કોઈ રોકો ઈસે...! અમદાવાદના આ વિસ્તારમાં રાહદારીઓ પર તલવાર-દંડા વડે હુમલા, અસામાજિક તત્વો બેફામ

વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોનો આતંક. પોલીસ કમિશનર નાં ગુજરાત સુરક્ષિત હોવાના દાવા પોકળ, વસ્ત્રાલમાં ખુલ્લે આમ લોકો ઉપર કર્યો હુમલો, પૂર્વ ગૃહમંત્રીનાં મત વિસ્તારમાં જ આવો હાલ. સ્થાનિકોમાં ભય નો માહોલ.

કોઈ રોકો ઈસે...! અમદાવાદના આ વિસ્તારમાં રાહદારીઓ પર તલવાર-દંડા વડે હુમલા, અસામાજિક તત્વો બેફામ

Ahmedabad Vastral Viral Video: અમદાવાદના વસ્ત્રાલમાં ફરી એકવાર કેટલાક અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. શાશ્વત સોસાયટીની સામે બાઇક પર આવેલા કેટલાક અસામાજિક તત્વોએ ભારે હંગામો મચાવ્યો હતો. જેમણે લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારોથી સજ્જ આ લોકોએ રસ્તા પર તોડફોડ કરી હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે.

તોફાનીઓએ રોડ પર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 15 થી 20 લોકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. નોંધાયેલી FIR મુજબ આ ઘટના બે જૂથો વચ્ચેની અંગત અદાવતના કારણે બની હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં હિંસા અને તોડફોડ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

— Saba Khan (@ItsKhan_Saba) March 13, 2025

આ હુમલામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. તહેવારોની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. રામોલ પોલીસને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે અત્યાર સુધીમાં 9 આરોપીઓની અટકાયત કરી છે અને વધુ તપાસ માટે પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 14, 2025

સ્થાનિકોમાં ડરનો માહોલ 
દૃશ્યો જોતા જ સ્થાનિકોમાં આ લોકોની વચ્ચે પડવાની હિંમત થઇ શકે તેમ નહોતી. પોલીસ માટે હવે આ ઘટના એક પડકારજનક સાબિત થઇ શકે તેમ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહનોમાં જતા લોકો સાથે આ તોફાની તત્વોએ બળજબરીપૂર્વક મારામારી કરી હતી. વીડિયોમાં લોકો એમ પણ કહેતા સંભળાય છે કે આ લોકો નશો કરીને આતંક મચાવી રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news