ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાષ્ટ્ર માટે 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ફરી એકવાર પાટા પર ચડાવવા માટે લોનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા કાલે જ આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી છે. આ અંગે પત્રકાર પરિષદ કરતા ગુજરાતનાં નાણામંત્રી દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સામેના યુદ્ધમાં અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આત્મનિર્ભર યોજના અંગે જણાવ્યું કે, આગામી ત્રણ મહિના સુધી એટલે કે 31 ઓક્ટોબર સુધી યોજના અંગે ફોર્મ ભરી શકાશે. આ યોજનામાં એક રૂપિયાથી માંડીને 1 લાખ રૂપિયા સુધીનું  ફોર્મ ભરી શકાશે. 21મી મેથી એક લાખ રૂપિયાની લોન સહાય માટેની અરજીઓ સહદારી બેંકો દ્વારા સ્વિકારવામાં આવશે.


કોરોનાને કારણે આઈસ્ક્રીમ વેચાણની મહત્વની સીઝન ગઈ પાણીમાં, કોઈ ખરીદવા તૈયાર નથી


આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં ડોક્ટર અને પોલીસ પર હુમલો થતા હતા. આવી કોઇ ઘટના આજના ગુજરાતમાં બનતી નથી. કોંગ્રેસ માત્ર તમાશો જોઇ રહી છે અને તમાશો કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube