાદ કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. 

આ મામલે પોલીસે તપાસ કરતા હાઇકોર્ટને ધમકીભર્યો ઇ-મેઇલ સાયબર ક્રાઇમે પકડેલ આરોપી રેની જોશીલદાના નામથી મળ્યો હોવાનું સામે આવ્યુ છે. પરંતુ આ શિડ્યૂલ ઇ-મેઇલ છે કે, આરોપીના નામનો ઉપયોગ કરીને કોઇ વ્યક્તિએ ઇ-મેઇલ કર્યો છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

Add Zee News as a Preferred Source

ટેકનોસેવી યુવતીને દેશના 11 રાજ્યની પોલીસ શોધી રહી હતી. અંતે અમદાવાદ પોલીસે ચેન્નઈની રેની જોશીલદા નામની યુવતીને ઝડપી પાડી હતી. આ યુવતીએ એક તરફી પ્રેમમાં પાગલ થઇને અલગ અલગ ઈ-મેઈલ ID બનાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદની જુદી જુદી શાળાઓ તથા હોટલ અને હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કર્યા હોવાનું સામે આવ્યુ હતું. 

100થી વધુ ઈ-મેઈલ કર્યા હોવાનું સામે આવ્યું
આ યુવતીએ અમદાવાદમાં ધમકીભર્યા 21 ઈ-મેઈલ કરવા ઉપરાંત જુદા-જુદા 11 રાજ્યોમાં 100થી વધુ ઈ-મેઈલ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેવામાં હવે મંગળવારના રોજ સવારે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના ઇ-મેઇલ આઇડી પર વધુ એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો હતો. જેને લઇને સોલા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હાઇકોર્ટ દોડી આવ્યા હતા. 

પોલીસે બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમોને સાથે રાખીને સર્ચ કર્યુ હતું. પરંતુ કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ ઇમેઇલ રીના જોશીલદાના નામથી આવ્યો હતો. જેથી આ મામલે સાયબર ક્રાઇમની ટીમો પણ તપાસમાં જોતરાઇ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે, શિડયૂલ ઇ-મેઇલ હોવાની શક્યતા ઓછી જણાઇ રહી છે. કોઇ અજાણ્યા શખ્સોએ આ યુવતીના નામનો ઉપયોગ કરીને ઇ-મેઇલ કર્યો હોવાની શંકા વધુ પ્રબળ હોવાથી તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે. હાલ સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી સાયબર ક્રાઇમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.  

ઇ-મેઇલની પેટર્ન
અમદાવાદ હાઈકોર્ટને મળેલા ધમકીભર્યા ઈ-મેઇલની તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ મળેલા અનેક ઇ-મેઇલ અને હાઇકોર્ટમાં આવેલા ઈ-મેઇલની પેટર્ન એકસરખી જણાઇ રહી છે. ચેટ જીપીટી, શિડયૂલ મેઇલ, ડાર્ક વેબ કે પરિચીત વ્યક્તિએ યુવતીના નામનો ઉપયોગ કરીને ઇ-મેઇલ કર્યો હોવાની શંકા પર પોલીસે તપાસ હાથ ધરી છે.

આરોપી રેની જોશીલદા સાથે અન્ય કોણ સંડોવાયેલ? 
પકડાયેલ આરોપી રેની જોશીલદા પોલીસ પૂછપરછમાં સહકાર આપતી નથી. જેના કારણે તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલુ છે તે બાબતે પોલીસ તપાસ કરી શકી નથી. રેનીની ધરપકડ બાદ પણ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ ધમકી ભર્યા ઇ-મેઇલ મળ્યા હોવાથી તેની સાથે કોઇ શખ્સ હોવાની સંડોવણી હોવાની પોલીસને શંકા છે.

આરોપી રેની જોશીલદાની ધરપકડ બાદ આવેલ ઇ-મેઇલમાં શું લખ્યું છે ? 
ગુજરાત હાઇકોર્ટને મળેલા ઇ-મેઇલમાં પાકિસ્તાન આઈએસઆઈ- ઉદયનિધિ ઝિંદાબાદ, 3 આરડીએક્સ આધારિત આઈઈડી ગુજરાતની કોર્ટના પ્રાંગણોમાં, એક વીઆઈપી અમારું ઈનામ તેવો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ઇ-મેઇલમાં NIA/ED/CBI દ્વારા તમિળનાડુમાં કેટલાક લોકોની વિરુદ્ધ રચવામાં આવેલી રણનીતિ બાદ મેં મારા માણસોને કાર્યવાહી કરવા કહ્યું છે તેવો ઉલ્લેખ કરાયો છે. 

સાથે જ અનેક નિર્દોષ લોકોનો જીવ પણ જશે, રામ મંદિર એક મોટી ભૂલ હતી, નક્સલી ટીએનએલએ એસ. મારનને જેલમાંથી છોડવામાં આવશે તેવો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત કોલિવૂડમાં તોડફોડના અભિયાનને ભંડોળ પૂરું પાડવા બાબતે જ્યારે કાર્યવાહી થવા જઇ રહી છે ત્યારે આ ઓપરેશનની જરૂર હોવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news