)
Surat News: સોશિયલ મીડિયામાં પોતાના વાયરલ વીડિયોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી કીર્તિ પટેલની સુરત પોલીસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. હંમેશા વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.
આ કેસમાં થઈ કીર્તિ પટેલની ધરપકડ
સોશિયલ મીડિયા પર બેફામ વાણીવિલાસ કરતી કીર્તિ પટેલની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલે એક બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ બિલ્ડરે કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં હવે કીર્તિ સામે કાર્યવાહી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કીર્તિ પટેલ દ્વારા જમીન વિવાદને લઈને બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસને લઈને સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કીર્તિ પટેલ ફરાર હતી. કીર્તિએ બિલ્ડરને હનીટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આવી હતી.
કીર્તિ પટેલની સુરત પોલીસ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ગર્લ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કીર્તિ પટેલ દ્વારા એક બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. કીર્તિ પટેલની ધરપકડ બાદ આ મુદ્દો સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં આવી ગયો છે.